પુલવામા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. આ વચ્ચે ભારતીય એરફોર્સ દ્વારા PoKમાં મોટી કાર્યવાહી કરી હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે.
🇮🇳 I salute the pilots of the IAF. 🇮🇳
— Rahul Gandhi (@RahulGandhi) February 26, 2019
સૂત્રોને મળતી જાણકારી મુજબ ભારતીય એરફોર્સે પોતાના ઓપરેશનમાં PoK ના બાલાકોટ, ચકૌતી અને મુઝફફરાબાદમાં આવેલા આતંકી લોન્ચ પેડને નષ્ટ કરી દીધા છે. જો કે હજુ સુધી આ ઓપરેશનને લઇને કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
પરંતુ કોંગ્રેસ દ્વારા આ હુમલાની પુષ્ટી કરવામાં આવી છે. જે રીતે પાકિસ્તાન ગભરાયેલું લાગી રહ્યું છે તેના પરથી આ સાચુ લાગે છે. PoKમાં કરાયેલા એરસ્ટ્રાઇક પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કહ્યું – ભારતીય વાયુસેનાને સલામ.
કોંગ્રેસ પ્રવક્તા અભિષેક મનુ સંઘવીએ ટવિટ કરી કહ્યું કે બાલાકોટમાં ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલા હુમલાની પુષ્ટી કરવામાં આવી નથી, પરંતુ પાકિસ્તાનના રીએકશનથી લાગે છે કે કંઇક મોટુ થયું છે.
જ્યારે જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે જો આ વાત સાચી હોય તો ખરેખર આ મોટી કાર્યવાહી છે. પરંતુ આપણે આ કાર્યવાહી પર ભારત સરકારના સત્તાવાર નિવેદનની રાહ જોવી જોઇએ.
પાકિસ્તાન વિરુદ્ધ ભારતનું મોટું એક્શનઃ અંકુશ રેખા પર ત્રાસવાદી અડ્ડાઓ પર 1000 કિલોના બોમ્બ ઝીંક્યા
નવી દિલ્હી
જમ્મુ અને કશ્મીરના પુલવામા જિલ્લામાં સીઆરપીએફના 40 જવાનોનો ભોગ લેનાર પાકિસ્તાન સ્થિત ત્રાસવાદીઓની સંડોવણીને પગલે ભારતે આજે પાકિસ્તાન વિરુદ્ધ મોટું લશ્કરી પગલું ભર્યું છે. ગઈ વહેલી સવારે લગભગ 3.30 વાગ્યે ભારતીય હવાઈ દળના 12 મિરાજ-2000 વિમાનોએ અંકુશ રેખા પરના ત્રાસવાદી અડ્ડાઓ પર બોમ્બ ઝીંક્યા હતા અને અડ્ડાઓનો સંપૂર્ણપણે નાશ કરી દીધો છે. આ જાણકારી હવાઈ દળના સૂત્રો તરફથી મળી છે.
હવાઈ દળના 12 મિરાજ-2000 જેટ વિમાનોએ ત્રાસવાદી કેમ્પ્સ પર હલ્લો કર્યો છે અને અડ્ડાઓનો નાશ કરી દીધો છે. આમ, ભારતે પુલવામા હુમલાનો જોરદાર રીતે બદલો લીધો છે.
પાકિસ્તાન લશ્કરે પણ આ હુમલાને સમર્થન આપ્યું છે. એણે દાવો કર્યો છે કે ભારતીય હવાઈ દળના વિમાનોએ અંકુશ રેખા પાર કરી હતી અને પાકિસ્તાની સીમાની અંદર બાલાકોટ નજીક બોમ્બ ફેંક્યો હતો.
ભારતીય હવાઈ દળના વિમાનોએ બાલાકોટ, મુઝફ્ફરાબાદ, ચાકોટી વિસ્તારોમાં આવેલા ત્રાસવાદીઓના અડ્ડાઓ પર બોમ્બનો વરસાદ વરસાવીને અડ્ડાઓને ખલાસ કરી નાખ્યા છે.