જાણો મીઠા ના ફાયદા,ઘર ના ઉંબરા પર કરો મીઠા નો છંટકાવ અને પછી જોવો એનું પરિણામ,એક વાર જરૂર વાંચો..

આમ તો આપણા રસોડાની ઘણી બધી વસ્તુઓ હેલ્થ અને ઉપાય માટે ખુબજ કામની છે.સદીઓથી આપણે રોજબરોજ રસોઈમાં મીઠાનો ઉપયોગ કરતા આવ્યા છે.અને કરતા રહીસુ. મીઠા વગર ભોજનની કલ્પના પણ ન થઈ શકે નહિ. મીઠાનો ઉપયોગ રસોઈ સિવાય બીજે પણ ઘણી જગ્યાએ થાય છે.તમને આ જાણીને નવાઈ લાગશે પણ તમારા ઘરમાંથી નેગેટિવ એનર્જી દૂર કરવા માટે મીઠાનો પ્રયોગ ખૂબ જ અસરકારક છે. મીઠાથી થતા ફાયદા જાણીને તમે નવાઈ પામી જશો.

1.તમે આનાથી કીડીઓ દૂર કરી શકો છો.

મિત્રો એક તો મીઠાથી તમારા ઘરના ઉંબરે અને કિચનના પ્રવેશ પાસે મીઠાનો પાણીનો છંટકાવ કરવાથી તમને કીડીઓથી છૂટકારો મળી જશે. તમે કીડીઓનું જે ઉદભવસ્થાન લાગે ત્યાં એક બે દિવસ માટે મીઠુ ભભરાવી રાખો, કીડીઓનું નામોનિશાન દૂર થઈ જશે.

2. તમે આનાથી ભેજ ઓછો કરી શકો છો.

જો તમારા ઘરમાં વધારે ભેજ આવતો હોય અને તમને ડર હોય કે એના કારણે તમારી દિવાલો કે ફર્નિચર ખરાબ થઈ જશે તો જ્યાં ભેજ લાગે છે ત્યાં મીઠુ ભભરાવી દો. આમ કરવાથી મીઠુ હવામાંથી ભેજ શોષી લેશે અને એ જગ્યાને સ્વચ્છ અને કોરી રાખશે.

3.તમે ચાંદીના વાસણ સાફ કરવા માટે પણ કરી શકો છો.

મિત્રો જો કહીએ તો ચાંદીના વાસણ ખૂબ મોંઘા આવે છે અને સાથે સાથે તેની સાચવણી કરવી પણ જરૂરી છે. જો કાળજી ન લેવાય તો તે કાળા પડી જાય છે. અને પછી ખરાબ દેખાય છે.ચાંદીના વાસણોને ચકચકિત રાખવા અને તેના પરથી ડાઘ ધબ્બા દૂર કરવા મીઠા સાથે વિનેગર મિક્સ કરી દો.અને એનાથી વાસણ સાફ કરશો તો ચાંદીના વાસણ ફરી ઝગારા મારતા થઈ જશે.

4.તમે એનો ઉપયોગ પૂલ ચોખ્ખો કરવા માટે પણ કરી શકો છો.

આ એક સ્વિમિંગ પૂલ ચોખ્ખો કરવાનો સૌથી સરળ રસ્તો છે તેમાં મીઠુ નાંખવું. આમ તો મીઠાને કેમિસ્ટ્રીની ભાષામાં સોડિયમ ક્લોરાઈડ પણ કહેવાય છે. તેને પાણીમાં નાંખતા સોડિયમ અને ક્લોરિન છૂટા પડે છે. ક્લોરિન પૂલની ગંદકી દૂર કરે છે. આટલે તમારે કાયમ પાણી ક્લોરિન વાળુ નથી રાખવુ પડતા. પૂલમાં મીઠુ નાંખવાથી પૂલ પણ ચોખ્ખો રહે છે અને સ્કિનને ઈરિટેશન પણ નથી થતુ.

5.તમે આમ નેગેટિવ એનર્જી દૂર કરવા પણ ઉપયોગ કરી શકો છો.

આમ તો એવુ મનાય છે કે મીઠામાં નેગેટિવ ઉર્જા દૂર કરવાની ગજબ શક્તિ રહેલી હોય છે. તમારા ઘરની આજુબાજુએ અથવા તો તમારા વર્ક એરિયાની આસપાસ મીઠાનું પાણી છાંટો અને ભગવાનને ચોખ્ખા દિલથી પ્રાર્થના કરો. આમ કરવાથી તમને તમામ નેગેટિવ ઉર્જાથી છૂટકારો મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here