કંઇક આવુ છે PM મોદીના સ્વાસ્થ્યનું સિક્રેટ, તમે પણ કરી શકો છો ફૉલો

સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ છે. એવામાં દેશના ખૂણે-ખૂણામાં મોદી લહેર પોતાનો રંગ બતાવી રહી છે. તાજેતરમાં જ બોલિવુડના હીરો અક્ષય કુમારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઇન્ટરવ્યૂ લીધો તો ખાસ વાતચીતમાં મોદીજી પોતાના પર્સનલ લાઇફ સાથે જોડાયેલા ઘણા રહસ્યો જણાવ્યા. આ ઈન્ટરવ્યૂમાં મોદી પોતાની ફીટનેસ સાથે જોડાયેલી ઘણી વાતો જણાવી.

PM મોદી માત્ર 3 કલાકમાં જ પોતાની ઉંઘ પૂરી કરી લે છે. તેમણે ઇન્ટરવ્યૂમાં આંખ ખૂલતા જ મારા પગ જમીન પર આવી જાય છે. આ મારા જીવનનો ભાગ બની ગયો છે. મારી બોડી સાઇકલ જ એવી છે. મને 3 કલાકથી વધારે ઉંઘ આવતી નથી.

નરેન્દ્ર મોદી આયુર્વેદમાં સંપૂર્ણ વિશ્વાસ રાખે છે. તેમણે થાક વિશે જણાવ્યુ કે, હું ટૂવાલ પગ પર બાંધતો અને વચ્ચે નાની લાકડી પર પગ રાખતો, જેથી પ્રેશર આવતુ. આ રીતે સમગ્ર બોડીને જાતે મસાજ કરતો હતો.

મોદી પોતાને ફીટ રાખવા માટે હિમાચલના મશરૂમનું સેવન કરે છે. તમને જણાવી દઇએ કે, આ મશરૂમોની કિંમત બજારમાં 20-25 હજાર રૂપિયા કિલો છે. આ મશરૂમમાં વિટામિન બી, સી અને ડી હોય છે.

પીએમ મોદી દિવસભર નોર્મલ પાણીના બદલે હૂંફાળું પાણી પીવે છે. યાત્રા સમયે પણ તે હૂંફાળું પાણી પીવાનું પસંદ કરે છે. તેનાથી શરીરને એનર્જી મળે છે.

મોદી દિવસમાં બે વખત ચા પીવાનું પસંદ છે અને તે પણ ખાંડ વિનાની. તેઓ સવારે અને સાંજે 6 વાગ્યે શાંતિમાં ચા પીવાનું પસંદ કરે છે.

પ્રધાનમંત્રીએ ખુલાસો કર્યો હતો કે તેઓને જો ઠંડી લાગી જાય તો તેઓ ગરમ પાણી પીવે છે અને તેની સારવાર કરવા માટે તે 2 દિવસ ઉપવાસ કરે છે.

સરસવના તેલના લાભ વિશે વાત કરતા મોદીએ કહ્યું હતું કે ગરમ પાણી ઉપરાંત તે પોતાની શરદીને દૂર કરવા માટે સરસવના તેલનો ઉપયોગ કરે છે. આ તેલને ગરમ કરીને થોડાક ટીપા નાકમાં નાખે છે. આવી રીતે તેઓ 2 દિવસમાં સજા થઇ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here