પાકિસ્તાનમાં જ્યારે પાયલોટ પકડાય તો શું થાય છે? કેવી રીતે આવે છે પરત?
કારગિલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના કબજામાં હતો આ ભારતીય પાયલોટ, 8 દિવસ બાદ આમ આવ્યો હતો પરત.
પાકિસ્તાને દાવો કર્યો છે કે તેણે બે ભારતીય વિમાન તોડી પાડ્યા છે અને 2 પાયલોટની ધરપકડ કરી છે,. તેના દાવાનું સત્ય હજુ બહાર આવ્યુ નથી. 20 વર્ષ પહેલા કારગિલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાને ભારતના એક ફાઇટર પાયલટની ધરપકડ કરી હતી. જેનું નામ હતું કે.નચિકેતા. નચિકેતાના પાકિસ્તાનથી પરત ફરવાની વાર્તા રસપ્રદ છે.
પાયલોટની પાકિસ્તાને કરી હતી ધરપકડ
3 જૂન, 1999 માં કારગિલ યુદ્ધ દરમિયાન IAF ના ફાઇટર પાયલોટ કે.નચિકેતાને ભારતીય વાયુસેના તરફથી ચલાવવામાં આવેલા ‘ઓપરેશન સફેદ સાગર’ માં MIG 27 ઉડાવવાનું કામ સોપવામાં આવ્યુ હતું. તે સમયે તેની ઉંમર 26 વર્ષની હતી. જ્યાં નચિકેતાએ દુશ્મનની નજીક જઇને 17 હજાર ફૂટથી રોકેટ છોડ્યા અને દુશ્મનના કેમ્પ પર લાઇવ રોકેટ ફાયરિંગથી હુમલો કર્યો હતો પરંતુ આ વચ્ચે તેના વિમાનનું એન્જિન ખરાબ થઇ ગયુ જે બાદ એન્જિનમાં આગ લાગતા MIG27 ક્રેશ થઇ ગયુ હતું.
પાયલોટને કરવામાં આવતો ટોર્ચર
નચિકેતા વિમાનમાંથી સુરક્ષિત બહાર નીકળવામાં તો સફળ રહ્યો પરંતુ તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) પાસે સ્કાર્દૂમાં ફસાઇ ગયો હતો. પાકિસ્તાની સૈનિકોએ તેને પોતાના કબજામાં લઇ લીધો હતો. જે બાદ પાકિસ્તાન સેનાએ તેને શારીરિક અને માનસિક બન્ને રીતે ટોર્ચર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની આર્મી તેની પાસે ભારતીય આર્મીની જાણકારી કઢાવવાનો પ્રયાસ કરી રહી હતી પરંતુ તેને કઇ પણ બતાવવાનો ઇનકાર કરી દીધો હતો.
આ રીતે પાકિસ્તાનમાંથી થયો છુટકારો
નચિકેતાએ જણાવ્યુ કે તેને ખરાબ રીતે મારવામાં આવતો હતો. તેના પ્લેન ક્રેશના સમચાર ઇન્ટરનેશનલ મીડિયામાં છવાયેલા રહ્યાં હતા. પાકિસ્તાન સરકાર પર દબાણ વધ્યુ અને 8 દિવસ બાદ પાકિસ્તાની આર્મીએ નચિકેતાને ઇન્ટરનેશનલ કમિટી ઓફ ધ રેડ ક્રોસને સોપ્યો હતો.
જે બાદ નચિકેતાને વાઘા બોર્ડરના રસ્તે ભારત મોકલવામાં આવ્યો હતો.તત્કાલીન રાષ્ટ્રપતિ કેઆર.નારાયણન અને વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ શાનદાર રીતે તેનું સ્વાગત કર્યુ હતું. કારગિલ યુદ્ધ 26 જુલાઇ, 1999 માં પૂર્ણ થયુ હતું.
27 વર્ષ વાયુસેનામાં આપી સેવા
મહત્વપૂર્ણ છે કે વાયુ સેનામાં તેની બહાદુરીમાં નચિકેતાને વાયુ સેના મેડલથી સન્માનિત કરવામાં આવ્યો હતો. નચિકેતાનો જન્મ 31 મે, 1973 માં થયો હતો. તેના માતા-પિતાનું નામ આર કે શાસ્ત્રી અને શ્રીમતી લક્ષ્મી શાસ્ત્રી છે. તેને પોતાનો અભ્યાસ દિલ્હીમાં કેન્દ્રીય વિદ્યાલયમાંથી કર્યો છે. જે બાદ પૂણે નજીક ખડકવાસલા નેશનલ ડિફેન્સ એકેડમીમાં ટ્રેનિંગ લઇને વાયુ સેનામાં ભરતી થઇ ગયો હતો. નચિકેતા 1990 થી વર્ષ 2017 સુધી વાયુ સેનામાં પોતાની સેવા આપી. મહત્વપૂર્ણ છે કે તેની રેન્ક ભારતીય વાયુસેનામાં ગ્રુપ કેપ્ટનની હતી.
કારગિલ યુદ્ધ દરમિયાન ઇજા થતા ફાઇટર ફ્લાઇંગમાં પરત જવામાં અસમર્થ હતો પરંતુ છતાં પણ તેને હિમ્મત હારી નહતી અને વિશાળ II-76 ટ્રાન્સપોર્ટ વિમાન ઉડાવતો હતો. તેનું કહેવુ હતું કે એક પાયલોટનું દિલ હંમેશા એક વિમાન સાથે જોડાયેલુ રહે છે.