અભિનંદનના પિતા પણ હતા ભારતીય વાયુસેનામાં તેઓ પણ 40 પ્રકારના પ્લેન ઉડાવી જાણે છે, વાંચો તમામ

અભિનંદનના પિતાના પણ વાયુસેનાના ધુરંધર પાયલોટ, 40 પ્રકારના એરક્રાફ્ટ ઉડાવી જાણે છે

રાતોરાત 125 કરોડ ભારતીયોના હીરો બની જનારા ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનનો પરિવાર જ જાણે પાયલોટોનો પરિવાર છે.

અભિનંદનના પિતા નિવૃત્ત એર માર્શલ એસ વર્થમાન વાયુસેનાના ધુરંધર પાયલોટ પૈકીના એક મનાય છે. એસ,વર્થમાને 1973 માં ભારતીય વાયુસેનામાં પાયલોટ તરીકે કેરિયર શરુ કરી હતી. તેઓ ચાલીસ પ્રકારના એરક્રાફ્ટ ઉડાવી જાણે છે. તેમની પાસે 4000 કલાકનો ઉડ્ડયનનો અનુભવ છે. કારગિલ જંગ વખતે તેઓ ગ્વાલિયરમાં ચીફ ઓપરેશન ઓફિસર હતા. જ્યાં તેઓ મિરાજ 2000 એરક્રાફ્ટ ઓપરેટ કરતા હતા. જેણે કારગીલ યુધ્ધમાં વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

એસ વર્થમાને કહ્યુ હતુ કે મારો પુત્ર દેશના સાચો સિપાહી છે અને આ મુશ્કેલ સ્થિતિમાં સાથ આપવા બદલ હું તમામ લોકોનો આભાર માનુ છું. અભિનંદનના પત્ની તન્વી મારવાહ પણ નિવૃત્ત હેલિકોપ્ટર પાયલોટ છે.

પીઓકેમાં યુવકોએ જુઠ્ઠુ બોલીને વિંગ કમાન્ડર અભિનંદનને પકડી લીધા – જાણો આખો ઘટનાક્રમ

બુધવારે પાકિસ્તાની વાયુસેનાના એફ-16 વિમાનને ભગાડવા માટે તેનો પીછો કરનારા મીગ-21 ના પાયલોટ વિંગ કમાન્ડર અભિનંદનને કમનસીબે પ્લેન ક્રેશ થઈ જવાથી પાક કબ્જા હેઠળના કાશ્મીરમાં પેરાશૂટ વડે ઉતરાણ કરવુ પડ્યુ હતુ.

જ્યાં સ્થાનિક પાકિસ્તાનીઓએ જુઠ્ઠુ બોલીને તેમને પકડી લીધા હોવાનુ સામે આવ્યુ છે. પાકિસ્તાનના અખબારે આ ઘટનાના સાક્ષી તેમજ મુઝઝફરાબાદ નજીકના હોરા ગામના રહેવાસી મહોમ્મદ રઝાક ચૌધરીને ટાંકીને જણાવ્યુ છે કે, બુધવારે સવારે 8.45 વાગ્યે મેં ધડાકાનો અવાજ સાંભળ્યો હતો. મને લાગ્યુ કે કુતરાઓને ભગાડવા માટે ધડાકો કરાયો છે. એ દરમિયાનમાં જ મેં બે વિમાન આગમાં ઘેરાયેલા જોયા હતા.

રઝાક ચૌધરીએ કહ્યુ હતુ કે આ પૈકીનુ એક વિમાન એલઓસી પાસે પડ્યુ હતુ. જ્યારે બીજુ વિમાન તેનાથી આગળ આવ્યુ હતુ અને મારા ઘરથી એક કિમી દુર તેનો કાટમાળ પડ્યો હતો. એ પછી મેં એક પેરાશૂટને ખુલ્લી જગ્યામાં ઉતરતા જોયુ હતુ. મેં અખબારને ફોન કરીને સમગ્ર વાતની જાણકારી આપી હતી. તેની સાથે સાથે મેં ગામના યુવકોને કહ્યુ હતુ કે પાક સેના આવે નહી ત્યાં સુધી વિમાનના કાટમાળ પાસે જતા નહી.

રઝાકે કહ્યુ હતુ કે, સેનાના અધિકારીઓ આવે તે પહેલા કેટલાક યુવકો વિમાન ક્રેશ થયુ ત્યાં પહોંચી ગયા હતા. પાયલોટે જ્યારે યુવકોને પૂછ્યુ કે હું ક્યાં છું ત્યારે એક યુવકે કહ્યુ હતું કે આ ભારત છે. એ પછી પાયલોટ (વિંગ કમાન્ડર અભિનંદન) જોર જોરથી હિન્દુસ્તાનના સમર્થનમાં નારા લગાવવા માંડ્યા હતા.

“પાયલોટે ફરી યુવકોને પૂછ્યુ હતુ કે ભારતમાં આ કઈ જગ્યા છે. તેનો જવાબ એક યુવકે આપતા કહ્યુ હતુ કે આ કિલા નામની જગ્યા છે. પાયલોટે બાદમાં કહ્યુ હતું કે મારી પીઠમાં ઈજા થઈ છે.તેણે પીવા માટે પાણી પણ માંગ્યુ હતુ.”

રઝાકનુ કહેવુ હતુ કે, ભારત સમર્થનમાં પાયલોટના નારા સાંભળીને કેટલાક યુવકો નારાજ થઈ ગયા હતા અને પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવવા માંડ્યા હતા. જે સાંભળીને પાયલોટે પોતાની સર્વિસ પિસ્ટલ નિકાળી હતી અને સ્થળ પરથી ભાગવાનુ શરુ કરી દીધુ હતુ. એ પછી પાકિસ્તાનીઓએ તેમના પર પથ્થરમારો કર્યો હતો અને તેમને પકડી લીધા હતા.તેમની સાથે મારપીટ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here