અનોખો સત્યાગ્રહઃ દેશના PF ના કર્મચારીઓ જાપાનીઓના માર્ગે, બે કલાક વધુ કામ કરી વિરોધ નોંધાવશે

દેશમાં પ્રથમ વખત એમ્લોયઝ પ્રોવિડંડ ફંડ ઓફિસર્સ એસોશિયેશન દ્વારા દેશવ્યાપી અનોખો સત્યાગ્રહ શરૂ કર્યો છે. 15 વર્ષથી પણ જુની પડતર માંગણીઓને પી.એફ ઓફિસના કર્મચારીઓ દેશભરમાં આજથી, 5 – સપ્ટેમ્બર સુધી ઓફિસના સમયબાદ 2 કલાક વધારે કામ કરશે અને તેમનો વિરોધ વ્યક્ત કરશે. અગાઉ જાપાનમાં કર્મચારીઓ સમય કરતા વધારે કામ કરીને વિરોધ કરતા હોવાના બનાવો પ્રકાશમાં આવ્યા હતા.

દેશમાં પ્રથમ વખત અનોખો સત્યાગ્રહ કરવાનું નક્કી કરવામાં આવ્યું

વડોદરા ખાતે એમ્લોયઝ પ્રોવિડંડ ફંડ ઓફિસર્સ એસોશિયેશનના જનરલ સેક્રેટરી અભયાનંન તિવારી વડોદરા ખાતે આસિ.પી.એફ.કમિશ્નર તરીકે ફરજ બજાવે છે. તેમના કાર્યકાળ દરમિયાન કર્મચારીઓની સમસ્યાઓને લઇને અનેકો વખત ઉપરી અધિકારીઓને રજુઆત કરી ચુક્યા છે. પરંતું વર્ષો જુની સમસ્યાઓનું હલ આજદિન સુધી વારંવાર રજુઆત બાદ પણ ન આવતા આખરે દેશમાં પ્રથમ વખત અનોખો સત્યાગ્રહ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં 27,ઓગસ્ટથી- 5,સપ્ટેમ્બર સુધી ઓફિસના કલાકો બાદ 2 કલાક વધું ઓફિસમાં કામ કરીને તેમનો વિરોધ વ્યક્ત કરશે. એસોશિયેશન સાથે સંકળાયેલા દેશભરના તમામ પી.એફ ઓફિસો દ્વારા 2 કલાક કામ કરીને અનોખા સત્યાગ્રહમાં જોડાશે. સત્યાગ્રહના 2 કલાક દરમિયાન દેશભરના પી.એફ કર્મચારીઓ કા‌ળી પટ્ટી બાંધશે. અમે કામ ન થવાની સંવેદના જાણીએ છીએ,જેથી અમારી વાત રજુ કરવા માટે અમે ઓફિસમાં 2 કલાક વધુ કામ કરવામાં આવશે.

21થી વધુ રાજ્યોના કર્મચારીઓ જોડાશે

એમ્લોયઝ પ્રોવિડંડ ફંડ ઓફિસર્સ એસોશિયેશન દ્વારા બે દિવસ અગાઉ દેશના 21 થી વધુ રાજયોમાં કામ કરી રહેલા કર્મચારીઓ સાથે ચર્ચા કરીને 15 વર્ષથી પણ વધું જુની પડતર સમસ્યાઓ સામે અનોખો વિરોધ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. 28 ઓગસ્ટથી-5 સપ્ટેમ્બર સુધી ઓફિસ ના કલાકો પુરા થયા બાદ બે કલાક વધું કામ કરીને વિરોધ દર્શાવવામાં આવશે.

પડતર પ્રશ્નોનો નિકાલ કરાતો નથી

પી.એફ કર્મચારીઓની ડિસીપ્લીનરી એક્શન સમયસર લેવા, સિનિયર ટાઇમ સ્કેલ આપવું, ડિસ્ટ્રીકટ અને ઝોનલ ઓફિસમાં વર્ક પ્રોફાઇલીંગ-ઇન્ફ્રાસ્ટ્રકચર માટે બજેટ ફાળવવું, કર્મચારીઓની ભરતી કરવી, કર્મચારીઓના પ્રોમોશન આપવું, સિનિયોરીટી પ્રમાણે ડી.ઓ.પી.ટીના ઓર્ડર પ્રમાણે કામ કરવું સહિતની માંગણી પડતર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here