અત્યારના સમયમાં દરેક લોકો પેટ્રોલના ભાવથી પરેશાન થઈ ગયા છે. પેટ્રોલના ભાવ 100ની પાર થવા લાગ્યા છે. ત્યારે દરેક લોકો પોતાના ધંધા-રોજગાર માટે વાહનનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ આ પેટ્રોલના ભાવને કારણે ખૂબ જ પરેશાની વધી જાય છે. એટલે જ જ્યારે નવા વાહનોની ખરીદી કરવામાં આવે ત્યારે તેની માઈલેજ વિશે પૂછવામાં આવે છે. ઘણી વખત આપણે પેટ્રોલ પુરાવીએ છીએ ત્યારે છેતરપિંડી કરવામાં આવે છે. જેટલા રૂપિયાનું પેટ્રોલ પુરાવાનું હોય તેના કરતા આપણે ઓછું પેટ્રોલ મળે છે. અને આપણને ખબર પણ નથી રહેતી. તો ચાલો આજે આપણે જાણીએ અમુક એવા મુદ્દા કે જેના વિશે આપણને ખબર પડી શકે કે તમે પેટ્રોલના પૈસા આપ્યા છે તે પ્રમાણે પેટ્રોલ આવ્યું છે કે નહીં.
જ્યારે પણ પેટ્રોલ કરાવો ત્યારે મીટર પર ઝીરો છે કે નહીં તે અવશ્ય જુઓ. અને જો મીટરમાં પેટ્રોલની કિંમત નો હોય તો તમારી સાથે છેતરપિંડી થઈ શકવાની શક્યતા છે. આ ઉપરાંત ઘણી વખત પેટ્રોલ પંપ જઈએ ત્યારે શરુ જ મીટર હોય છે આવી આવી જગ્યાએ ક્યારેય પેટ્રોલ ભરાવું નહિ કારણ કે મીટરમાં ગરબડ થવાને કારણે ઘણી વખત આપણને પેટ્રોલ ઓછુ મળી શકે છે.
આ ઉપરાંત બપોરના સમયે ક્યારેય પેટ્રોલ ભરાવવું નહીં. સવારે અથવાતો સાંજે પેટ્રોલ પુરાવવું કારણ કે, પેટ્રોલ પંપ પર સ્ટોર પ્રોસેસ માટે જમીનથી ચાર થી છ મીટર અંદર ટેંક આવેલી હોય છે. અને સવારે અને સાંજે તાપમાન ઓછું હોવાને કારણે પોઇન્ટ ટુ પોઇન્ટ આપણને મળી શકે છે. ત્યારબાદ ઘણી વખત પેટ્રોલ ભરાવતી વખતે મીટર ફટાફટ ફરી જાય છે. ત્યારે તે પેટ્રોલ ભરતા હોય તે વ્યક્તિને તેની સ્પીડ નોર્મલ કરવાનું કહો.
આ ઉપરાંત જ્યારે પણ આપણે પેટ્રોલ પુરાવી ત્યારે ત્યારે પેટ્રોલ રાઉન્ડ ફિગર માં ના ભરાવો. પેટ્રોલ જ્યારે પૂરવામાં આવે ત્યારે લિટર પ્રમાણે જ કરાવવું. કારણ કે, ઘણી વખત મીટરમાં રાઉન્ડ ફિગર સેટ કરેલી હોય છે. અને પેટ્રોલ ની ચોરી થઇ શકે છે. આ ઉપરાંત નવા ડિજિટલ મીટર પર જ પેટ્રોલ પુરાવો કારણ કે, ઘણી વખત જુના મીટરને મા પેટ્રોલ ની ચોરી થવાની શક્યતા વધી જાય છે.
મોટાભાગે લોકો સો રૂપિયા કે 200 રૂપિયાનું પેટ્રોલ પુરાવતા હોય છે. જો આવી રાઉન્ડ ફિગરમાં પુરાવો તો ચોરી થવાની શક્યતા વધી જાય છે. એટલે રાઉન્ડ ફિગરમાં ક્યારેય પેટ્રોલ ના પુરાવો. આપણે પેટ્રોલ પુરાવી ત્યારે વેડિંગ દસ પંદર થી શરૂ થાય છે. તે ખૂબ જ ધ્યાન રાખો. કારણ કે ઓછામાં ઓછું ત્રણ થી શરૂ થવું જોઈએ. નહીં તો પેટ્રોલ ની ચોરી થઇ શકવાની સંભાવના ખૂબ જ વધી જાય છે. અને જો મીટર ખૂબ જ ઝડપી ચાલતું હોય તો મીટરની સ્પીડ નોર્મલ કરવાનું કહી શકો છો.