ગુજરાતના પંચમહાલમાં આવેલું પાવાગઢ મહાકાળી માતાનું શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર ખૂબ જ પ્રાચીન અને ઐતિહાસિક સ્થળ તરીકે જાણીતું છે. ૫૧ શક્તિપીઠ માંથી પાવાગઢ પણ એક શક્તિપીઠ તરીકે ઓળખાય છે. ગુજરાતમાં મુખ્ય ત્રણ શક્તિપીઠ આવેલા છે. એક ચોટીલા,બીજુ પાવાગઢ અને ત્રીજું અંબાજી.
એવું કહેવાય છે કે, ભગવાન શિવ જયારે માતા સતીના શબને લઈ ને તાંડવ કરવા લાગ્યા હતા. ત્યારે તેમના ક્રોધને શાંત કરવા માટે વિષ્ણુ ભગવાને સુદર્શન થી દેવી ના ટુકડા કર્યા હતા. અને જે સ્થળે તેના ટુકડા અને આભૂષણો પડ્યાં તેને શક્તિપીઠ તરીકે ઓળખાય છે. આ પાવાગઢ માં આવેલા આ શક્શતિપીઠ માં સતી માતાના જમણા પગની આંગળી આ જગ્યા પર પડી હતી. એટલે માતા તરીકે આ સ્થળ ખૂબ જ પૂજવા લાયક છે.
દૂરદૂરથી ભક્તો માતાના દર્શન કરવા માટે અને પોતાની તકલીફો લઈને આવે છે. અહીંયા કેટલી સંસ્કૃતિના અવશેષો પણ જોવા મળે છે. હજારો વર્ષો પહેલા મહા ધરતીકંપ થયો. ત્યારે ધરતીમાંથી જ્વાળામુખી ફાટી અને આ પાવાગઢના કાળા ડુંગર વાળો પર્વત અસ્તિત્વમાં આવ્યો. એવું કહેવાય છે, કે જેટલો પર્વત દેખાય છે તેના કરતાં ધરતીની અંદર વધારે છે એટલે કે આપણે પા જેટલો ભાગ જ જોઈ શકે છે. એટલે જ તેનું નામ પાવાગઢ પડ્યું છે.
નવરાત્રિમાં લાખો ભક્તો માતાના દર્શન માટે અહીંયા આવે છે. શંકુ આકારના આ પર્વત આવેલો છે. આ મંદિરના ગર્ભગૃહમાં માતાજીની નેત્ર પ્રતિભા આવેલી છે. માતાજીએ મહાકાળી સ્વરૂપે રક્તબીજ નામના રાક્ષસનો સંહાર કર્યો હતો. રક્તબીજ નામના રાક્ષસને એવું વરદાન હતું કે એનું એક લોહીનું ટીપું નીકળે તો તેના જેવો જ એક રાક્ષસ ઉત્પન્ન થાય. માતાજીએ ખપ્પરની મદદથી રક્તબીજ નો સંહાર કર્યો. અને પૃથ્વી પર એક પણ લોહીનું ટીપુ પણ પડવા ન દીધુ.
અહીંયા પાવાગઢ ના પર્વત પર જ ભદ્રકાળી માતાના મંદિરે જવાની રસ્તો પણ છે. મંદિરની ઉત્તર દિશામાં ત્રિવેણી કુંડ આવેલો છે. ઘણા લોકો અહીંયા શ્રદ્ધાથી પગપાળા ચાલતા આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ થાય છે. અહિયાં આવતા ભક્તો માટે રહેવાની અને જમવાની પણ વ્યવસ્થા કરેલી છે. દરેક ભાવિક ભક્તો પોતાના દુઃખ લઈને આવે છે અને માતા તેના દરેક દુઃખ ને ટાળી દે છે. અહિયાં મોટા પ્રમાણમાં ભક્તો ચાલીને આવે છે.
એક બીજી કથા પ્રમાણે વર્ષો પહેલા મહર્ષિ વિશ્વામિત્ર આ પર્વત પર નિવાસ કરતા હતા. આ પર્વત પર ઉગ્ર તપશ્ચર્યા કર્કયા પછી વિશ્વામિત્ર ને બ્રહ્મર્ષિ નું પદ મેળવ્યું હતું. એવું કહેવાય છે કે વિશ્વામિત્ર ઋષિએ કાલિકા માતા એ આપેલા નર્વાણ મંત્ર નું અનુષ્ઠાન કરીને બ્રહ્મર્ષિ નું પદ મેળવ્યું હતું. અને બ્રહ્મર્ષિ નું પદ ચિરંજીવી રાખવા માટે જગદંબા અહીંયા હાજરાહજૂર બીરાજમાન થયા હતા.
પાવાગઢ નું મંદિર મુસ્લિમો માટે પણ એક શ્રદ્ધાનું કેન્દ્ર છે. અહીંયા અદાલત શા પીર ની દરગાહ આવેલી છે. એટલે અહીંયા મુસ્લિમો પોતાનું માથું ટેકવવા માટે આવે છે. ચૈત્રી પૂનમના દિવસે અહીંયા મેળો ભરાય છે ભાવિક ભકતો દૂરદૂરથી માતાના દર્શન કરવા માટે ચાલતા આવે છે. અને દરેક ભક્તો ભોજન કરે છે.