ગુજરાતમાં અને અન્ય દરેક જગ્યાએ આજકાલ મહિલાઓ પર દુષ્કર્મની અનેક ઘટનાઓ સામે આવવા લાગી છે.દરેક જગ્યાએ હવસ ના ભૂખ્યા લોકો પોતાના કન્ટ્રોલ ને ખોઈ બેસતા ના ભરવાના પગલાં ભરે છે.અમરેલીમાં એક એવો કિસ્સો જે સાંભળી તમે ચોંકી જશો.અમરેલીમાં પતિએ દોઢ વર્ષ સુધી પ્રેમીકા સાથે શરીર સંબંધ બાંધ્યા હતા અને ચોંકાવનારી વાત એ છે કે તે વખતે યુવકની પત્ની દર વખતે એવું કહેતી હતી કે તમે બન્ને રૂમમાં જાવ હું બહાર ધ્યાન રાખું છે.હવે તમે જ વિચારો એવી કઈ પત્ની હોય જે પોતાના યુવક ને બીજાની સાથે સુવા માટે જવાદે.
હાલ આ ઘટનાને લઈને સાવરકુંડલા તાલુકાના નેસડી ગામની એક યુવતીએ સાવરકુંડલા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.જેમાં તે જ ગામના ગૌતમ મનુભાઇ મકવાણા નામના યુવક અને તેની પત્ની ભાવિકા સામે ફરિયાદ નોંધાવી છે.સાવરકુંડલા તાલુકા પોલીસમાં ફરિયાદ મુજબ પત્ની પોતાના પતિને યુવતી સાથે શારીરિક સંબંધો બાંધવા માટે મદદ કરતી હતી.ખરેખર તો પત્નીએ આ બાબતે યુવક ને રોક લગાવી જોઈએ પરંતુ આવું ન કરતાં તેણે પોતાના પતિ નો સાથ આપ્યો હતો.
અહીં જે મુજબ ની માહિતી પ્રાપ્ત થાય છે તે મુજબ વાત કરીએ તો સાવરકુંડલા તાલુકાના નેસડી ગામની એક 18 વર્ષીય યુવતીને દોઢેક વર્ષ પહેલા ગૌતમ મકવાણા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો.ગૌતમ મકવાણા પરિણીત હતો અને તેના પરિવારમાં તેની પત્ની અને તેના બે સંતાનો હોવા છતાં પણ તે પ્રેમમાં આગળ વધ્યો.એટલુંજ નહીં તેને તેમાં તમામ હદો પાર કરી દીધી હતી.એક દિવસ તો હદ થઈ ગઈ ગૌતમ મકવાણાએ પ્રેમમાં રહેલી યુવતીને ઘરે બોલાવી દરવાજા બંધ કરી દીધા હતા અને ધમકી આપતા કહ્યું હતું કે જો તું મારી સાથે શરીર સંબંધ નહીં બાંધે તો તારા ભાઇઓને મારી નાખીશ તેવી ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું.
આ ઘટના પછી પણ ગૌતમ મકવાણાના મનમાં હવસનો કીડો શાંત પડ્યો નહોતો.આ બાદ પણ તેણે અવાર નવાર યુવતીને પોતાના ઘરે બોલાવતો હતો.અને તેની પત્ની ભાવિકાની હાજરીમાં જ તેને રૂમમાં લઇ જઇ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધતો હતો.પત્ની પોતાના પતિ ને રોક વાની જગ્યાએ તેનો સાથ આપતી હતી.અહીં હવે આ ઘટનાં પુરી થઈ હતી નહીં પણ સતત દોઢે એક વર્ષ સુધી ચાલ્યો હતો.ગૌતમ મકવાણા આટલેથી અટક્યો નહોતો તેને યુવતી સાથે શારીરિક સંબંધ બાંધતી વખતે તેના બીભત્સ ફોટા પણ પાડી લીધા હતા અને તેની પત્નીની હાજરીમાં બીભત્સ વીડિયો ઉતારી લીધો હતો અને તે આ વીડિયો તથા ફોટાના આધારે યુવતીને ધમકી આપી હતી કે કોઇને કંઈ વાત કરી તો તારી આવી બનશે.
એક દિવસ ગૌતમ મકવાણાએ યુવતીના બીભત્સ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દીધા હતા.જેના કારણે યુવતીની બદનામી થઈ ગઈ.પોતાના જ ગામના જુદા જુદા લોકો અને તેના પરિવારના મોબાઇલમાં આ ફોટા પહોંચ્યા હતા.જેને પગલે યુવતીએ પોતાના પરિવારને સાથે રાખી પોલીસ મથકે દોડી જઇ ફરિયાદ નોંધાવી હતી.ત્યારે આ તમામ બાબતો નો કાળો ચિઢ્ઢો સામે આવી ગયો હતો.અને ત્યારબાદ આ પતિ પત્ની ની અટકાયત કરવામાં આવી.