સતત વધતાં પેટ્રોલ ના ભાવ થી પરેશાન થઈને ગુજરાતનાં આ યુવાને બનાવી પાણીથી ચાલતી ગાડી,જાણવા માટે અહિયાં ક્લિક કરો.

રોજેરોજ પેટ્રોલ અને ડીઝલ ના ભાવ માં થયેલા વધારે ને લીધે સૌ કોઈ મુશ્કેલી માં મુકાઇ રહ્યા છે. પેટ્રોલ ના ભાવ લિટર 90 રૂપિયા થી ઉપર થઈ ગયા છે. એટલે સામાન્ય માણસ ની જિંદગી જીવવા માટે ખૂબ જ મુશ્કેલી મુકાઇ રહી છે. પેટ્રોલ ના ભાવ વધવાને કારણે સૌથી વધારે ફટકો મધ્યમ વર્ગ ના લોકો ને થાય છે. ભારત સરકાર દ્વારા દિવસે ને દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ માં વધારા ને કારણે દરેક લોકો નું જીવવું અઘરું બનતું જાય છે.

અત્યાર ના સમય માં પેટ્રોલ અને ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારોમાં ખૂબ જ ઓછા હોવા છતાં પણ ભારત સરકાર દ્વારા તેમના ઉપર ખૂબ જ વધારે ટેક્સ લગાવી અને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત અને સતત વધારો કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે દરેક વ્યક્તિ માટે થોડા રાહતના સમાચાર આવ્યા છે. જે જાણી ને સૌ કોઈ રાહત નો શ્વાસ લઈ શકે છે. જેના જેના કારણે થોડી સરળતા થઈ શકે છે.

ગુજરાત ના પોરબંદર જિલ્લામાં એક યુવાને પોતાની બાઇક પાણીથી ચાલે તેવી એક અનોખી કીટ બનાવી છે. અને તે કિટમાં તેમના દ્વારા મેટલ ઈલેક્નોડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ગાડી માં પાણીનું ગેસ માં રૂપાંતર થાય છે. અને પછી ગેસને કારણે બાઈક ચાલે છે. અને સસ્તા માં આપણે મુસાફરી કરી શકીએ છીએ.

આ યુવાને બાઇક ને સ્ટાર્ટ અપ કરીને અને તેમને ડેમો પણ બતાવ્યો છે. આ નવયુવાન પોરબંદરમાં રહે છે. અને તેનું નામ છે અશ્વિનભાઈ જોગિયા. તેમણે બીએસસી ફીઝીક્સ નો અભ્યાસ કર્યો છે. અને તે સાવ સામાન્ય ઘરમાંથી આવે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ માં સતત વધારાને લીધે તે પોતાનું બજેટ કઈ રીતે મેનેજ કરી શકે તે વિષય પર વારંવાર વિચાર કરતો હતો.

આ વિચાર અશ્વિનભાઈના મામા દ્વારા આપવામાં આવ્યો હતો. તેમના મામા એવું કહેતા કે પેટ્રોલ અને ડીઝલ થી તો સૌ કોઈ બાઈક ચલાવે પરંતુ ભાણા પાણીથી બાઈક ચાલે તેવી વ્યવસ્થા કરવી જોઈએ અને તેણે મામાની વાત સાંભળી તેનો પડતો બોલ ઝીલી લીધો અને ખૂબ જ વધારે મહેનત કરી અને એક કીટ બનાવી કે જેના લીધે ગાડી માં પેટ્રોલ અને ડીઝલની જરૂર પડતી નથી.

આ ગાડી માં ખાલી પાણીની મદદથી બાઈક ચલાવી શકાય ત્યાર પછી પેટ્રોલ અને ડીઝલના બદલે આ બાઇકમાં મેટલ ઇલેક્ટ્રોડ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. મેટલ ઇલેક્ટ્રોડની મદદથી પાણીને ગેસ માં રૂપાંતર કરી શકાય છે. તે ઉપરાંત હાલમાં કોઈ પણ વાહન પેટ્રોલ ડીઝલ સીએનજી અને એલપીજી વાહનથી ચલાવી શકાય છે.

પેટ્રોલ અને સીએનજી ના ઉપયોગ થી તેમાં ખૂબ જ વધારે ધુમાડો ઉત્પન્ન થાય છે. પરંતુ તેનો ઉપાય પણ છે. જેનો ઉપાય કરી અને તમે તમારું વાહન શુદ્ધ પાણી ની મદદથી ફુલ કેપેસીટી વધારવા માટે પણ ઉપયોગ કરી શકો છો. આ કીટ ની મદદથી તમે શુદ્ધ પાણીની મદદથી તમારી બાઈક ચલાવી શકો છો.

આ નવયુવાન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દરરોજ દિવસે અને દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત થઈ રહેલા વધારો થઈ રહ્યો છે. તે ઉપરાંત તેમના થી થતા હવામાં પ્રદૂષણના કારણે ગ્લોબલ વોર્મિંગમાં પણ ખૂબ જ વધારો થઈ રહ્યો છે. એટલા માટે તેમણે બહાર બાઈકમાં એક એવી વ્યવસ્થા કરી છે. કે જેમાં પાણીને ગેસ માં રૂપાંતરિત કરી અને તે ગેસનો ઉપયોગ કરી ને ગાડી નું એન્જિન સપ્લાય કરી શકાય છે.

આ કીટ બાઇકમાં ફીટ કરવા થી એન્જિન ની બાજુમાં રહેતા કારબેટર ને સાફ કરવાની જરૂરિયાત રહેતી નથી. તે સિવાય સરકાર દ્વારા ખાલી પાણીથી બાઈક ચાલે તેવી પરવાનગી આપવામાં આવતી નથી. એટલે તેમાં ૫૦ ટકા જેટલું ફયુલ કેપેસિટી વધારનાર ફેવરિટ બનાવી પડે એટલે કે ૧૧૦ સીસી નું એન્જિન એક લિટર પાણીથી અને ૫૦૦ એમએલ પેટ્રોલથી પણ ચાલે છે.

તે ઉપરાંત આ યુવાન હંમેશા કંઇક ને કંઇક નવું અને રચનાત્મક પ્રવૃત્તિ કરવાની સતત પ્રયત્ન કરે છે. આ યુવાન દ્વારા છ મહિના પહેલાં પણ આ કીટ બનાવી અને ટ્રાય કરવામાં આવી હતી પરંતુ તેમનું બાઈક આ તે વખતે શરૂ થયું ન હતું પરંતુ સદ્દનસીબે આ વખતે પ્રેમનો પ્રયોગ સફળ રહ્યો હતો અને તેમનું બાઈક શરૂ થઈ ગયું હતું.અને આ ગાડી દરેક લોકોને પોતાના બજેટ પ્રમાણે ઉપયોગ કરી શકાય છે.

ત્યાર પછી દર મહિનામાં આ યુવાન દ્વારા ૫૦ થી વધુ કેમિકલ અને અનેક પ્રકારનાં પેટ્રોલ અને અનેક પ્રકારનાં કેમિકલનો અભ્યાસ કરી અને તેમણે પાણી થી ચાલતી બાઈક બનાવી છે. તેમાં ૫૦ ટકા પેટ્રોલ અને ૫૦ ટકા પાણી થી બાઈક ચલાવી શકાય તેવું સંશોધન તેમના દ્વારા કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here