દિવાળીમાં મિઠાઇ અને ફરસાણના બધાંના ઘરે અલગ-અલગ પ્રકારના મુખવાસ પણ અચૂક હોય છે. મોટાભાગે મુખવાસ આપણે બજારમાંથી તૈયાર જ લાવતા હોઇએ છીએ, પરંતુ બજારમાંથી લાવેલા મુખવાસમાં પ્રિઝર્વેટિવ્સનો ઉપયોગ કરેલો હોય છે, જે થોડા-ઘણા અંશે હેલ્થને નુકસાન કરે છે.
આજે અમે તમારા માટે લાવ્યા છીએ એકપણા જાતના પ્રિઝર્વેટિવ્સ વગરના નેચરલ પાન મુખવાસની રેસિપિ. માત્ર 5-7 મિનિટમાં બની જશે અને લાગશે પણ ખૂબજ ટેસ્ટી. મહેમાનો ચોક્કસથી વખાણ કરતાં નહીં થાકે.
પાન મુખવાસ બનાવવાની સામગ્રી 1 કપ ઝીણાં સમારેલાં નાગરવેલનાં પાન પા કપ ધાણાદાળ 3 ટેબલસ્પૂન કલરફૂલ વરિયાળી અડધો કપ ટુટીફ્રુટી 2 ટેબલસ્પૂન વરિયાળી પાવડર 1 ચમચી એડિબલ સિલ્વર બૉલ્સ અડધી ચમચી મેન્થોલ પાવડર પા કપ લીલાં પાન 2 શેકીને ઝીણી સમારેલી સોપારી 2 ચમચી ગુલકંદ 2 ચમચી કાથો.
રીત સૌથમ એક મોટાબાઉલમાં ધાણાદાળ લો. ત્યારબાદ અંદર કલરફુલ વરિયાળી, ટુટીફ્રુટી, વરિયાળી, વરિયાળી પાવડર, સિલ્વર બૉલ્સ, મેંથોલ કે ઠંડક, લીલાં પાન, અને સોપારી પાનનાં સમારેલાં પાન લઈ બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ અંદર ગુલકંદ અને કાથો એડ કરો અને બરાબર મિક્સ કરો લો. તૈયાર છે ‘પાન મુખવાસ’
ભરી લો કાચના ઝારમાં. એક વીકથી 10 મહિના સુધી રૂમ ટેમ્પરેચરમાં એકદમ ફ્રેશ રહેશે.