ભારત પર હુમલો કરવા આવ્યું પાકિસ્તાની વિમાન, પણ ભારતીય એરફોર્સએ નેસતોનાબુદ કરી નાખ્યું પાકિસ્તાની પ્લેન – વાંચો

પાકિસ્તાની જેટે બુધવારે (27 ફેબ્રુઆરી) ના રોજ જમ્મુ-કાશ્મીરના રોજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં ભારતીય હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું પરંતુ ભારતીય વિમાનોએ જવાબી કાર્યવાહી કરતા તેણે પીછેહઠ કરવી પડી. એક ટોચના અધિકારીએ આ જાણકારી આપી. અધિકારીએ જણાવ્યું કે, બુધવારે સવારે નૌશેરા સેક્ટરમાં ભારતીય હવાઈ ક્ષેત્રમાં જેટ ઘૂસ્યા પરંતુ તેને ભારતીય વિમાનોએ તાત્કાલિક પાછા મોકલી દીધા.

જોકે, પાકિસ્તાની મીડિયા દાવો કરી રહ્યું છે કે, અમે બે ભારતીય વિમાનોને નિશાન બનાવ્યા છે. ત્યારે બીજી તરફ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનનું F-16 ફાઈટર પ્લેન તોડી પાડવામાં સફળતા મળી છે.

ઘણી કોમર્શિયલ ફ્લાઈટ્સ હોલ્ડ પર

એહતિયાતન લેહ, જમ્મુ, શ્રીનગર અને પઠાણકોટ એરપોર્ટને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.

સુરક્ષાના કારણોસર એરસ્પેસને હાલ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. ઘણી કોમર્શિયલ ફ્લાઈટ્સને હોલ્ડ પર રાખવામાં આવી છે.

ત્યારે, બડગામમાં એક સૈન્ય એરક્રાફ્ટ ક્રેશ થયું છે. પોલીસ પ્રમાણે, દુર્ઘટના સ્થળેથી બે લાશો મળી આવી છે.

ભારતીય ચોકીઓ પર ગોળીબાર

ત્યારે પાકિસ્તાની સૈન્યએ જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં ભારતીય ચોકીઓ પર બુધવારે જોરદાર ગોળીબાર કર્યો હતો.

પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, પાકિસ્તાની સૈન્યએ બુધવારે વહેલી સવારે ભારતીય ચોકીઓ તરફ ગોળા ફેંક્યા હતા.

તેમણે જણાવ્યું કે, હજુ સુધી કોઈ નુકશાનીના સમાચાર મળ્યા નથી. અધિકારીએ જણાવ્યું કે, ભારતીય સૈન્યએ પાકિસ્તાનની આ હરકતનો જડબાતોડ જવાબ આપ્યો છે.

સાથે તેમણે જણાવ્યું કે, સમાચાર મળ્યા ત્યાં સુધી ઉરી સેક્ટરમાં એલઓસી પાસે બન્ને તરફથી ગોળીબાર ચાલું હતો.

અમેરિકાએ પાકિસ્તાનને કહી આ વાત

અમેરિકાએ બુધવારે પાકિસ્તાનને કહ્યું કે, તેઓ તેમની જમીનથી ગતિવિધિઓ ચલાવનાર આતંકવાદી સંગઠનો વિરુદ્ધ નક્કર કાર્યવાહી કરી. અને કોઈ પણ કિંમતે ભારત સાથે તણાવને વધારવાથી બચે. અમેરિકન વિદેશ મંત્રી માઈક પોમ્પિઓએ ફોન પર પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરૈશી સાથે વાત કરી.

અને સૈન્ય કાર્યવાહીથી બચવાની સલાહ આપી. પોમ્પિઓએ એક નિવેદનમાં કહ્યું કે, મેં પાકિસ્તાનના વિદેશ મંત્રી કુરૈશી સાથે પણ વાત કરીને સૈન્ય કાર્યવાહીથી બચવા અને હાલના તણાવને ઘટાડવાની સલાહ આફી છે. સાથે જ પાકિસ્તાનને આતંકવાદી સમુહો સામે નક્કર કાર્યવાહી કરવાનું કહ્યું છે.

આ ઉપરાંત ગઈકાલે ભારતે કરેલા એર સર્જીકલ સ્ટારઈક ની સમગ્ર વિશ્વએ નોંધ લીધી છે ત્યારે મુખ્ય અખબારો એ શું કહ્યું તે પણ વાંચો.

ગઈકાલે ભારતે કરેલ મજબૂત કાર્યવાહી બાદ આખા વિશ્વએ આની નોંધ લીધી છે.અમેરિકન અખબાર ‘ધ ન્યુયોર્ક ટાઈમ્સ’ એ હેડલાઇન લખ્યુંકે 5 દાયકા બાદ ભારતનું એરફોર્સ પાકિસ્તાની સીમા માં પેસી ને કર્યો હુમલો.

જ્યારે બીજી તરફ વોશિંગ્ટન પોસ્ટએ લખ્યું કે ભારત પાકિસ્તાનમાં પ્રવેશ્યું છે અને આતંકવાદી પાયાને નષ્ટ કરી દીધું છે. તેના કારણે, પરમાણુ શક્તિવાળા બંને દેશો વચ્ચે ભારે તાણ રહ્યો છે. વોલસ્ટ્રીટ જર્નલે જણાવ્યું હતું કે ભારતે પાકિસ્તાન પર બોમ્બ ધડાકા કરી અને પુલ્વામા હુમલા માટે બદલો લીધો.

ચિની અખબાર “ચાઇના ડેઇલી” જણાવ્યું હતું કે ઇન્ડિયન એર ફોર્સ પાકિસ્તાનમાં બોમ્બમારો કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here