પાક વડાપ્રધાન ઇમરાન ખાનએ કહ્યું- અભિનંદન ને અમે ભારતન પાછા મોકલીશુ..જાણો ક્યારે…

ભારતીય વાયુસેના ના વિંગ કમાન્ડર અભિનંદન ને લઈ ને ઇમરાન ખાન એ હમણાં નિવેદન આપ્યું છે..જેમાં ઇમરાન ખાન એ કહ્યું કે અમે વિંગ કમાન્ડર અભિનંદન ને કોઈ નુકશાન પહોચાડ્યું નથી.અમે અહીં અભિનંદન ને ફેમિલી મૅમ્બર ની જેમ સાચવ્યો છે..

બુધવારે પાકિસ્તાની વાયુસેનાના એફ-16 વિમાનને ભગાડવા માટે તેનો પીછો કરનારા મીગ-21ના પાયલોટ વિંગ કમાન્ડર અભિનંદનને કમનસીબે પ્લેન ક્રેશ થઈ જવાથી પાક કબ્જા હેઠળના કાશ્મીરમાં પેરાશૂટ વડે ઉતરાણ કરવુ પડ્યુ હતુ.

જ્યાં સ્થાનિક પાકિસ્તાનીઓએ જુઠ્ઠુ બોલીને તેમને પકડી લીધા હોવાનુ સામે આવ્યુ છે.પાકિસ્તાનના અખબારે આ ઘટનાના સાક્ષી તેમજ મુઝઝફરાબાદ નજીકના હોરા ગામના રહેવાસી મહોમ્મદ રઝાક ચૌધરીને ટાંકીને જણાવ્યુ છે કે, બુધવારે સવારે 8.45 વાગ્યે મેં ધડાકાનો અવાજ સાંભળ્યો હતો.મને લાગ્યુ કે કુતરાઓને ભગાડવા માટે ધડાકો કરાયો છે.એ દરમિયાનમાં જ મેં બે વિમાન આગમાં ઘેરાયેલા જોયા હતા.

ત્યારે આ વિંગ કમાન્ડર અભિનંદન ને આવતીકાલે પાકિસ્તાન પરત કરી શકે છે..જેની પાછડ ઇન્ટરનેશનલ પ્રેશર પાકિસ્તાન ઉપર આવ્યુ હોવાનું જણાયું છે..

આવતીકાલે પાકિસ્તાન પરત કરી શકે છે વીંગ કમાન્ડર ને ..

અભિનંદનના પિતા પણ હતા ભારતીય વાયુસેનામાં તેઓ પણ 40 પ્રકારના પ્લેન ઉડાવી જાણે છે,વાંચો..તમામ

રાતોરાત 125 કરોડ ભારતીયોના હીરો બની જનારા ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનનો પરિવાર જ જાણે પાયલોટોનો પરિવાર છે.

અભિનંદનના પિતા નિવૃત્ત એર માર્શલ એસ વર્થમાન વાયુસેનાના ધુરંધર પાયલોટ પૈકીના એક મનાય છે.એસ,વર્થમાને 1973માં ભારતીય વાયુસેનામાં પાયલોટ તરીકે કેરિયર શરુ કરી હતી.તેઓ ચાલીસ પ્રકારના એરક્રાફ્ટ ઉડાવી જાણે છે.તેમની પાસે 4000 કલાકનો ઉડ્ડયનનો અનુભવ છે.કારગિલ જંગ વખતે તેઓ ગ્વાલિયરમાં ચીફ ઓપરેશન ઓફિસર હતા.જ્યાં તેઓ મિરાજ 2000 એરક્રાફ્ટ ઓપરેટ કરતા હતા.જેણે કારગીલ યુધ્ધમાં વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

એસ વર્થમાને કહ્યુ હતુ કે મારો પુત્ર દેશના સાચો સિપાહી છે અને આ મુશ્કેલ સ્થિતિમાં સાથ આપવા બદલ હું તમામ લોકોનો આભાર માનુ છું. અભિનંદનના પત્ની તન્વી મારવાહ પણ નિવૃત્ત હેલિકોપ્ટર પાયલોટ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here