પાકિસ્તાન ભારતના લીધે અત્યારે ત્રાહિમામ: પાક. વડાપ્રધાને બોલાવી બેઠક – જાણો કેમ

ભારતે પાકિસ્તાનના જૈશ-એ-મોહમ્મદના કેમ્પ પર હુમલો કર્યા પછી પાકિસ્તાન પ્રધાનમંત્રી ઇમરાન ખાને બુધવારે ન્યૂક્લિયર મુદ્દા પર નિર્ણાયકોની બેઠક બોલાવી હતી. પાકિસ્તાનના ન્યૂકિલયર શસ્ત્રોનો કંટ્રોલ અને કમાન્ડ પાકિસ્તાનની ધ નેશનલ કમાન્ડ ઓથોરિટી (NCA) પાસે છે. તે જ આ શસ્ત્રો માટે પોલિસી ઘડવાથી માંડીને રિસર્ચ- ડેવલપમેન્ટ, શસ્ત્ર છોડવા અંગેના નિર્ણય લે છે. NCA ની મીટિંગ બોલાવવાનો નિર્ણય મંગળવારે નેશનલ સિક્યોરિટી કમિટીની મીટિંગમાં લેવામાં આવ્યો હતો. આ મીટિંગમાં ભારતના એટેક પછીની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ ઇમરાન ખાને આ મીટિંગ ભારતની તરફથી કરવામાં આવેલી એર સ્ટ્રાઇક પછીના લગભગ 1 કલાકમાં બોલાવી. પાકિસ્તાન UN માં પણ આ મુદ્દો ઉઠાવ્યો. પાકિસ્તાની સેનાના એક પ્રવક્તાએ ભારતને ધમકી આપતા કહ્યુ કે, ”અમે સરપ્રાઇઝ આપીશું. કૂટનીતિક, રાજનીતિક અને સૈન્યની રીતે જવાબી કાર્યવાહી થશે.” જોકે ભારતીય કૂટનીતિક અને રક્ષા નિષ્ણાતો આ મીટિંગને પાકિસ્તાની એક ધમકીભરી ચાલની રીતે જોઇ રહ્યા છે.

આ પાકિસ્તાનમાં તમામ પ્રકારનો જે ત્રાહિમામ થયો છે તે ભારત સરકારે લીધેલા પગલાના લીધે છે.

પાકિસ્તાનમાં આજે સંસદમાં ભારત સાથે ઊભા થયેલા તણાવ અને તેમામ પાકિસ્તાનનો શું જવાબ હશે તેની ચર્ચા કરવામાં આવશે. પાકિસ્તાન વિદેશ મંત્રી શાહ મહેમૂદ કૈરુશીએ આક્ષેપ છે કે પુલવામા હુમલા પછી આતંદવાદના નામે ભારત પાકિસ્તાનને ધમકાવી રહ્યો છે અને કાશ્મીરમાં માનવ અધિકારના મુદ્દા પરથી દુનિયાનું ધ્યાન હટાવી રહ્યો છે. કુરૈશીએ જણાવ્યુ કે પાકિસ્તાન સ્વરક્ષણ માટે યોગ્ય પગલા ભરવાનો પૂરેપૂરો અધિકાર છે.

ઉલ્લેખનીય છે કે, 14 ફેબ્રુઆરીએ જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં CRPF ના 40 જવાનો શહીદ થયા. જવાનોની શહીદીનો બદલો લેતા ઘટના 12 દિવસ પછી વાયુસેનાએ ગઇકાલે PoK માં મોટી કાર્યવાહી કરી. ભારતીય વાયુસેનાએ 12 મિરાજ 2000 ફાઈટ પ્લેન દ્વારા PoK ના બાલાકોટ, ચકોટી અને મુઝફ્ફરાબાદ પર 1000 કિલોગ્રામના બોમ્બથી મારો કરીને જૈશ-એ-મોહમ્મદના ઘણા ઠેકાણાઓ ધ્વસ્ત કર્યા. વાયુસૈનાએ કરેલી એર સ્ટ્રાઇકમાં 200-300 આંતકીઓ માર્યા ગયા છે.

પાક.ના મંત્રીઓની ઇમરાન સરકારને ટકોર, પુલવામાને મુંબઇ હુમલો ન સમજતા, કારણ કે…

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને જોતાં પાકિસ્તાનના ત્રણ ભૂતપૂર્વ વિદેશ સચિવોએ તેમની સરકારને ચેતવણી આપી છે કે, તેઓ ભારતની કોઈપણ આક્રમક કાર્યવાહીનો સામનો કરવા તૈયારી રહે અને વધી રહેલી કટોકટીને શાંતિપૂર્ણ ઉકેલવા કુટનીતિની મદદ લે.

ઉલ્લેખનીય છે કે, પુલવામા થયોલ આતંકવાદી હુમલામાં 40 સીઆરપીએફના જવાનો શહીદ થયા છે. આ હુમલાનું પ્લાનિંગ પાકિસ્તાન દ્વારા સંચાલિત આતંકવાદી સંગઠન જેશ-એ-મોહમ્મદ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ખતરનાક ઘડના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, સુરક્ષા દળોને બદલો લેવા માટે ખુલ્લી છૂટ આપવામાં આવી છે.

એક અખબારના એક સંયુક્ત લેખમાં ત્રણ ભૂતપૂર્વ વિદેશી સચિવ રિયાઝ હુસૈન ખોખર, રિયાઝ મોહમ્મદ ખાન અને ઇનામુલ હકએ બંને દેશના મીડિયા, રાજકીય નેતૃત્વ, ગુપ્ત માહિતી સંસ્થાઓ અને લોકોને અપીલ કરી છે કે, તેઓ અશાંતિજનક વાતાવરણમાં કંઇક સંતુલન બનાવવાના પ્યત્ન કરે.

એક લેખમાં તેમણે જણાવ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ જોખમી સ્તરે છે કારણ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુલવામાને બદલો લેવા તેમની સેનાને ખુલ્લી છુટ આપી છે. તેમણે કહ્યું કે, પુલવામા મુંબઈ નથી કારણ કે, સ્થાનિક પ્રકારની કાર્યવાહી થઇ શકે છે. મુંબઇમાં ભારતે સંયમ રાખ્યો હતો. તેનાથી વિપરીત હવે નવી દિલ્હીમાં યુદ્ધના નગારા વાગી રહ્યા છે. તેમણે લખ્યું કે, સૌ પ્રથમ પાકિસ્તાને ભારતની કોઈપણ સંભવિત આક્રમક કાર્યવાહીને નિષ્ફળ બનાવવા તૈયાર રહેવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here