પાકિસ્તાન નહિ સુધરે,ફરી કર્યું અત્યારે નૌશેરા સેકટર ઉપર ફાયરિંગ.ભારતે આપ્યો જડબાતોડ જવાબ

રાજોરી સેક્ટરમાં ફરી પાકિસ્તાન દ્વારા ફાયરિંગ, ભારતે આપ્યો જડબાતોડ જવાબ

શાંતિની વાતો કરી રહેલા ધૂર્ત પાકિસ્તાન દ્વારા સરહદ પર હજી પણ છમકલા કરવામાં આવી રહ્યા છે.

જમ્મુ કાશ્મીરના રાજોરી સેક્ટરમાં ફરી એક વખત પાકિસ્તાને સીઝફાયરનુ ઉલ્લંઘન કરીને ભારે ફાયરિંગ શરુ કર્યુ છે.જોકે સરહદ પર એલર્ટ ભારતીય સૈન્યના જવાનો તેનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે.

મહત્વની વાત એ છે કે એક તરફ પાકિસ્તાનની સરકાર વાર્તાલાપ અને શાંતિની ઓફરો કરી રહી છે અને એજ સમયે પાકિસ્તાનની સેના કોઈ પણ ઉશ્કેરણી વગર ફાયરિંગ કરી રહી છે.

રાજોરી સેક્ટરના નૌશેરામાં જ ગઈકાલે પાકિસ્તાનના વિમાનોએ ઘૂસણખોરી કરી હતી.જેમાં પાકિસ્તાનનુ એક વિમાન ફૂંકી મારવામાં આવ્યુ હતુ.

પાકનો દાવો- 1 પાયલટ અમારા કબ્જા માં, જાણો શું હોઈ છે યુદ્ધકેદીઓ ના નિયમો ?

પુલાવામાં થયેલ હુમલાનો જવાબ આપણે પાકિસ્તાનને આપ્યો છે ત્યારે આજરોજ આપણું એક મિગ વિમાન તૂટ્યું તેના પાયલટ ને પાકિસ્તાન દ્વારા કેદ કરવામાં આવ્યો છે,

પણ જાણો યુદ્ધમાં બંદી બનાવેલ કેદી ના શુ હોઈ છે નિયમો..?

આજ ભારતીય સીમા શેત્ર માં ઘુસણખોરી કરી રહેલ પાકિસ્તાન વિમાનને જવાબી કાર્યવાહી કરી હતી,પરંતુ આ દરમિયાન આપણું એક મિગ વિમાન પાકિસ્તાને તોડી નાખ્યું,અને તેનો એક પાયલોટ પાકિસ્તાનના કબ્જામાં છે તેવો દાવો પાકિસ્તાન કરે છે..

આંતરરાષ્ટ્રીય જીનીવા સંધિમાં યુદ્ધકેદીઓ માટે આ નિયમો બનાવવામાં આવ્યા હતા.

(1)યુદ્ધકેદીઓ ને ડરાવી, ધમકાવી,ના શકાય,ઉપરાંત યુદ્ધકેદીને લઈને જનતામાં ઉત્સુકતા ના ઉભી કરી શકાય..

(2)જીનીવા સંધિ મુજબ યુદ્ધકેદીઓ ઉપર કેશ ચલાવી શકાય અથવા યુદ્ધબાદ તેમને તેમના દેશને પાછા સોંપી દેવા પડે.

પરંતુ દુનિયાના અમુક દેશોએ આ જીનીવા સંધીનું ઉલ્લંઘન પણ કરેલ છે.જીનીવા સંધિ બીજા વિશ્વયુધ્ધ બાદ 1949માં બનાવવામાં આવી હતી.એનું મુખ્યત્વે કારણ યુદ્ધના સમયે પણ માનવ મૂલ્ય જળવાઈ રહે તે હતું.

આજે કંઈક મોટું થાય તેવી સંભાવના: એરપોર્ટ ખાલી કરવાયા, સેનાએ લીધો એરપોર્ટનો ચાર્જ..જાણો

ભારત દ્વારા કરેલી સર્જીકલ સ્ટ્રાયક પછી ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમા ઉપર છે,યુદ્ધના હાલત પેદા થયા હોય તેમ છે,ત્યારેજ PM મોદીએ અરજન્ટ મિટિંગ બોલાવી છે જેમાં NSA ના વડા અજિત ડોભાલ પણ હાજર છે

પઠાણકોટ હાઇવેનો ચાર્જ લીધો સેના એ- અમૃતસર એરપોર્ટ ખાલી કરાવવામાં આવ્યું છે સાથે સાથે સેના એ જમ્મુ-પઠાણકોટ હાઇવેનો ચાર્જ પોલીસ ને હટાવી ને પોતે લીધો છે..એટલે નક્કી કૈક મોટું કામ થઈ રહ્યું છે..બની શકે પાકિસ્તાન જોડે યુદ્ધ થઈ જાય એ શકયતા હાલના સંજોગમાં નકારી ના શકીએ

ભારત સરકારે આપ્યો આદેશ- ભારતીય વાયુસેના ને આજે ફુલલી એક્ટિવ રાખવામાં આવી છે,સરકાર તરફ થી આદેશ મળતાની સાથે પાકિસ્તાન માં આપણી ભારતીય વાયુસેના 5મિનિટમાં તબાહી મચાવી દેશે,

ભારતનો પાકિસ્તાન ને ખતરનાક જવાબ- આજે ભારતીય વાયુસેના એ POK માં જઈને પાકિસ્તાનનું વિમાન તોડી નાખ્યું હતું,આ વિમાન નો કાટમાંડ નવશેરા વિસ્તારમાં પડ્યો હોવાનું અનુમાન છે, ભારતીય વાયુસીમામાં ઘુસેલ પાકિસ્તાની વિમાન F-16ને ભારતે તોડી નાખ્યું બાદ પાકિસ્તાન ચૂપ નહીં બેસી શકે…

પેસેન્જર વિમાનોનની ફ્લાઇટ કેન્સલ- ભારતએ પાકિસ્તાન પર કરેલ હુમલા બાદ જે તણાવ વધ્યો છે તેના લીધે જમ્મુ,શ્રીનગર,લેહ,અમૃતસર, ચંદીગઢ,દેહરાદુન ઉપરાંત ધર્મશાળા ની તમામ પેસેન્જર ફ્લાઇટ કેન્સલ કરવાંમાં આવી છે, આ ઉપરાંત ઇન્ટરનેશનલ ફ્લાઇટ ના અમુક રૂટ પણ આજે બદલવામાં આવ્યા છે,

પાકિસ્તાને પણ પોતાના રૂટ બદલ્યા- ભારતના હુમલા પછી પાકિસ્તાન એરસ્પેસ થી જવા વાળી અમુક ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે અને અમુક ને ડાઇરવર્ત આપવામાં આવ્યું છે

ભારત એ કરેલી બોંબિંગ પછી આતંકીઓ પણ કંઈક મોટું કરવાની ફિરાક માં છે- સુત્રોની માહિતી આનુસાર પાકિસ્તાનએ આતંકીઓને કૈક કરો અથવા મરો ની સૂચના આપી હોવાનું જણાઈ આવે છે, જેથી આતંકીઓ પણ પોતાનો બદલો લેવા તૈયારી કરી શકે એ માટે આજે ભારતે પોતાની વાયુસેના એક્ટિવ રાખી છે

રાજનાથસિંહે બોલાવી તત્કાલીન બેઠક- ગૃહમંત્રી રાજનાથ સિંહે તમામ અર્ધલશ્કરી દળોની બેઠક બોલાવી છે. આ બેઠકમાં સીઆરપીએફ, બીએસએફ, સીઆઈએસએફના વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે. પાકિસ્તાની મીડિયાનો દાવો: પાકિસ્તાની ચેનલ એઆરવાય ન્યૂઝ દાવો કરે છે કે પાકિસ્તાને બે ભારતીય વિમાનોને લક્ષ્ય બનાવ્યું છે. પાકિસ્તાન પાકિસ્તાનમાં તેની કાર્યવાહી રજૂ કરે છે કેમ કે તે ભારતમાં સામે તે ભાંગી પડ્યું છે. પાકિસ્તાની માધ્યમો દાવો કરે છે કે ભારતીય વિમાનનો વિનાશ પાકિસ્તાની લક્ષ્ય પર હતો.
પણ આ દાવો પોકળ છે.

પાકિસ્તાની વિમાનએ ભારતીય હવાઇ માર્ગનું ઉલ્લંઘન કર્યું છે. આ વિમાન જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરવિસ્તારમાં આવ્યું હતું. પરંતુ ભારતના મજબૂત કાર્યવાહી પછી, આ વિમાનો POK માં પાછા ફર્યા હતા

પાકિસ્તાની સેનાનો દાવો- પાકિસ્તાની સેનાના પ્રવક્તા આસિફ ગફુરએ જણાવ્યું કે અમે આજે ભારતીય વાયુસેનાની સીમા માં પેશી ને 6 ટાર્ગેટ નક્કી કર્યા હતા જ્યાં અમે સ્ટ્રાયક કરી છે,બિંબગીરી ઉપરાંત અન્ય જગ્યાઓને અમે ટાર્ગેટ કરી, અમે ખાલી બતાવવા માંગીએ છે કે જો ભારત સર્જીકલ સ્ટ્રાયક કરી શકતું હોઈ તો પાકિસ્તાન એમ પીછે હઠ નહિ કરે

આ ઉપરાંત આસિફ ગફુરે જણાવ્યું કે અમે શાંતિ ની માંગ કરી રહ્યા છે, જો ભારત માનવા તૈયાર હોય, આ ઉપરાંત અમે ભારતીય વાયુસેનના 2 ઍરોપ્લેન ને તોડી પાડ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here