ભારત ના આ 10 સંપત્તિવાન મંદિર ના ખજાના ની કિંમત સાંભળી ને તમારી આંખો પોળી થઈ જશે.

પદ્મનાથ સ્વામી મંદિર ભારતનું સૌથી અમીર મંદિર છે. આ મંદિર તિરુવનંતપુરમ (ત્રિવેન્દ્રમ) શહેરમાં આવેલ છે. આ મંદિરની સારસંભાળ ત્રાવણકોરનું શાહી પરિવાર કરે છે. આ મંદિર ખુબજ પ્રાચીન અને દ્રવિડ શેલીથી બનેલ છે.પદ્મનાથ મંદિરની કુલ સંપત્તિ એક લાખ કરોડની છે. મંદિરના ગર્ભગૃહમાં ભગવાન વિષ્ણુની વિશાલ મૂર્તિ બિરાજમાન છે. આ મૂર્તિમાં ભગવાન વિષ્ણુ શેષનાગ પર બિરાજમાન છે.

ભારતમાં હિન્દુઓનું પવિત્ર તીર્થસ્થાન વૈષ્ણો દેવી મંદિર છે, જે ત્રિકુટા હિલ્સમાં કટરા નામની જગ્યાએ ૧૨૦૦ કી.મી ઊંચાઈ પર સ્થિત છે. મંદિરનો પીંડ એક ગુફામાં સ્થાપિત છે, આ ગુફાની લંબાઈ ૩૦ મી. અને ઊંચાઈ ૧.૫ મી છે. 

લોકપ્રિય કથાઓ અનુસાર વૈષ્ણો દેવી આ ગુફામાં છુપાઈને એક રાક્ષસનો વધ કર્યો હતો. મંદિરનું મુખ્ય આકર્ષક ગુફામાં રાખેલ ત્રણ પીંડ છે. આ મંદિરમાં દેખરેખની જવાબદારી વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડની છે. દરવર્ષે આ મંદિરમાં લગભગ ૫૦૦ કરોડનું દાન આવે છે.

વૈષ્ણો દેવી મંદિર સમુદ્ર તટથી ૨૮૦૦ ફૂટની ઊંચાઈએ બનેલ છે. આ મંદિરને તમીલ રાજા થોડઇમાનએ બનાવ્યું હતુ. આ મંદિરમાં લગભગ ૫૦,૦૦૦ શ્રદ્ધાળુઓ દર્શન માટે પધારે છે. આ મંદિરની કુલ સંપત્તિ ૫૦,૦૦૦ કરોડ છે.શ્રી જગન્નાથજીનું મંદિર હિન્દુ મંદિર છે, જે ભગવાન જગન્નાથ (શ્રીકૃષ્ણ) ને સમર્પિત કરે છે. ભારતના ઓડીસા રાજ્યમાં તટવર્તી શહેરમાં આવેલ છે. જગન્નાથ શબ્દનો અર્થ જગતના સ્વામી થાય છે.

આ મંદિરને હિંદુઓના ચાર ધામ માનવામાં આવે છે. આ વૈષ્ણવ સંપ્રદાયનુ મંદિર છે. શ્રી જગન્નાથ પૂરીનુ મંદિર ભારતના ૧૦ અમીર મંદિરોમાં શામેલ છે. આ મંદિરમાં જે દાન આવે છે તે મંદિરની વ્યવસ્થામાં અને સામાજિક ખર્ચ કરવામાં આવે છે.

તિરુપતિ બાલાજીનુ મંદિર આંધ્રપ્રદેશના ચિત્તૂર જીલ્લમાં છે. આ મંદિર વાસ્તુકલા નો ઉત્તમ નમુનો છે. આ મંદિર સાત પહાડોની સાથે મળીને તિરુપતિ પહાડ પર સ્થિત છે. કહેવામાં આવે છે કે તિરુપતિના પહાડો વિશ્વમાં બીજા નંબરના સૌથી પ્રાચીન પહાડો છે.તિરુપતિ બાલાજીના મંદિરમાં ભગવાન વેન્કટેશ્વર બિરાજમાન છે. ભગવાન વેન્કટેશ્વરને વિષ્ણુજી નો અવતાર માનવામાં આવે છે.

સિદ્ધિવિનાયક ગણેશજી નું સૌથી લોકપ્રિય રૂપ છે. સિદ્ધિ વિનાયકનો મહિમા અપરંપાર છે, તે ભક્તોની મનોકામનાને તરત જ પૂર્ણ કરે છે.માન્યતા એ છે કે આ ગણપતિ જલ્દીથી પ્રસન્ન થાય છે અને જલ્દીથી નારાજ પણ થાય છે. સિદ્ધિવિનાયક મંદિરને ભારતના રઈસ મંદિરમાંથી એક માનવામાં આવે છે. આ મંદિર ૩.૭ કિલોગ્રામ સોનાથી કોટ કરેલું છે, જે કોલકાતાના એક વેપારીએ દાન કર્યું હતું.

સોમનાથ એક મહત્વપૂર્ણ હિંદુ મંદિર છે. જેની ગણતરી ૧૨ જ્યોતિષીલિંગો માં પ્રથમ જ્યોતિષીલિંગ ના રૂપમાં થાઈ છે. ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રના વેરાવળ બંદરગાહ સ્થિત આ મંદિર વિષે કહેવામાં આવે છે કે આનું નિર્માણ સ્વયં ચંદ્રદેવે કર્યું હતુ.

આનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થાય છે. આ મંદિરને અત્યાર સુધી ૧૭ વાર નષ્ટ કર્યું છે, અને દર વખતે તેનું પુનનિર્માણ કર્યું છે. સોમનાથ મંદિરમાં દરવર્ષે કરોડોનો ચઠાવો આવે છે. તેથી તે ભારતના અમીર મંદિરો માંથી એક છે.

સાંઈ બાબા એક ફકીર, ગુરુ અને યોગી હતા, તેમના ભક્તો તેમને સંત કહીને બોલાવે છે. તેમનું અસલી નામ, જન્મ, સ્થળ અને માતા – પિતાની કોઇપણ માહિતી ઉપલબ્ધ નથી. સાંઈ શબ્દ તેમને ભારતના પશ્ચિમી ભાગમાં સ્થિત મહારાષ્ટ્રના શિરડી નામના કસ્બામાં પહોચ્યા પછી મળ્યું. સાંઈ બાબા મંદિરનુ નામ ભારતના ૧૦ અમીર મંદિરોમાં શામેલ છે. 

સાંઈ બાબા મંદિરની કુલ સંપત્તિ કરોડોમાં છે. મંદિરની પાસે લગભગ ૩૨ કરોડ ચાંદીના આભૂષણો છે. ૬ લાખ કિમતના ચાંદીના સિક્કાઓ છે. ઉપરાંત આ મંદિરમાં દર વર્ષે ૩૫૦ કરોડનુ દાન આવે છે. કાશી વિશ્વનાથ મંદિર બાર જ્યોતિષીલિંગો માંથી એક છે. આ મંદિર વારાણસીમાં આવેલ છે. કાશી વિશ્વનાથનુ મંદિર હિંદુ ધર્મમાં વિશેષ સ્થાન ધરાવે છે. એવું માનવામાં આવે છે કે એક વાર આ મંદિરના દર્શન કરવા અને પવિત્ર ગંગામાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાઈ છે.

૧૭૮૦ માં આ મંદિરનુ નિર્માણ મહારાણી અહલ્યા બાઈ હોલ્કરે કરાવ્યું હતું. ત્યારબાદ મહારાજા રંજીત સિંહ દ્વારા ૧૮૫૩ માં ૧૦૦૦ કી.ગ્રા શુધ્ધ સોનાથી મઢાંવવામાં આવ્યું. કાશી વિશ્વનાથ મંદિર પણ ભારતના અમીર મંદિરો માંથી એક છે. અહી દરવર્ષે કરોડોનો ચઠાવો કરવામાં આવે છે.

તમિલનાડુમાં આવેલ મીનાક્ષી અમ્મન મંદિર પ્રાચીન ભારતનું સૌથી મહત્વપૂર્ણ મંદિર માંથી એક છે. મીનાક્ષી અમ્મન મંદિર વિશ્વના નવા સાત અજુબામાં નામાંકિત કરવામાં આવ્યું છે.

આ મંદિર ભગવાન શિવ અને મીનાક્ષી દેવી પાર્વતીના રૂપમાં સમર્પિત છે. મીનાક્ષી મંદિર પાર્વતીના સૌથી પવિત્ર મંદિરમાં થી એક છે. મંદિરનો મુખ્ય ગર્ભગૃહ ૩૫૦૦૦ વર્ષથી પણ વધારે જુનો માનવામાં આવે છે.  આ મંદિરને પણ ભારતના ૧૦ અમીર મંદિરોમાં શામેલ કરવામાં આવ્યું છે.

શ્રીકૃષ્ણનુ મંદિર ગુરુવયુર કેરલ સ્થિત છે. આ મંદિરને વિષ્ણુ ભગવાનનુ સૌથી પવિત્ર મંદિર માનવામાં આવે છે. કહેવાય છે કે આ મંદિર લગભગ ૫૦૦૦ વર્ષ જુનું છે. ગુરુવયુર મંદિર વૈષ્ણવોની આસ્થાનું કેન્દ્ર છે. પોતાના ખજાનાને કારણે આ મંદિર ભારતના ૧૦ અમીર મંદિરોમાં શામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here