‘મન મંદિરીયે રહેતી મોગલ…’ ઓસમાણ મીર અને કિર્તીદાનનું આ ગીત તમે સાંભળ્યું?

આજની યુવા પેઢી જેમના ખૂબ પસંદ કરે છે તેવા ગુજરાતના બે લોકલાડીલા કલાકાર ઓસમાણ મીર અને કિર્તીદાન ગઢવીનું મા મોગલ પર એક ગીત તાજેતરમાં રજૂ થયું છે. આ ગીતના નિર્માતા ઓસમાણ મીર છે. જ્યારે આ ગીતને ઘનશ્યામ કવી અને ઓસમાણ મીરે સંયુક્ત રીતે લખ્યું છે. ગીતમાં ઓસમાણ મીર અને કિર્તીદાને પોતાનો સુરીલો સ્વર આપ્યો છે. આ ગીતનું સંગીત કૃણાલ મીરે આપ્યું છે. તમે આ ગીત સાંભળ્યું કે નહીં? નીચે આપેલી યુટ્યુબ લીંક પરથી તમે આ ગીત સાંભળી શકશો.

ઓસમાણ મીરઃ તબલા વગાડતાં વગાડતાં બન્યા ગાયક

ગુજરાતના નામી કલાકારોમાં જેમની ગણના થાય છે તેવા ઓસમાણ મીર એક સમયે તબલા વગડાતા હતા. એવું કહેવાય છે કે કથાકાર મોરારિ બાપુની સલાહ બાદ તેમણે તબલા વગાડવાનું બંધ કરીને ગીત ગાવાનું શરૂ કર્યું હતું. સંજય લીલા ભણસાલીની ‘રામલીલા’ ફિલ્મના એક ગીત ‘મન મોર બની થનગાટ કરે’એ ઓસમાણ મીરને વિશ્વસ્તરે પ્રસિદ્ધ કર્યા હતા. લોકગીતો ઉપરાંત તેઓ સારા ગઝલ ગાયક પણ છે. ગુજરાતી ગીતો-ભજનો ઉપરાંત હિન્દી ફિલ્મોમાં પણ તેમણે પોતાનો કંઠ આપ્યો છે.

કિર્તીદાન ગઢવી એટલે ડાયરાના કલાકાર!

આજકાલ સૌરાષ્ટ્ર, ગુજરાત અને વિદેશમાં ડાયરાના કલાકર તરીકે ખૂબ જાણીતું બનેલું નામ એટલે કિર્તીદાન ગઢવી. કિર્તીદાનના ડાયરામાં લાખો રૂપિયા ઉડ્યા હોવાના સમાચાર અવાર નવાર માધ્યમોમાં ચમકતા રહે છે. કોક સ્ટુડિયોનાં ‘મારી લાડકી’ ગીતે તેમને ખૂબ પ્રસિદ્ધિ અપાવી હતી. આ ઉપરાંત મા મોગલ, શીવજી પર તેમના ભજનો ખૂબ પ્રસિદ્ધ છે. છેલ્લા બે ત્રણ વર્ષથી નવરાત્રિ અને ગરબામાં પણ તેમનું નામ ખૂબ પ્રસિદ્ધ થઈ રહ્યું છે.

ઓસમાણ-કિર્તીદાનના ગીતને સાંભળોઃ

“We Gujjus” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here