કેમ ખાવી જોઈએ ડુંગળી હમેશા ચોમાસામાં, આ રોગ અને ઇન્ફેક્શન કરે છે દૂર

વરસાદ ની ઋતુ સૌ કોઈ ને ખુબજ પ્રિય હોઈ છે. વરસાદની સીઝનમાં તમને અનેક બીમારીઓ થાય છે. વરસાદમાં ઠંડી, ઉધરસ અને તાવનો પણ ખતરો રહે છે. તેનાથી તમને અનેક સમસ્યા થઇ શકે છે.

જણાવી દઇએ કે વરસાદની સાથે વાયરલ અને બેક્ટેરિયાલ ઇન્ફેક્શન પણ વધી જાય છે.

આ ઋતુમાં જો તમને ધ્યાન રાખવું છે તો કેટલીક ટિપ્સ અપનાવી શકો છો જે અંગે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ. તમને જણાવી દઇએ કે ડુંગળીના પાણીથી શરીરને એનર્જીની સાથે વરસાદની ઋતુમાં થતી વાયરલ બીમારીઓથી બચાવી શકાય છે. તે સિવાય ડુંગળીના પાણીથી શરદી, ઉધરસ કે ઇન્ફેક્સનમાં પણ ફાયદાકારક સાબિત થાય છે.

આવી રીતે બનાવો ડુંગળીનો રસ એક ડુંગળી લો અને તેને બારીક ટૂકડામાં કટ કરી લો, તે બાદ એક બાઉલમાં પાણી લો અને તેમા ડુંગળીના ટૂકડાને 6-8 કલાક પલાળી રાખો.

તે બાદ આ પાણીને દિવસમાં બે વખત 2-3 ચમચી લો અને તેનું સેવન કરો. આ પાણી બાળકોને પણ આપી શકાય છે. પરંતુ તેનો ડોઝ ઓછો હોવો જોઇએ. આ પાણીને સ્વાદિષ્ટ બનાવવા માટે થોડૂંક પાણી મિક્સ કરી શકો છો. મધ માત્ર સ્વાદ જ નહીં પરંતુ તેનાથી ફાયદો પણ થશે.

જાણો તેના અગત્ય ના ફાયદા

ડુંગળીમાં પૂરતા પ્રમાણમાં એન્ટી ઓક્સીડેન્ટ્સ અને એન્ટી-ઇફ્લેમેટરી ગુણ રહેલા છે. જે ઠંડીથી બચવામાં ખૂબ કામ આવે છે. લાલ, સફેદ, કે ગુલાબી ડુંગળીમાં ઔષધીય ગુણ હોય છે જે વાયરલથી લડવામાં મદદરૂપ થાય છે. તે સિવાય સૌથી વધારે મળતા થાયોસલ્ફેટ, સલ્ફાઇડ અને સલ્ફોક્સાઇડ પણ ફાયદાકારક હોય છે.

ખાસ કરીને ડુંગળીના રસમાં એન્ટીમાઇક્રોબિયલ તત્વ હોય છે જે કફને બહાર નીકાળવામાં મદદ કરે છે. તે સિવાય તે ફેફસામાંથી ટૉક્સિન્સને બહાર કરે છે. તે રોગપ્રતિકારક શક્તિને વધારે છે.

ખાસ કરીને બીમારીમાં પાણીની ઉણપ હોવા પર ડુંગળીનું પાણીથી ખૂબ ફાયદા થાય છે. માટે આજથીજ આ ઉપાય કરવા નું ચાલુ કારીદો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here