એક વાર એન્ટ્રી કરી પછી મુશ્કેલ છે એક્ઝિટ, આ છે રહસ્યમયી ‛સુસાઈટ ફોરેસ્ટ’, જેટલું સુંદર એટલું જ ખતરનાક – જાણો વિગતે

જાપાનમાં આવેલું એકીગહારા જંગલ ખુબજ સુંદર છે પરંતુ જીવલેણ છે,રહસ્યમયી છે સુસાઈડ ફોરેસ્ટઆજે આપણે જે જંગલની વાત કરવાના છે તે ખુબજ રહસ્યોથી ભરેલું છે, આ જંગલ જાપાન માં આવેલું છે. આ જંગલ ખુબજ ખતરનાક માનવામાં આવે છે. એવું પણ માણવામાં આવે છે કે આ જંગલમાં એકવાર એન્ટ્રી કરી પછી બહાર નીકળવું ખુબજ મુશ્કેલ છે. જાપાનનું એકિગહારા જંગલ છે તો ખૂબ જ સુંદર પરંતુ જીવલેણ છે.

અહી મોટી સંખ્યામાં આવીને લોકો પોતાનો જીવ ગુમાવે છે. જેને કારણે તેને ‘સુસાઈડ ફોરેસ્ટ’ કહેવામાં આવે છે. આ જંગલ જાપાનના ફૂજી પર્વતની તળેટીમાં 30 વર્ક કિ.મીના ક્ષેત્રમાં ફેલાયેલું છે. આ જંગલમાં જે લોકો એન્ટ્રી કરે છે પછી બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે, તો આવો જાણીએ આ રહસ્યોથી ભરેલા જંગલની કેટલીક રોમાંચક વાતો.આ જંગલમાં એન્ટ્રી સરળ એક્ઝિટ મુશ્કેલ.

જાપાનના આ જંગલને ‘સુસાઈડ ફોરેસ્ટ’ પણ કહેવામાં આવે છે. અને આ જંગલમાં એકવાર એન્ટ્રી થઈ ગઈ પછી બહાર નીકળવું ખુબજ મુશ્કેલ છે. ફૂજી પર્વતની તળેટીમાં સ્થિત એકિગહારામાં ઘટાદાર વૃક્ષોની માયાજાળ આવેલી છે. ગાઢ જંગલ અને પથરાળી જમીનની માટી એટલી સખત છે કે ત્યાં ખોદકામ પણ શક્ય નથી.

આ જંગલમાં ભાગ્યે જ સૂરજની કિરણ પણ પહોંચે છે. આ જંગલ ખુબજ વિશાળ છે.અહિ જીપીએસ અને સેલફોન પણ કામ કરતાં નથી. આ જંગલમાં મોટી સંખ્યામાં લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે. આ જંગલ અનેક રાહશ્યોથી ભરેલું છે. એકિગહારામાં લોકો દશકોથી આત્મહત્યાં કરે છે. જોકે, આ વિશે 1950માં જાણકારી મળી હતી.નથી હોતું કોઈ જાનવર.

આ જંગલ એટલું મોટું વિશાળ હોવા છતાં આ જંગલમાં કોઈ જાનવર કે પક્ષી નથી હોતું. આ જંગલ ખૂબ જ ગાઢ છે અને જાનવરો માટે કંઈ જ ખાવા પીવાનું નથી હોતું. આ કારણે ત્યાં કોઈ જ જાનવર નથી હોતું. જંગલ ગાઢ હોવાના કારણે પક્ષીઓ પણ નથી હોતાં. આ કારણોસર આ જંગલાં કોઈ પક્ષી કે જાનવર જોવા નથી મળતા અને આ જંગલ એક દમ સુમસામ હોય છે.એકિગહારા જંગલ સૌથી વધુ આત્મહત્યા મામલે બીજા નંબર પર.

જાપાનના એકિગહારા જંગલ ને ‛સુસાઈટ ફોરેસ્ટ’ પણ કહેવામાં આવે છે. ઝાડ અને બરફની ગુફાઓથી ફેમસ એકિગહારા આત્મહત્યા માટે બદનામ છે અહી મોટી સંખ્યામાં આવીને લોકો પોતાનો જીવ ગુમાવે છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે દુનિયામાં આ બીજું સ્થાન એવું છે.

જ્યાં આત્મહત્યાનાં સૌથી વધારે મામલાઓ સામે આવે છે. પહેલા નંબર પર ગોલ્ડન ગેટ બ્રિજ છે. એવું માનવામાં આવે છે કે દર વર્ષે આશરે 100 લોકો આ જંગલમાં આત્મહત્યાં કરે છે. અને આ કારણોસર તેને ‛સુસાઈટ ફોરેસ્ટર’ નામથી પણ ઓળખવામાં આવે છે.જાપાનના એકિગહારા જંગલમાં પ્રેતનો પડછાયો જોવા મળે છે.

આ જંગલ સુસાઈટ ફોરેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે, જાપાનની લોકકથાઓમાં એવું કહેવાય છે કે આ જંગલમાં ભૂતપ્રેત રહે છે. આ કથાઓ અનુસાર ભૂત પીળી મહિલાઓના વેશમાં હોય છે. જેણે સફેદ ગાઉન પહેરેલું હોય છે. તેના લાંબા કાળા વાળ હોય છે. એવું માનવામાં આવે છે.

કે આત્મહત્યા કરનાર લોકોની આત્મા પોતાના પૂર્વજોની આત્માઓ સાથે ન રહી શકે. આ કારણે આત્માઓ આ જંગલમાં એકઠી થાય છે. અને આ એકિગહારા જંગલમાં એવું માનવામાં આવે છે કે દર વર્ષે આશરે 100 લોકો આ જંગલમાં આત્મહત્યાં કરે છે. અને એવું માનવામાં આવે છે કે આ આત્મહત્યા ભૂતપ્રેત કરાવે છે.આવી છે દંતકથા.

જાપાનના એકિગહારા જંગલ વિશે એક દંતકથા છે. આ જંગલમાં અનેક રહશ્યો છુપાયેલા છે. જેને સુસાઇડ ફોરેસ્ટ પણ કહેવામાં આવે છે. આ અનુસાર જ્યારે દુકાળના સમયમાં ભોજનનું સંકટ થતું હોય.

ત્યારે લોકોને પોતાના પરિવાર દ્વારા જંગલમાં મૂકી દેવામાં આવતાં હતાં. થોડા દિવસોમાં તેમનું ભૂખથી ટળવળીને અવસાન થતું હતું. એવું કહેવામાં આવા છે કે આ પછી તેમની આત્મા અહિ ભટકે છે. અને તેમની આત્મા આજ સુધી ભટકી રહી છે.આવી રીતે આવ્યું આ જંગલ ચર્ચામાં જાણો.

આ જંગલ ખૂબ જ વિશાળ અને મોટું હોવાથી અહીં કોઈ પ્રાણી, કે જાનવર જોવા નથી મળતા. આ જંગલને સુસાઇડ ફોરેસ્ટ નામ પણ આપવામાં આવ્યું હતું.

એકિગહારામાં લોકો દશકોથી આત્મહત્યાં કરે છે. જોકે, આ વિશે 1950માં જાણકારી મળી હતી. 1960માં સીચો માત્સુમોતો નામના એક લેખકે કુરોઈ કાઈઝુ(બ્લેક સી ઓફ ટ્રીઝ)નામથી એક નવલકથા લખી હતી. જેનો અંત જંગલમાં બે પ્રેમીઓની આત્મહત્યા સાથે થાય છે. જે પછી આત્મહત્યાની ચર્ચા થવાની શરુ થઈ હતી.

જે પછી 1993માં અન્ય એક ચર્ચિત પુસ્તક આવ્યું હતું જેનું નામ હતું. The Complete suicide manual જેમાં જંગલને મરવાનું સ્થાન જણાવવામાં આવ્યું હતું. 2018 ની શરુઆતમાં યુ ટ્યૂબ સ્ટાર લોગન પોલે આ સ્થાનને પોતાના વીડિયોમાં બતાવ્યું હતું.

વીડિયોમાં આત્મહત્યાના એક પીડિતને બતાવવામાં આવ્યો હતો. જેના ચહેરાને બ્લર કરવામાં આવ્યો હતો. આ વીડિયોને લઈ વિવાદ થયો હતો. જેથી જંગલ ફરી ચર્ચામાં આવ્યું હતું. આમ જાપાનના એકિગહારા જંગલના ખૂબ જ રહસ્યો છે. અને આ જંગલને ‛સુસાઈટ ફોરેસ્ટ’ નામ પણ આપવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here