ગત વર્ષે નોટબંધી પછી 500, 2000, 200, 100, 50, 10 ની નવી નોટો બઝાર માં આવી હતી જેના કલર ને લઈને લોકોને કુતૂહલ થયું હતું કેમ કે લોકોએ કદાચ દુનિયામાં પેહલી વાર ગુલાબી રંગ ની નોટ જોઈ હશે અથવા ભૂરા રંગ ની.
અમુક વાર તો નોટો ના કલર જોઈને એવું લાગે કે મેઘધનુષ ના તમામ રંગ ની નોટો ટૂંક સમય માં આવી જશે. 20 રૂપિયાની નવી નોટો આવશે.
ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે જાહેરાત કરી છે કે ભારતમાં જલ્દી જ 20 રૂપિયાની નવી નોટ આવવાની છે. આ નોટ પર આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસની સહી હશે. જણાવી દઈએ કે આ નોટમાં પણ મહાત્મા ગાંધીની નવી સીરિઝની હશે. આવો જાણીએ જૂની નોટોની તુલનામાં આ નોટમાં શું ફેરફાર કરવામાં આવ્યા છે.
નોટ પર હશે ભારતીય સંસ્કૃતિનું ચિત્રણ
આરબીઆઈએ 20 રૂપિયાની નવી નોટની એક તસવીર જાહેર કરીને જણાવ્યું હતું કે આ નોટ આછા પીળા રંગની હશે. આ સાથે જણાવી દઈએ કે નોટ પર ઈલોરાની ગુફાઓનું ચિત્રણ કરાયું છે, જે ભારતની સાંસ્કૃતિક વિરાસતને દર્શાવે છે. ઘણી લોકો વિચારી રહ્યા હશે કે નવી નોટ આવવાથી જૂની નોટો બંધ જશે. આવો જાણીએ કે નવી 20 રૂપિયાની નોટો આવ્યા બાદ જૂની નોટોનું શું થશે.
20 રૂ ની જૂની નોટોનું શું થશે?
આરબીઆઈ જાહેર કરાયેલા નોટિફિકેશનમાં સ્પષ્ટ કરાયું છે કે નવી નોટો જારી કર્યા બાદ જૂની નોટો પણ ચલણમાં રહેશે. એટલે કે જૂની નોટો પર તેની કોઈ અસર નહીં પડે. આરબીઆઈ દ્વારા રજૂ કરાયેલી 20 રૂપિયાની નવી નોટોના આગળના ભાગમાં ગાંધીનું ચિત્ર વચ્ચે છે.
આ પહેલા અન્ય નવી ચલણી નોટો બહાર પડાઈ
ઉલ્લેખનીય છે કે 2016 માં કરાયેલી નોટબંધી બાદ 500, 2000, 200, 100, 50 અને 10 રૂપિયાની નવી નોટો જાહેર કરી ચૂકાઈ છે. માત્ર 20 રૂપિયાની નોટ જ જૂની હતી. જેને પણ હવે નવા રંગરૂપ સાથે બહાર પાડવામાં આવી રહી છે.