વૃદ્ધાઆશ્રમમાં રહેતો બાપ પોતાના દીકરાઓને પત્ર લખે તો શું લખે ? અચૂક વાંચો

આ વાત વાંચતા પેહલા હું કહી દવ- આ કોઈ મનઘડન્ટ સ્ટોરી નથી આ દર્દ જાણવા માટે હું 2 દિવસ સુધી વૃદ્ધા આશ્રમમાં રોકાયો અને ત્યારે આ વાત મને એમને કહી.. જ્યારે એ આ વાત કેહતા તો એમનાથી વધુ હું રોતો.

અને તમે પણ સમય હોઈ તો કોઈવાર વૃદ્ધા આશ્રમ માં જઈને જુવો, કે એ લોકો કઈ આશાએ જીવે છે.

ગુજરાતનું એક મોટું નામાંકિત શહેર છે જેના એક છેવાડે એક વૃદ્ધા આશ્રમ છે. જેમાં લગભગ લગભગ 150 થી વધુ વૃદ્ધ માતા-પિતાઓ રહે છે. આ વૃદ્ધાઆશ્રમ ની એક વિશેસતા છે ” અહીં રહેતા એક પણ વ્યક્તિ ગરીબ  નહોતો હાલ ગમ તેમ જીવતા હોઈ પણ તેઓના સંતાન (સોરી યાર હું આમને સંતાન કેહવાય નથી માંગતો)” તેમના વારસદાર તમામ ખ્યાતનામ ડોકટર, વકીલ,પોલિસ ઓફિસર કે સારા બિઝનેસ મેનો છે.

હવે વાત શરૂ કરીએ

એક વાર જમનાલાલ ખુબજ બીમાર હતા, જમનાલાલ એટલે પોતાની મહેનત લગન અને બુદ્ધિની આવડત થી ગરીબાઈમાંથી આગળ આવેલ વ્યક્તિ. જેઓના 2 પુત્ર અને એક પુત્રી હતા અને સાથે એમના ધર્મપત્ની કે જેઓ જશોદાબેન વૃદ્ધાઆશ્રમમાં મરવાની આખરી તારીખ નજીક જીવી રહેલા જમનાલાલ ને તેમના વૃદ્ધા આશ્રમના સાથીઓ પોતાની વેદના લખવાનું કહે છે..ત્યારે એ ના -ના પાડતા પાડતા લખવાનું ચાલુ કરે છે.

મારો જન્મ એક મધ્યમ ગરીબ વર્ગમાં થયો પણ કાળ એવો ખાઈ ખપુછી ને બેઠો હતો કે મારા જન્મની સાથેજ મારી માં એ દુનિયામાં વિદાઈ લીધી. પણ મારા માં બની ને મારા બાપ એ મને ભણાવ્યો અને ગણાવ્યો પણ તેઓ 17 વર્ષનો હું થયો ત્યારે એક અકસ્માત માં મને મૂકી ને ચાલ્યા ગયા.

હવે હું કાકા કાકી ના ત્યાં રહેતો. જેઓ મને ધીમે ધીમે દુનિયાના રંગ બતાવી રહ્યા હતા 5 વર્ષ મેં ત્યાં રહી ને પછી અલગ થવાનો નિર્ણય કર્યો. જેથી હું દક્ષિણ ના એક શહેરમાં આવ્યો અને કામ શીખ્યો (કામ પણ શું કે લારી ખાવાપીવાની ચાલુ કરી)

ધીમે ધીમે હું સારું કમાયો અને ત્યાંજ દુકાન લીધી અને થોડો સુખી હોવાથી લગ્ન કર્યા. બાદમાં પણ મહેનત વધતા મેં ફરસાણ નું આખા ગુજરાતમાં ચાલુ કર્યું અને સારું એવું ચાલ્યું પણ ખરું.

થોડા દિવસો બાદ અમારા ઘરમાં પહેલો સારો ખુશીનો પ્રસંગ આવ્યો જેમાં હું એક દીકરાનો બાપ બન્યો જેનું નામ મેં ભાવિન રાખ્યું. બીજા દીકરાનું નામ મેં જલ્પ રાખ્યું અને દીકરીનું નામ લક્ષ્મી રાખ્યું કેમ કે લક્ષ્મીજી રોજ આવતા જ હતા ઘરે એટલે.

બાળકો આવ્યા બાદ મેં એમને સારામાં સારી સ્કૂલમાં ભણવા મુક્યા જેમાં ભાવિન અને જલ્પ ખુબજ હોશિયાર હતા અને હોઈપન કેમના જમનાલાલ ક્યાં ડફોળ હતા ?

ધીમેં ધીમે તેઓ પણ એક એક કરી ને મોટા થયા, જેમાં ભાવિન ડોકટર બન્યો અને તેને અમદાવાદમાં પ્રેક્ટીસ ચાલુ કરી. જલ્પ એક મલ્ટીનેશનલ કંપની માં મેનેજર બન્યો અને બેંગ્લોર શિફ્ટ થયો. પણ લક્ષ્મી સેજ ઓછી હોશિયાર હતી અને એને ખાલી ગ્રેજ્યુએટ થઈ ને ઘરે મદદ કરવાનું ચાલુ કર્યું.

બાદ માં મેં એમના લગ્ન અમારી નાત માં સારા માં સારી કન્યાઓ જોડ કરાવ્યા. જેમાં ભાવિન ની પત્ની પણ ડોકટર હતી. જલપની પત્ની સરકારી અધિકારી હતી અને લક્ષ્મી ના લગ્ન ખાલી એક સરકારી અમલદાર સાથે કર્યા.

હવે આવ્યો મારો સંઘર્ષ નો દાડો. મારી પત્ની નું અકાળે એક દુર્ઘટનામાં મૃત્યુ થયું (જેમાં એક શોર્ટ સર્કિટ થવાના કારણે)

હવે ભાવિન અમદાવાદ હતો. જલ્પ બેંગ્લોર હતો અને લક્ષ્મી કે જેના સાસરે હતી. અને હું આ શહેરમાં એકલો મેં આ તમામ ધંધો વેચવાનો મક્કમ નિર્ણય કર્યો અને સારા કિંમતમાં વેચી પણ દીધી.

હવે મારી જોડે એક સારી કહી શકાઇ એવી રકમ હતી જે પાંચ કરોડ થી થોડી ઓછી હતી.

હું અમદાવાદ આવ્યો ભાવિન જોડ રહેવા. ભાવિન ની પત્ની સુરભી મને ખુબજ સરસ રાખતી..હું સવારે ઉઠું એ પેહલા એ ચા બનાવી ને આપી જાય..જમવાના સમય થિ વહેલું મને જમાડી દે.. અને દવાઓ પણ લાવી આપે..

થોડા સમય પછી હું જલ્પના ત્યાં બેંગ્લોર પણ ગયો…ત્યાંપન મને જલ્પની પત્ની ખુબજ સરસ રાખતી આ બાબતોથી હું ખુશ હતો કે મારા બે દીકરાઓ સુખી છે. મારી દીકરી પણ સાસરે સુખી હતી..જમાઈ અને એમનું પરિવાર સારું હતું..

ત્યારે ભાવિન એ માંગણી કરી કે બાપુ મને હોસ્પિટલ બનાવવાનો એક વિચાર છે તો આપ મદદ કરો. હું ના પણ કેમ પાડું મારી જોડ તો હતાજ ને રૂપિયા.

મેં 2 કરોડ રૂપિયા ભાવિન ને આપ્યા. અને સાથે જ 2 કરોડ રૂપિયા જલ્પને આપ્યા બાદમાં વધેલા પૈસા મેં ફરી એમને ભાગ પાડી દીધા અને દીકરી ને આપવા છતાં એ કઈ જ લેવા તૈયાર નહોતી તો બેવ દીકરાઓને આપી દીધા પણ આ આપ્યા ના એક વર્ષ બાદ મારી દીકરીને માથે સંકટ આવ્યું કે મારા જમાઈનું મૃત્યુ થયું. હવે મારે દુઃખ ના દહાડા આવ્યા.

મારા બેવ દીકરાઓ પત્ની હવે પેહલા જેવું સારું નહોતી રાખતી. જે પેહલા મને ઉઠતાની સાથે ચા આપતા એ પણ હવે નથી આપતા. કે નથી જમવાના સમયે જમવાનું મળતું.

ઘણી વાર દીકરો બહાર ગયો હોય ત્યારે તો જમવાનું નાજ મળતું..પણ હું જે રૂમ માં હતો તેં રૂમ ને એ લોક કરી દેતી. અમુક વાર હવે એ હદ બહાર વટતી કે હાથ ઉપાડતી. વારે વારે બોલતી રહેતી કે આ નવરો લુખો ડોશો ઘરનું ખાઈ ખાઈ ને પડી રેહ છે.

હવે શરીર મારુ સાથ ના આપતું ડાયાબિટીશ, શ્વાસ નો પ્રોબ્લેમ હતો. પણ હવે મારા માટે દવાઓ પણ ના લાવતી. આ વાત મેં ડોકટર દીકરાને કહી પણ એને ના સાંભળી ત્યારે હું ખુબજ રડ્યો.

આ વાત મેં જલ્પ ને કહી ત્યારે એને કહ્યું તમે અહીં આવતા રહો ત્યારે હું ટ્રેન ના પૈસા પણ એટલા જ લઇ ને ગયો જેટલા ની ટીકીટ હતી એક રૂપિયો એને મને વધુ ના આપ્યો.

હું જલ્પના ઘરે જેમ તેમ પહોંચ્યો ત્યારે તેની પત્ની એ 2 -3 દિવસ સારું રાખ્યું પણ પછી આવું જ કરવા માંડ્યું ધીમે ધીમે હવે મેં પોતાનું જીવન ટુકવવા તરફ જ વિચાર કર્યો પણ ત્યારે મને હવે મારી વિધવા દીકરીનો વિચાર કોરી ખાતો છેલ્લે મેં એની પાસે જવાનો વિચાર કર્યો. પણ એનું દુઃખ એટલું હતું કે હું જવા નહોતો માંગતો કે નહોતા મારી પાસે હાલ પૈસા કે હું એને આપી શકું.

છેવટે મેં ભાવિન ને વીંન્તિ કરી કે મને તું થોડાક રૂપિયા આપ પણ એને સામેથી મને અહીં વૃદ્ધા આશ્રમમાં મુકવાની વાત કરી.

મને કમને મેં આ સ્વીકાર્યું અને હું અહી આવ્યો ને 6 મહિના થય એમાં જાણ થઈ કે ભાવિન ને પુત્ર છે અને જલ્પ ને પુત્રી પણ આજ સુધી હું નથી જોઈ શક્યો.

એક વાર મેં ફોન કર્યો હતો. કે મારે મળવું છે ત્યારે ભાવિન ના વાઈફ ના પાડી કે તમે કોણ છો ? શુ સંબંધ છે તમારે ? બસ એજ દિવસ થી હું અહી બેસી ને મોત ની રાહ જોવ છું. પણ ક્યારેક ક્યારેક મારી દીકરી આવી જાય છે અને આ જખમ ઉપર સેજ મલમ લગાવી જાય છે. અહીં વૃદ્ધા આશ્રમ માં મોટાભાગના મારા જેવા જ છે. પણ અમુક ના સંતાનો વિદેશમાં છે તો અમુક ના ખ્યાતનામ છે.

ખરેખર હું વિચારું તો મારી જિંદગીની કયી ભૂલ હશે કે મારા આવા કપાતર 2 પાક્યા એમ વાંક હું કોનો ઘણું પુત્રો નો કે પુત્રીઓનો ?

આપ કહો.

સમય સાથે હું એક વાત 100% શીખ્યો કે વેલ્યુ હવે ના જમાનામાં પૈસાની રહેશે અને એમાપન એક એજ્યુકેટેડ ક્લચર આંધરું અનુકરણ કરે એ ખુબજ દુઃખદ છે.

સ્ટોરી સાચી છે-પણ નામ-કામ-અને ઠામ બદલ્યા છે, આભાર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here