હાર્દિક મક્કમ મંજુરી મળે કે ના મળે ઉપવાસ તો કરીશ, પાટીદારોના અત્યારથી ધામા

પાટીદારોને અનામત અપાવવા મામલે હાર્દિક પટેલ કાલ એટલે કે 25 ઓગસ્ટથી જ આમરણાંત ઉપવાસ કરવા જઈ રહ્યો છે. જો કે આ ઉપવાસ આંદોલન માટે પોલીસે કોઈ પણ સ્થળની મંજુરી આપી નથી. પરંતુ હાર્દિક મક્કમ મને મંજુરી મળે કે ન મળે ઉપવાસ તો કરશે. અત્યારથી જ હાર્દિકના નિવાસ સ્થાને પાટીદારોએ ધામા નાખી દીધા છે. હાર્દિક પટેલને ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં બેસીને ઉપવાસ કરવાની મંજૂરી માંગી હતી પણ ગાંધીનગર જિલ્લા કલેક્ટરે પોલીસ અભિપ્રાયના આધારે મંજુરી આપી નથી.

પરવાનગી ન આપવી તે મારા માટે નહીં સરકાર માટે શરમજનક વાતઃ હાર્દિક

હાર્દિકે ઉપવાસ પર બેસવાને લઈ કહ્યું કે, સરકારે મને પરવાનગી નથી આપી તે મારા માટે નહીં પણ સરકાર માટે શરમજનક વાત છે. હું આવતીકાલે મારા નિવાસસ્થાને ઉપવાસ ઉપર બેસવાનો છુ, આ કોઈ વ્યક્તિગત લડાઈ નથી, આ ખેડૂતો અને અન્યાય સહન કરનાર લોકોની લડાઈ છે. મને મકાન ભાડે આપનાર વ્યક્તિને બોલાવીને પોલીસ દબાણ કરી રહી છે અને બે-બે વખત ભાડા કરાર મંગાવવામાં આવ્યો છે, આમ છતાં મારી લડાઈ ચાલુ રહેશે.

વિસનગર કોર્ટે હાર્દિક, લાલજી અને એકે પટેલને આપ્યા સોલવન્સી જામીન

વિસનગરમાં MLAની ઓફિસમાં તોડફોડ મામલે હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે. પટેલે રૂ.20 હજાર ભરીને સોલવન્સી જામીન મેળવ્યા છે. આ અગાઉ ત્રણેયને વિસનગર કોર્ટે 2 વર્ષની સજા ફટકારી હતી. ત્યાર બાદ તેમને ત્રણ કલાકમાં જ જામીન મળ્યા હતા. ત્યારબાદ તેમણે હાઇકોર્ટમાં અરજી કરતાં હાઇકોર્ટે વિસનગર કોર્ટના ચુકાદા પર સ્ટે આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here