આખો દિવસ કામ પછી પણ રાત્રે ઊંઘ નથી આવતી,તો જરૂર થી વાંચજો, અપનાવો આ ઘરેલું ઉપાય. નુકશાનકારક ઊંઘની દવા ક્યારેય નહિ લેવી પડે.

ઘણીવાર આખો દિવસ કામ કર્યા પછી પણ રાત્રે ઊંઘ આવતી નથી અને પછી બીજા દિવસે ઊંઘ આવે છે અને જો દિવસે સુઈ જઈએ તો રાતે ઊંઘ નથી આવતી. ઘણીવાર તો ઊંઘ આવતી હોય અને પથારીમાં પડીએ એટલે તરત જ ઊંઘ ગાયબ થઈ જાય છે. અને પછી ઊંઘ આવવાનું નામ જ નથી લેતી. જો તમે પણ આ સમસ્યાથી લાંબા સમયથી ચાલતી હોય તો તમારા શરીરને ખૂબ જ નુકસાન થઈ શકે છે.

ઘણા લોકો તો આખો દિવસ સુઈ રહેતા હોય છે કારણ કે તેને રાત્રે સરખી ઊંઘ આવતી નથી. અને પછી ધીમે ધીમે ઊંઘ ની દવા લેવાનું શરૂ કરે છે. ઘણી લાંબા સમયથી જો ઊંઘ ની દવા લેવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક સાબિત થઇ છે. આખા દિવસ ના થાક પછી પણ જો રાત્રે નીંદ ના આવે તો શરીર માટે ખૂબ જ ખતરનાક રહે છે. નીંદર દરમિયાન શરીરના અંગો ને આરામ મળે છે. જે શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે.

જો રાત્રી દરમિયાન બરાબર ઊંઘ ના આવે તો આખો દિવસ શરીર થાકેલું રહે છે. અને કામમાં પણ મન લાગતું નથી. દુનિયામાં લગભગ ૩૦ ટકા જેટલા લોકોને રાત્રે ઊંઘ આવતી નથી. આજે અમે કેટલાક ઘરેલુ ઉપાય જણાવશું જેનાથી તમને ભરપૂર ઊંઘ આવશે. જો રાત્રે સૂતી વખતે હાથ પગ ને સારી રીતે ધોઈને ઊંઘવાથી પણ સારી ઊંઘ આવે છે.

આ ઉપરાંત  ક્યારેય સુતી વખતે ચા અને કોફીનું સેવન કરવું નહીં. જે લોકોને રાત્રે ઊંઘ ના આવતી હોય તે લોકો સૂતી વખતે ગરમ દૂધ પીવાથી પણ નીંદર માં વધારો થાય છે. એક કપ ગરમ દૂધની અંદર થોડો તજ પાવડર અને હળદર મિક્સ કરીને પીવાથી તરત જ ઉંઘ આવી જાય છે. જીરુ એ આયુર્વેદ માં ખુબજ આગવું સ્થાન છે. સુતા પહેલા જીરાની ચા પીવાથી નિંદ્રામાં રાહત થાય છે.

ઊંઘવાના એક કલાક પહેલા બધા જ ઇલેક્ટ્રોનિક સાધન જેવા કે મોબાઈલ, ટીવી, કોમ્પ્યૂટર આ બધું બંધ કરી દો. કારણકે સાધનોથી મગજ વધારે પડતું એક્ટિવ રહે છે. અને ઉંઘ ઉડી જાય છે. આ ઉપરાંત સારી ઊંઘ લાવવા માટે પગના તળિયામાં સરસવના તેલ નુ માલીશ કરવાથી સારી ઊંઘ આવશે. જ્યારે તમે સૂવો છો ત્યારે ડાબા પડખે સુવું અને ઊંડા શ્વાસ લેવાથી પણ તરત જ નીંદર આવી જાય છે.

જે લોકો ને અનિદ્રાથી પીડાતા હોય તે લોકોએ પોતાની દિનચર્યા બરાબર કરવી જોઈએ. રોજ સમયસર સૂઈ જવું જોઈએ. મોડી રાત સુધી જાગવું ન જોઈએ. જો તમે અનિદ્રાથી પીડાતા હોય છો તો ડાયાબિટિસ, હાર્ટ-ડિસીઝ, સાંધાના દુખાવા જેવા ગંભીર રોગો થઇ શકે છે. આ રોગથી બચવા માટે ઊંઘ પૂરી કરવી ખૂબ જરૂરી હોય છે. જો નિંદ્રા પૂરી ન થાય તો જાડાપણું પણ થઈ શકે છે. કારણકે ઊંઘ પૂરી ન થાય તો આપણે વધારે ખાઈએ છીએ અને વજન વધવાની શક્યતા રહે છે.

રાત્રે સૂતી સમયે સૂતા સમયે ૧૦ થી ૧૫ મિનિટ સુધી પ્રાણાયામ કરવાથી પણ ઊંઘ તરત જ આવી જશે. આ ઉપરાંત અશ્વગંધા અને સર્પગંધા ને સરખા પ્રમાણમાં લઇને રોજ રાતે સૂતા પહેલા એક ચમચી પાણી સાથે લેવાથી તરત જ ઉંઘ આવી જશે. રાત્રિના સમયે હળવો ખોરાક લેવો જો તમે ભારે ખોરાક લેશો તો પચવામાં વધારે મુશ્કેલી થશે અને ઊંઘ પણ નહીં જલ્દી આવે. રોજ રાત્રે સફરજનને દૂધ સાથે ખાવાથી અનિંદ્રા રાહત થાય છે. આ ઉપરાંત ગુણ સાથે ગંઠોડાનો પાઉડર ને દૂધ સાથે લેવાથી પણ સારી ઊંઘ આવે છે.

જો તમને બપોરે સૂઈ જવાની આદત છે. ખાસ કરીને ગૃહિણીઓ બપોરે જમીને પછી સુઈ જાય છે. અને પછી રાત્રે ઊંઘ ન આવવાની ફરિયાદ આવે છે. આ માટે બપોરે સૂવાનું ટાળવું જોઈએ. જો દિવસ દરમિયાન થાક લાગ્યો હોય તો બપોરના સમયે માત્ર ૨૦ થી ૨૫ મીનીટ સુધી જ સૂવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here