32 વર્ષ પહેલાં કરાચી એરપોર્ટ પર ભારતની નીરજાએ જીવ આપીને બચાવ્યા’તા 368 લોકોના જીવ

પોતાની બહાદુરીથી 368 લોકોનો જીવ બચાવનારી એર હોસ્ટેસ નીરજા ભનોતને દેશમાં કોઈ ભૂલી શકે એમ નથી. વર્ષ 1986માં એક વિમાનના કરાંચી એયરપોર્ટથી હાઈજેક થયા બાદ નીરજાએ આતંકવાદીઓ સાથે લડતા 368 લોકોના જીવ બચાવ્યા હતા પણ આ જંગમાં તે પોતાનો જીવ ગુમાવી બેસી હતી. આ ઘટના પર આધારિત બોલિવૂડ ફિલ્મ ‘નીરજા’ પણ રજૂ થઇ ચુકી છે. નીરજાનુ પાત્ર અભિનેત્રી સોનમ કપૂરે ભજવ્યું હતું. આ અહેવાલ સાથે અમે તમને જણાવી રહ્યા છીએ નીરજા ભનોતની 11 રસપ્રદ વાતો….

1. પેન એમ 73 ફ્લાઇતની સીનિયર પર્સન રહી ચૂકેલી નીરજા ભનોત 1986માં આતંકવાદીઓનો મુકાબલો કરતાં અને વિમાનમાં સવાર યાત્રીઓની જીવ બચાવતી વખતે શહીદ થઇ હતી. હુમલાના સમયે વિમાનમાં લગભગ 400 લોકો હાજર હતા. નીરજા તે સમયે ફક્ત 23 વર્ષની હતી. 5 સપ્ટેમ્બરના રોજ અકસ્માત થયો અને 7 સપ્ટેમ્બરના રોજ નીરજાનો જન્મ દિવસ હતો.

2. નીરજાનો જન્મ પત્રકાર હરીશ ભનોત અને રમા ભનોતના ઘરે 1963માં થયો હતો. તેના માતા-પિતએ જન્મ પહેલાં જ નક્કી કર્યું હતું કે જો તેમના ઘરે પુત્રીનો જન્મ થશે તો તે તેને’ લાડો’ કહીને બોલાવશે.

3. વર્ષ 1985માં એક બિઝનેસમેનની સાથે નીરજાના એરેંજ મેરેજ થયા. લગ્ન બાદ તે પોતાના પતિની સાથે ખાડી દેશ જતી રહી. જ્યાં તેને દહેજ માટે યાતનાઓ આપવામાં આવે. નીરજા આ બધાથી કંટાળીને લગ્નના બે મહિના બાદ જ મુંબઇ પરત આવી ગઇ અને પછી પિતા ઘરે પરત ફરી.

4. મુંબઇ પરત ફર્યા બાદ તેણે કેટલાક મોડલિંગ કોન્ટ્રાક્ટ પુરા કર્યા અને ત્યારબદ પેન એમ એરલાઇન્સ જોઇન કરી. આ દરમિયાન તેણે એન્ટી-હાઇજેકિંગ કોર્સ પણ કર્યો.

5. ઘટનાના દિવસે નીરજા વિમાનમાં સીનિયર પર્સન તરીકે તૈનાત હતી. 5 સપ્ટેમ્બરના રોજ મુંબઇથી ન્યૂયોર્ક જવા માટે રવાના થયેલા પેન એમ 73 વિમાને કરાંચીમાં ચાર આતંકવાદીઓએ હાઇજેક કરી લીધું.

6. વિમાન હાઇજેક કર્યાના 17 કલાક બાદ આતંકવાદીઓએ વિમાનમાં સવાર લોકોને મારવાનું શરૂ કરી દીધું હતું પરંતુ નીરજાએ હિંમત દાખવી અને વિમાનના ઇમરજન્સી દરવાજાને ખોલવામાં સફળ રહી.

7. નીરજા ઇચ્છતી તો ઇમરજન્સી દરવાજો ખોલવાની સાથે જ સૌથી પહેલાં નિકળી શકતી હતી પરંતુ તેણે જવાબદારી ઉપાડી અને પહેલાં યાત્રીઓને બહાર કાઢવાનો નિર્ણય કર્યો.

8. જે સમયે તે ત્રણ બાળકોને સુરક્ષિત રીતે વિમાનમાંથી બહાર કાઢી રહી હતી ત્યારે એક આતંકવાદીએ તેના પર બંદૂક તાણી દીધી. મુકાબલો કરતાં નીરજા ત્યાં જ શહીદ થઇ ગઇ.

9. નીરજાની બહાદુરીએ તેણે આંતરરાષ્ટ્રીય સ્તર પર હીરોઇન ઓફ હાઇજેકના રૂપમાં ફેમસ કરી દીધી.

10. નીરજાની યાદમાં એક સંસ્થા નીરજા ભનોત પેન એમ ન્યાસની સ્થાપના કરવામાં આવી છે. જે મહિલાઓને તેમના સાહસ અને વીરતા માટે સન્માનિત કરે છે.

11. નીરજા સૌથી યુવા અને પ્રથમ મહિલા હતી, જેને તેની બહાદુરી માટે અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવી હોય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here