તારક મહેતા શો ના નટુકાકા ની અંતિમ ઈચ્છા, જાણી ને તમને પણ રડાવી દેશે. આવી રીતે ઈચ્છે છે પોતાનું મૃત્યુ

પ્રખ્યાત સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દરેક લોકોને ખૂબ જ પ્રગતિ પસંદ હોય છે. તેમાં પણ નાના બાળકો જેના ઘરમાં હશે તેના ઘરમાં તો તારક મહેતા ખુબ જ પસંદ નો શો હોય છે. દરેક લોકો ને આ શો માં મનોરંજન ની સાથે સાથે ઘણું બધું શીખવા મળી રહ્યું છે. થોડા સમય પહેલા જ હાથીભાઈ  નો રોલ કરતા એક્ટર નું મૃત્યુ થયું હતું. અને દયાભાભી નો રોલ કરતા દિશા વાનાની પણ સેટ પર નથી. આ ઉપરાંત થોડા સમય સુધી નટુકાકા પણ સેટ માં દેખાતા ન હતા.

તેમાં પણ તારક મહેતા ના કલાકાર ઘનશ્યામ નાયક એટલે કે નટુકાકા ખૂબ જ પ્રખ્યાત પાત્ર છે. થોડા સમય પહેલા જ  ન્યુઝ પ્રમાણે તે લોકડાઉન પછી એપિસોડ માં દેખાતા ન હતા. તેનું કારણ હતું તે 77 વર્ષના નટુકાકા ની તબિયત લથડી ગઇ હતી. નટુકાકા કેન્સર જેવી ગંભીર બિમારીથી લડી રહ્યા છે. તેની સારવારમાં કિમોથેરાપી શરૂ કરવામાં આવી છે. થોડા સમય પહેલા જ નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક ને કેન્સરની બીમારી છે તેવી જાણ થઈ તોપણ તે કેન્સરની બીમારી હોવા છતાં તે તારક મહેતામાં કામ કરી રહ્યા છે.

નટુ કાકા ને તારક મહેતા માં કામ કરવું ખુબ જ પસંદ છે. થોડા સમય પહેલા જ નટુ કાકા ના પુત્ર એક વખત વાત કરી  હતી કે કઈ રીતે ત્રણ મહિના પહેલા નટુકાકાને ગળામાં કેન્સરના કેટલાંક સ્પોર્ટ જોવા મળ્યા હતા. ત્યારબાદ તેણે તેની સારવાર શરૂ કરી. થોડા વર્ષો પહેલા પણ નટુકાકાને ગળામાંથી 8 કાઢવામાં આવી હતી. અને આ ઓપરેશન બાદ તેની સારવારમાં ઘણો સુધારો પણ થયો હતો.

એક ઇન્ટરવ્યૂમાં નટુકાકા જણાવે છે કે મને ભગવાન પર વિશ્વાસ છે કે તેઓ જે પણ કરશે તે સારું કરશે એટલે હવે થોડા સમય સુધી નટુકાકાને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં તેના ચાહકો જોઈ નહિ શકે. નટુકાકા એક એવું પાત્ર છે કે જે દરેક લોકો ને ખુબ જ મનોરંજન કરાવે છે. અને તેની પાસેથી ઘણું બધું શીખવા પણ મળે છે.

કોરોના મહામારી ના કારણે ફિલ્મ અને ટીવી શૂટિંગ હમણાં થી બંધ હતું. અને થોડા સમય પહેલા શૂટિંગ ફરી શરૂ થઈ ગયું. આ શોના સેટ પર પાછા ફરતા સમયે ૬૫ વર્ષથી ઉપરની વ્યક્તિને શૂટિંગમાં સામેલ ન કરવા માટે જણાવવામાં આવ્યું હતું. તારક મહેતા નું શૂટિંગ શરૂ થતા છતાં પણ  નટુકાકાને ન આવવા માટે ખૂબ જ દુઃખ થયું. અને હવે થોડા સમય પહેલા જ નટુકાકા પાછા શો માં દેખાય છે. તેને કીધું કે તેને અંતિમ ઇચ્છા છે કે આ ઇન્ડસ્ટ્રીમાં રહી મેકઅપ સાથે મરવાની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here