મહિલાઓની આ નાનકડી ભૂલ બની શકે છે વધારે વાળ ખરવાનું કારણ,જેને વધારે વાળ ખરે છે તે આ જરૂર થી વાંચો,

આજકાલની જીવનશૈલી ખૂબ જ બદલાઈ ગઈ છે બહારની ખાણીપીણી અને વ્યસ્ત જિંદગીમાં દરેક પોતાના વાળની સંભાળ રાખવા ઇચ્છતો હોય છે અને સુંદર દેખાવા ઈચ્છતા હોય છે. પરંતુ આજકાલ સ્ત્રીઓ માં વાળ ખરવાનું સમસ્યા સામાન્ય થઈ ગઈ હોય એવું જ લાગે છે. કોઇપણ સ્ત્રી એવું ન હોય કે તેને વાળ ખરતા નથી. આમ સમસ્યાનો સામનો કરવા માટે મોંઘી મોંઘી પ્રોડક્ટનો ઉપયોગ વાળ ખરતા અટકાવવા માટે કરતી હોય છે. ઘણીવાર તો આ મોંઘા ઉત્પાદનો કામ આવતા નથી અને આડઅસર પણ કરે છે. અને જેવી સમસ્યા હતી તેવી ને તેવી તો રહે છે.

આજે અમે તમને બતાવીશું કે સ્ત્રીઓમાં વાળ ખરવા નો પ્રોબ્લેમ કેમ થાય છે. અને તેના કારણ પણ શું છે. દરેક સ્ત્રીઓ એ પહેલા કારણો જાણી લેવા જોઈએ અને પછી જ તેના ઉપાયો કરવા જોઈએ. ડોક્ટરોના કહેવા પ્રમાણે રોજ પચાસ-સો વાળ ખરે તો તેને સામાન્ય વાળ ખરતા હોય એવું કહી શકાય. પરંતુ જો તેના કરતાં વધારે ખરતાં હોય તો એ ખૂબ જ ચિંતાનો વિષય છે. એક હદ કરતા વધારે વાળ ખરવા લાગે તો તેની જગ્યાએ એટલા નવા વાળ આવી શકતા નથી. અને તેની અસર આપણી સુંદરતા પણ પડી શકે છે.

મોનોપોઝ સમયે સ્ત્રીઓને વાળ ખરવાની સમસ્યા અને ફરિયાદ આવી શકે છે. કારણ કે મોનોપોઝ સમય દરમ્યાન શરીરમાં ઘણા બધા આવે છે. હોર્મોનલ ચેન્જીસ આવે છે. અને તેની સીધી અસર વાળ પર પડે છે. આ માટે મોનોપોઝ માંથી બહાર આવીને ટેન્શન ફ્રી થઈ જિંદગી જીવવાનું શરૂ કરો તો તમારા વાળ ખરવાનું બંધ થઈ જશે. અને તમને આ સમસ્યામાંથી જલ્દી જ રાહત મળશે.

ઘણી સ્ત્રીઓ અત્યારની સ્ત્રીઓ સુંદર અને સ્લીમ દેખાવા માટે પ્રયત્ન કરતા હોય છે. કેટલીક સ્ત્રીઓ પોતાનું વજન ઓછું કરવા માટે ડાયટીંગ કરતી હોય છે. ડાયટિંગ કરવાને કારણે શરીરમાં પૂરતા પોષક તત્વો ન મળતાં હોવાને કારણે સીધી અસર વાળ પર પડતી હોય છે. આમ કરવાથી શરીરમાં ઘણું નુકસાન પણ થઈ શકે છે. ડાયટિંગ કરતા પહેલા ફરજિયાત ડોક્ટરની સલાહ લો. અને તે જણાવે તે અનુસાર જ ડાયેટીંગ કરું તો વાળની વાળ ખરવાની સમસ્યામાં રાહત મળશે.

એનિમિયા ને કારણે પણ વાળ ખરવાની સમસ્યા થઈ શકે છે. પોતાની વ્યસ્ત જીવનશૈલીને કારણે ખોરાક પર ધ્યાન ન આપવાને કારણે સ્ત્રીઓમાં આયર્નની કમી જોવા મળે છે. અને એનિમિયા થાય છે અને પિરિયડ્સ દરમ્યાન વધારે પડતાં રક્તસ્રાવને કારણે પણ આયર્નની કમી થઈ શકે છે. આ માટે આયરન યુક્ત ખોરાક ખાવો જોઈએ. જેનાથી તમારા વાળ ખરવાનું જોખમ ઓછું થઇ છે અને નવા વાળ કરવાનું શરૂ થાય.

અત્યારે દરેક સ્ત્રીઓને હેર સ્ટાઈલ કરવાનું ખૂબ જ શોખ હોય છે. હેર સ્ટાઇલ માટે હેર સ્ટ્રેટનિંગ ની કે પછી કલ્સ કરવામાં આવે છે જે વાળ પર ખૂબ જ ખરાબ અસર કરે છે. અને થોડા સમય પછી એવું પણ સમય આવી જાય છે કે વાળ ખૂબ જ ખરાબ લાગે છે. આ ઉપરાંત ઘણી વાર લોભામણી જાહેરાતને કારણે પણ એવી પ્રોડક્ટ કરવાને કારણે પણ વાળ ખરવાની સમસ્યા થઈ શકે છે. માટે કેમિકલયુક્ત વસ્તુનો ઉપયોગ કરતાં ટાળવું જોઈએ.

ઘણીવાર થાઇરોઇડ સમસ્યાને કારણે પણ વાળ ખરી શકે છે. પ્રેગ્નેન્સી દરમિયાન શરીરમાં ઘણા બધા ચેન્જીસ આવે છે આ પણ કારણ હોઈ શકે કે વધારે પડતાં વાળ કરવાનું. તમે ગર્ભાવસ્થા દરમિયાન પોષણયુક્ત ખોરાક ખાવાનું શરૂ કરી દો. તો તમારા વાળ ખરવાનું બંધ થઈ જશે. આ ઉપરાંત નવા વાળ પણ આવી શકે છે. અને જુઓ ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ કરતા હોય તો તેનું પણ સેવન કરવાનું ટાળવું જોઈએ. વાળને ખરતા અટકાવવા માટે તેલ ને  માથામાં હળવા હાથે મસાજ કરો. ઘરેલૂ નુસખાનો ઉપયોગ કરો. બહારની મોંઘીદાટ અને કેમિકલ યુક્ત પ્રોડક્ટનો ઉપયોગ ટાળો અને ભીના વાળમાં તેનો ઉપયોગ ક્યારેય ન કરો તો તમે વાળ ખરતા અટકાવી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here