મુસ્લિમ ડ્રાઈવર માટે હિન્દૂ અધિકારીએ રોજા રાખ્યા, જાણો કેમ

પોતાના ડ્રાઈવર માટે રોજા રાખનારા અધિકારીએ કહ્યું, માનવતા સૌથી પહેલા, ધર્મનો નંબર આ પછી આવે…

હાલ મુસલમાન લોકોનો પવિત્ર મહિનો રમઝાન ચાલી રહ્યો છે,ત્યારે એક એવા રોઝા ની વાત કરીશું જે જાણી ને તમને આશ્ચર્ય થશે,પણ એનાથી વધુ ખુશી પણ થશે.

ડ્રાઈવર માટે અધિકારીએ રોજા રાખ્યા.

દેશમાં એકબાજુ કેટલાક દિવસોથી સાંપ્રદાયિક માહોલ ખરાબ કરનારી ખબરો ચર્ચામાં છે, પરંતુ મહારાષ્ટ્રના બુલધાણામાં સામે આવેલી એક ઘટના તમારા મનને શાંતિ આપનારી છે. અહીં બુલધાણાના મંડળ વન અધિકારી સંજય માળીએ પોતાના મુસ્લિમ ડ્રાઈવર ઝફરના બદલે રોજા રાખ્યા છે. ઝફરની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ, જે કારણે  તે રમજાન દરમિયાન રોજા ન રાખી શક્યો.

બીમારીના કારણે ડ્રાઈવર રોજા ન રાખી શક્યો

ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા સંજય માળીએ કહ્યું, ‘મેં 6 મેએ ઝફર સાથે એમ જ વાત  વાતમાં પૂછ્યું હતું આ વખતે રોજા રાખી રહ્યો છે કે નહીં? તેના પર તેણે જણાવ્યું કે આ વખતે ખરાબ સ્વાસ્થ્ય સાથે ડ્યૂટીના કારણે રોજા નહીં રાખી શકે. ત્યારે મેં તેને કહ્યું કે તારી જગ્યાએ હું રોજા રાખીશ.’

સવારે 4 વાગ્યે જાગીને જમે છે

સંજય માળી પોતાની દીનચર્યા વિશે જણાવે છે કે, 6 મેથી હું રોજ રોજા રાખી રહ્યો છું. હું સવારે 4 વાગ્યે જાગી જાઉં છું અને કંઈક ખાઉં છું. આ બાદ લગભગ 7 વાગ્યે હું રોજા ખોલું છું. સંજયનું માનવું છે કે સાંપ્રદાયિક પ્રેમ વધારવા માટે પોતાના સ્તર પર કંઈકને કંઈ કરવું જોઈએ

માનવતા પહેલા, ધર્મ બાદમાં

સંજય કહે છે, ‘મારું માનવું છે કે દરેક ધર્મ આપણને કંઈકને કંઈ સારું શીખવાડે છે. આપણે સાંપ્રદાયિક પ્રેમ વધારવાનો પ્રયાસ કરવો જોઈએ. આપણે પહેલા માનવતા જોવી જોઈએ, ધર્મનો નંબર બાદમાં આવે છે. રોજા રાખ્યા બાદ હું ખૂબ જ ફ્રેશ અનુભવ કરી રહ્યો છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here