ચારે તરફ છે દરિયો અને વચ્ચે આવેલ આ કિલ્લો, 350 વર્ષથી વધુ જૂનો છે આ કિલ્લાનો ઇતિહાસ

ભારત માં અતિ પ્રાચીન વસ્તુ હોઈ કે પછી પ્રાચીન કાળ ના મનુષ્ય ની રહેવા ની નીતિ હોઈ તેની વાતો સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે.ભારતમાં એવા પ્રાચીન કિલ્લા આવેલા છે કે જેનું રહસ્ય આજે પણ અકબંધ છે. આવો જ એક કિલ્લો મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આવેલો છે.

આ કિલ્લાને મુરુદ જંજીરા નામથી ઓળખવામાં આવે છે. સમુદ્ર તળિયેથી 90 ફૂટની ઊંચાઈ પરનો આ કિલ્લો સમુદ્રની વચ્ચે બનેલો છે.

એવું કહેવાય છે કે આ એક એવો કિલ્લો છે કે જે ક્યારેય જીતી શકાયો નથી. આ કિલ્લો 350 વર્ષ જૂનો છે અને તેના દરવાજાઓ દીવાલોની આડમાં બનાવવામાં આવ્યા છે.

આ કિલ્લાથી થોડે દૂર જાઓ એટલે દીવાલોના કારણે આ દરવાજાઓ દેખાતા બંધ થઈ જાય છે.

એવું કહેવાય છે કે આ કારણે દુશ્મનો આ કિલ્લામાં ઘૂસી શકતા નહોતા. આ કિલ્લાનું નિર્માણ 15મી સદીમાં થયું હતું અને આ કિલ્લો 40 ફૂટ ઊંચી દીવાલોથી ઘેરાયેલો છે.

એવું કહેવાય છે કે આ કિલ્લાના નિર્માણમાં 22 વર્ષ લાગ્યા હતા. આ કિલ્લો 22 એકડમાં ફેલાયેલો છે અને તેમાં તોપ પણ રાખવામાં આવી છે. આ કિલ્લામાં મીઠા પાણીનું એક સરોવર આવેલું છે, આજ સુધી કોઈ જાણી શક્યું નથી કે સમુદ્રના ખારા પાણીની વચ્ચે આ મીઠું પાણી ક્યાંથી આવે છે.

આજે પણ તે રહસ્ય અકબંધ છે.અને આ રહસ્ય ઘણા લોકો એ જાણવા નો પ્રયાસ કર્યો છે પરંતુ તેઓ હંમેશા નિષ્ફળ ગયા છે.તેમના હાથે કંઈજ લાગ્યું નહતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here