મુકેશ અંબાણી પોતાની વિચારસરણી અને મહેનતના લીધે આટલાં અમીર બન્યાં.
પેટ્રોલિયમને સાથે સાથે ઊર્જા ક્ષેત્રે રિલાયન્સ પહેલાથી વ્યવસાય કરે છે. ભારતના સૌથી અમીર વ્યક્તિ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી હવે સમગ્ર દેશમાં 2 હજાર પેટ્રોલ પમ્પ ખોલવાના છે. બ્રિટનની મોટી તેલ કંપની બી.પી. પીએલસી સાથે મળીને તે આ પ્રોજેક્ટ કરશે. પરંતુ શું તમે જાણો છો કે પેટ્રોલિયમ અને ઇલેક્ટ્રિસિટીની સેવા આપનારા મુકેશ અંબાણીનાં પોતાના ઘરમાં વીજળી ક્યાંથી આવે છે ? ચાલો જાણીએ.
વાત કરીએ અંબાણી ના ઘર એન્ટિલિયા ની જેમાંથી કઈક ને કઈક દિલચસ્પ વાતો આવે છે. આવા જ સમાચાર આ ઘરમાંથી બહાર નીકળનારા કચરાનાં છે. સામાન્ય રીતે આપણાં ઘરમાંથી નીકળતા ગંદા કચરા કલેક્ટ કરી ડમ્પ કરાય છે, પણ અંબાણી ના ઘરે આવું નથી. મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાથી નીકળતા કચરાથી વીજળી બને છે, જેનાથી તેમનું ઘર રોશન થાય છે. મીડિયા અહેવાલો અનુસાર તેમના ઘરમાં એક ખાસ સિસ્ટમ થી કચરાનો ઉપયોગ કરીને વીજળી બનાવવામાં આવે છે.
દરેક ફ્લોર થી કચરો એક સ્થળ પર લાવવામાં આવે છે. આ 27 માળના ઘરની દરેક ફ્લોર પર બધા કામ સિસ્ટમમેટિક છે. 600 નોકરો વચ્ચે કામ નક્કી થાય છે. તેમાં ટીમ લીડર્સ બધા તેમના કામ જણાવે છે, જેમ હોટેલમાં થાય છે. સફાઈ કર્મચારી દરેક ફ્લોર માં સફાઈ લગાવે છે અને એક જગ્યાએ કચરો ભેગા કરે છે. ત્યાં બીજા કર્મચારીઓ દરેક ફ્લોરનો વેસ્ટ એક નિશ્ચિત જગ્યા પર લઈ આવે છે.
કચરાને ડિવાઇડ કરવામાં આવે છે. પછી સૌથી પહેલા સૂકા અને ભીના કચરાને અલગ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સૂકા કચરાને બાળીને વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. ત્યાં જ ભીનાં કચરાને રિસાઈકલ માટે મોકલવામાં આવે છે. 27 માળના આ ઘર માં હજારો કિલોવૉટ વીજળીનો ઉપયોગ થાય છે, જેની ભરપાઈ કેટલાક કચરેથી પેદા કરેલી વીજળી થી થાય છે.
જણાવીએ કે મુકેશ અંબાણીએ લગભગ 10 હજાર કરોડ રૂપિયાથી આવું મહેલ જેવું ઘર બનાવ્યું છે, જેમાં સંપૂર્ણ બિલ્ડિંગની અંદરનું તાપમાન તમે નક્કી કરી શકો છો. ઘરમાં મોટા મોટા સ્વિમિંગ પૂલ છે, થિયેટર, હેલીપેડ અને વિશ્વની બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. તે ભારતનું સૌથી ભવ્ય ઘર ગણાય છે.
આ પોસ્ટ વિષે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:
(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.