આ છે દેશનાં સૌથી ‘સુંદર’ સાંસદ, સોશ્યલ મીડિયા પર થઇ રહિ છે ચર્ચા.
2019 ની લોકસભા ચૂંટણી જીતીને લોકસભાનાં સાંસદ બનેલી પશ્ચિમ બંગાળની મિમી ચક્રવતી સોશિયલ મીડિયા પર ખુબ ધુમ મચાવી રહી છે. તેને સૌથી સુંદર સાંસદ બતાવવામાં આવી રહી છે. અસલમાં રાજનીતિમાં આવ્યા પહેલા મિમી ચક્રવર્તી એક ફિલ્મ અભિનેત્રી તરીકે કામ કર્યુ છે.
આ વર્ષે પણ તેની બે ફિલ્મ રીલિઝ થવાની તૈયારીમાં છે. મિમી ચક્રવર્તીને આ વખતે મમતા બેનરજીએ તૃણમૂલ કોંગ્રેસની ટિકીટ આપી ચૂંટણી મેદાનમાં ઉતારી હતી. મિમીએ પશ્ચિમ બંગાળની જાદવપુર સીટ પરથી ઉમેદવારી નોંધાવી હતી.
મિમીએ જાદવપુર સીટ પરથી 47.91 ટકા વોટ શેર સાથે કુલ 688472 વોટ મેળવ્યા છે. જ્યારે તેના વિરોધી બીજેપીના ઉમેદવાર અનુપમ હજારેને 27.37 ટકા વોટ શેર સાથે કુલ 393233 વોટ મળ્યા હતાં.
મિમીએ પોતાના વિરોધીઓેને ત્રણ લાખ વોટના અંતરથી હરાવ્યા. ચૂંટણી પ્રચાર દરમ્યાન તેની પર વિરોધીઓએ ઘણા પ્રચાર પ્રહાર કર્યા હતા.
મિમી એક પ્રોફેશનલ ફિલ્મ અભિનેત્રી છે. દેશમાં મોદી લહેર હોવા છતા મિમીએ સારા એવા મતથી જીત મેળવી. તેણે અભિનય કરિયરની શરૂઆત 2008 માં શરૂ કરી હતી. પરંતુ ટીવી સિરીયલ ગનેર અપોરથી વધારે ખ્યાતી પ્રાપ્ત થઈ.
તેણે લગભગ 10 વર્ષ બંગાળી સિનેમામાં કામ કર્યુ છે. અત્યાર સુધીમાં તેણે વર્ષ 2012 બાપી બારી જા બાદ 21 ફિલ્મો કરી ચુકી છે. મિલીને અભિનય માટે અત્યાર સુધીમાં ચાર એવોર્ડ મળી ચુક્યા છે.
મિમીની ઉંમર હાલમાં 30 વર્ષ છે. તેનો જન્મ પશ્ચિમ બંગાળના જલપાઈગુડી શહેરમાં વર્ષ 1989 માં થયો હતો. બાળપણ અરૂણાચલમાં વિતાવ્યું. અભ્યાસ જલપાઈગુડી શહેરમાં કર્યો.
ગાનેર ઓપાર અને બાપી બારી જા હિટ થયા બાદ તેને પૂરા દેશમાં ઓળખ મળી. ત્યારબાદ તે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીના સંપર્કમાં આવી.
મમતાના સંપર્કમાં આવ્યા બાદ તેણે રાજનીતિમાં આવવાનો વિચાર કર્યો. અને હવે તે જાદવપુરથી ચૂંટણી જીતી દેશની સૌથી સુંદર સાંસદમાંની એક બની છે.