રાત્રી કરતા સવારે કરવામાં આવેલા સમાગમ કરવાથી ફીલ ગુડ કેમિકલ એટલે કે જેને લવ ડ્રગ પણ કહેવામાં આવે છે. ઓક્સીટોસિન રિલીઝ થાય છે જેના કારણે કપલ્સ વચ્ચે દિવસભર બોન્ડિંગ બની રહે છે.
દિવસભર આપણને કામ કરવાની એનર્જી મળે, આપણી પ્રોડક્ટિવિટી જળવાઈ રહે તે માટે આપણે સવારે ઉઠીને શું કરીએ છીએ? 1 કપ સરસ ગરમ કોફી પીયે છીએ. પરંતુ કોફીથી વધારે ખુબ જ સરસ વસ્તુ શું છે એ તમને ખબર છે? આ તમારું સ્ટ્રેસ બસ્ટર પણ છે અને દિવસભર પ્રોડક્ટિવિટી બનાવી રાખવા માટે મદદ પણ કરે છે અને તે જે મોર્નિંગ સેક્સ અર્થાત સવારના સમયે કરવામાં આવેલો સમાગમ.
જીહાં રાત્રિની ખુબ જ સારી નિંદ્રા બાદ સવારે સવારે બોડી વર્કઆઉટ માટે એકદમ રેડી હોય છે અને સેક્સથી વધારે મોટું વર્કઆઉટ સવારે શું હોઈ શકે ? શા કારણે સવારમાં કરવામાં આવેલો સમાગમ બેસ્ટ છે?
બેલ્ફાસ્ટ સ્થિત કિન્સ યુનિવર્સીટીના એક અભ્યાસ દરમિયાન જાણવામાં આવ્યું છે કે અઠવાડિયામાં ત્રણ દિવસ સવારના સમયે સેક્સ કરવાથી આપનો દિવસ હેલ્ધી પસાર થાય છે. મોર્નિંગમાં સેક્સ કરવાથી બ્લડ સર્ક્યુલેશન ખુબ જ સારું હોય છે અને બ્લડ પ્રેશર ઓછું હોય છે. હૃદય પર પ્રેશર ઓછું પડે છે અને હાર્ટ જલ્દી હેલ્ધી રહે છે. મોર્નિંગમાં સેક્સ કરવાથી તમારો માઈગ્રેનનો પ્રોબ્લેમ પણ દૂર થઇ શકે છે.
આ વાત સાબિત થઇ ચુકી છે કે મોર્નિંગ સેક્સ સ્ટ્રેસ બસ્ટર છે અને સવારના સમયે સેક્સ કરવાથી દિવસભર મૂડ બન્યો રહે છે. તેનું કારણ એ પણ છે કે મોર્નિંગ સેક્સ દરમિયાન ડોપામાઈન અને સોરોટોનિન હોર્મોન્સ રિલીઝ થાય છે જે સ્ટ્રેસને ઓછો કરવામાં મદદ કરે છે. દિવસભર મૂડ સારો રહેવાથી તમારી કામમાં પણ પ્રોડક્ટિવિટી વધશે.
નિયમિત રૂપે મોર્નિંગ સેક્સ કરવાથી આપનો દિવસ સારી રીતે પસાર થાય છે એટલું જ નહિ પરંતુ ઈમ્યુઅન સિસ્ટમ એટલે કે રોગો સામે લડવાની ક્ષમતા પણ મજબૂત થાય છે. એવામાં શરદી, ખાંસી,ઉધરસ, ફલૂ થવાની સમસ્યા ઓછી થાય છે.