આ ઘટના એમ કહે છે, શા માટે કોઈપણ વ્યક્તિને નબળો ન સમજવો જોઈએ

એક નાનકડો છોકરો કૂતરાનું બચ્ચું ખરીદવા દુકાન પર ગયો. દુકાન પહોંચીને તેણે દુકાનદારને કહ્યુ કે તમારે ત્યાં કૂતરાના બચ્ચાંની કીમત કેટલી છે? દુકાનદારે કહ્યુ કે બધા બચ્ચાંની જુદી-જુદી કીમત છે. છોકરાએ પૂછ્યુ કે સૌથી ઓછી કીમતનું બચ્ચું કયું છે? દુકાનદારને કહ્યુ કે મારી પાસે એક કૂતરો એવો છે જેની કીમત સૌથી ઓછી 5 હજાર રૂપિયા છે.

બચ્ચાંએ કહ્યુ કે મારી પાસે તો માત્ર 500 રૂપિયા છે. શું આટલા રૂપિયામાં કોઈ બચ્ચું નહીં મળે? દુકાનદારે કહ્યુ કે આટલામાં તો કોઈ બચ્ચું નહીં મળી શકે. છોકરાએ કહ્યુ સારું, હું રૂપિયા ભેગા કરીને પછી આવીશ. શું હું અત્યારે કૂતરાંના બચ્ચાંને જોઇ શકું છું ?

દુકાનદારે હસતા કહ્યુ કે હા જોઇ લે. છોકરો દુકાનની પાછળ એક રૂમમાં ગયો જ્યાં ઘણા બધા કૂતરાના બચ્ચાં રમતા હતા. તેણે ત્યાં એક એવું બચ્ચું જોયું જે એક તરફ બેઠેલું હતું. યુવકે દુકાનદારને પૂછ્યુ કે આ બચ્ચું કેમ રમી નથી રહ્યું? દુકાનદારે જણાવ્યું કે આ બચ્ચાંના એક પગમાં કોઈ બીમારી છે જેના કારણે તે બાકી કૂતરાંના બચ્ચાં સાથે નથી રમી શકતો.

છોકરાએ તરત તે બચ્ચાંને ઉપાડ્યું અને કહ્યુ કે તેની કેટલી કીમત છે? દુકાનદારે તરત કહ્યુ કે અહે દીકરા આ બચ્ચું તારી સાથે રમી નહીં શકે. તું તેને ન ખરીદ. છોકરાએ કહ્યુ કે તમે તેની કીમત જણાવો. દુકાનદારે કહ્યુ કે તું તેને ફ્રીમાં લઈ જઈ શકે છે પરંતુ ધ્યાન રાખજે કે તે સરખી રીતે ચાલી નથી શકતો. છોકરાએ કહ્યુ કે ના, હું તેને ફ્રીમાં નહીં લઈ જઉં. તેની હું પૂરી કીમત આપીશ. અત્યારે તમે 500 રૂપિયા રાખો બાકીના રૂપિયા હું તમને ધીમે-ધીમે થોડાં દિવસોમાં આપી દઇશ.

દુકાનદારે તેને કહ્યુ – દીકરા જિદ ન કર, આ કૂતરો સરખી રીતે ચાલી પણ નથી શકતો. છોકરાએ કૂતરાંના બચ્ચાંને નીચે ઉતાર્યું અને પોતાનો એક પગ બતાવતા કહ્યુ કે મારો પણ એક પગ સરખો નથી. મારા પગમાં મેટલ બ્રાસ લાગેલો છે જેની મદદથી હું ચાલી શકું છું. હું આ કૂતરાંનું બચ્ચું એટલે લઈ રહ્યો છું જેથી તેને એવું ન લાગે કે આ દુનિયામાં માત્ર તે એક જ એવો પ્રાણી નથી જેના પગ સારા નથી. હું તેની તકલીફ સમજું છું અને હું પૂરું ધ્યાન રાખીશ.

આ સાંભળીને દુકાનદારની આંખોમાં આંસૂ આવી ગયા. દુકાનદારને સમજ આવી ગયું કે આપણે ક્યારેય કોઈની કમીનો મજાક ન ઉડાવવો જોઈએ. ભગવાને બધાને ખાસ બનાવ્યા છે.

મોરલ સ્ટોરી – આપણે બીજાની કમીની મજાક ન ઉડાવવી જોઈએ, ભગવાને બધાને ખાસ બનાવ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here