માં મોગલ આ કલિયુગ માં પણ હાજરાહજૂર બિરાજમાન છે, જાણો ભગુડા ગામ એજ મોગલ ધામ,એવું શા માટે કહેવાય છે, મરતા પહેલા એકવાર દર્શન જરૂર કરવા. દરેક મનોકામના થાય છે પૂરી.

એવું કહેવાય છે કે ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલું ભગુડા ગામમા મોગલ હાજરાહજૂર બિરાજમાન છે. ભારતના માત્ર એવા બે જ ગામમાં છે જેમાં કોઈપણ ઘરે ક્યારેય પણ તાળા મારવામાં આવતા નથી. એક મહારાષ્ટ્રમાં આવેલું શનિદેવ અને બીજું ગુજરાતનું ભાવનગર નું ભગુડા. એવું કહેવાય છે કે ભાગુડા માં મોગલ માતા હાજરહજૂર બીરાજમાન છે.

મોગલ માતા એટલે બધાની માતા. જે કોઈ એક સમાજની નહીં પરંતુ દરેક સમાજની માં છે. મોગલ મા ને અઢારે વરણની આઈ પણ કહે છે. મોગલ માં ના પિતા નું નામ દેવસુર ચાંદલોડિયા અને માતા રાણબાય. મોગલ મા નું જન્મ સ્થળ ભીમરાણા ગામ છે. મોગલ માતાજીનો જન્મ થયો ત્યારે માતાજી કઈ બોલતા ન હતા. ગામના લોકો એવું કહેતા હતા કે માતાજી મૂંગા છે. માતાજીનું મંદિર ભગુડા માં આવ્યું છે. ભગુડા ને મોગલ ધામ તરીકે પણ ઓળખાય છે.

આ ગામમાં ક્યારેય તાળું મારવામાં આવતું નથી તેની પાછળ એવી કથા છે કે ગામમાંથી ટાંકણી જેટલું પણ કોઈ પણ વસ્તુ લઈ જવામાં આવે તો તે ગામની બહાર જઈ શકતું નથી. જો કોઈ ચોરી કરવાનો પ્રયાસ કરે તો તે વસ્તુ લઈને ગામની બહાર જઈ શકતો નથી. મોગલ માતા હાજર હજૂર છે.

આની પાછળ એક જૂની વાત છે. રાજપુત કુટુંબની અઢાર વરસની સજનબા ભાત લઈને તેના પિતાને આપવા માટે જતી હતી. ત્યારે અચાનક જ થોડા ઘોડે સવાર ત્યાંથી નીકળ્યા. રૂપરૂપના અંબાર એવા સુઝાન બા ની ચારે બાજુ આ ઘોડેસવાર ઉભા રહી ગયા. ઘોડે સવાર નું નાયક સુઝાન બાને પૂછ્યું તુ આ સમયે ક્યાં જાય છે ત્યારે સુજન બા એ જવાબ આપ્યો કે મારા બાપુ વગડામાં ગાય ચરાવે છે. તો તેના માટે ખાવાનું લઇ ને જાવ છુ. ત્યારે બાદશાહ બોલ્યો આ રૂપ રૂપના અંબાર તો મહેલમાં શોભે વગડામાં નહીં. આટલું સાંભળીને આ ક્ષત્રિયાણી રગે રગમાં લોહી દોડવા લાગ્યું.

આ સાંભળીને દીકરી બોલી, દીકરી ના માગા તેના બાપા પાસે નાખવા ના હોય. બાદશાહ સુઝન બાના પિતા પાસે આવ્યા તેના પિતાનું નામ સુરસિંહજી વાઘેલા હતું. જ્યારે બાદશાહે દીકરીનું માગું નાખ્યું ત્યારે આ ક્ષત્રિય ની આંખો લાલ થઈ ગઈ પરંતુ તેણે શાંતિથી કહ્યું કે અમે તમને થોડા સમય પછી કરીશું. અને વિચાર કરી લઈએ. સુજાનના  પિતાએ ઓખામાં બેઠેલા મોગલ મા ને પ્રાર્થના કરી કે મારી દીકરીને મુસલમાન બનાવવા કરતા તેનું મોત મને મીઠું લાગશે.

તેના પિતાએ સાચા દિલથી પ્રાથના કરી હતી તો માતાજી એ એની પ્રાર્થના સાંભળી અને બાદશાહના ગઢમાં ગયા. ત્રિશુલ લઈને એક વૃદ્ધાના વેશમાં ગયા. બાદશાહ થયું કે હવે મારો કાળો નજીક આવી ગયો છે. એટલે તે ભાગ્યો અને એક ગામમાં આવીને છુપાઈ ગયો. અને દરેક ગામજનો ને કહ્યું કે બધા જ પોત પોતાના ઘરને તાળા મારી દો. કોઈ દરવાજો ખખડાવે તો ખૂલતો નહીં. થોડા સમયમાં જ માં ત્યાં આવ્યા અને બધા જ ઘરના તાળા તૂટવા લાગ્યા.

જે ઘરમાં બાદશાહ સંતાયો હતો તે ઘરનું પણ તાળું તોડી અને માતા અંદર પ્રવેશ્યા. બાદશાહે માતા પાસે માફી માંગી. માતાજીએ તેને માફ કરી દીધો અને કહ્યું હિંદની બાળાને ક્યારેય હેરાન કરવી નહીં. ત્યાર પછી માતાજીએ ગામના લોકોને કહ્યું કે ક્યારે બારણું બંધ કરતા નહિ. અહીં ક્યારેક ઘરને તાળું મારતાં નહીં હું અહીંયા બેઠી છું. દરેક નું ધ્યાન રાખીશ. કોઈ એક ટાંકણી જેટલી પણ વસ્તુ અહીંથી નહિ લઈ જઈ શકે. એવું કહેવાય છે કે આ બાદશાહ ભાગીને આ ગામમાં આવ્યો હતો એટલે ગામનું નામ ભાગેડુ પરથી ભગુડા પડ્યું. તે દિવસથી ક્યારે કોઈ ગામલોકો પોતાના ઘરને બંધ કરતા નથી.

મોગલ માનુ આ ભગુડા ગામ ચારધામ પૈકીના એક ગણાય છે. આજે પણ માતાજી હાજરાહજૂર છે. ફક્ત આપણને શ્રદ્ધા હોવી જોઈએ. એક હાથમાં નાગ અને એક હાથમાં ખડ્ગ, વિખરાયેલા વાળ. ત્રિલોક ને ઠંડક આપતું તેજસ ભાલ, સૂર્ય અને ચંદ્ર સમાન પ્રકાશ, દરેક ભક્તો માટે ખુબજ સ્નેહ અને દુશ્મન માટે અગન જવાળ વરસાવતા આ આઈ મોગલ દરેક સ્તુતિ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here