મોદી સરકારએ અર્ધ સૈનિય દળને આપી મોટી ગિફ્ટ – હવે થશે પગારમાં વધારો.

અર્ધં સૈન્ય દળોને સરકાર તરફથી મળી મોટી ભેંટ, Risk અને Hardship Allowance માં થયો વધારો, હવે મળશે આટલા રૂપિયા.

પુલવામા હુમલા પછી અર્ધં સૈન્ય દળોના હિતમાં બીજો મોટો નિર્ણય.

જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં આંતકી હુમલામાં 40 CRPF જવાનો શહીદ થયા બાદ કેન્દ્ર સરકાર અર્ધં સૈન્ય દળોના જવાનો માટે તેમના હિતમાં ઘણાં નિર્ણયો લઈ રહી છે. અર્ધં સૈન્ય દળોના જવાનોને હવાઈ યાત્રાની પરવાનગી બાદ હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રવિવારે તેમને મળતાં Risk અને Hardship Allowance માં પણ વધારો કરી દીધો છે. Risk અને Hardship Allowance માં આ વધારો 2 વર્ષ પછી થયો છે.

હવે મળશે આટલું ભથ્થું.

કેન્દ્રીય મંત્રાલયથી પ્રાપ્ત માહિતી પ્રમાણે, ઈન્સ્પેક્ટર રેન્ક સુધી વાળાઓને દર મહિને 9,700 થી લઈને 17,300 રૂપિયા Risk અને Hardship Allowance આપવામાં આવશે. ત્યાં અધિકારીઓને હવે Risk અને Hardship Allowance પેટે 16900થી લઈને 25000 રૂપિયા આપવામાં આવશે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 22 ફેબ્રુઆરીએ આ વધારાને મંજૂરી આપી દીધી હતી. તેને હવે જાહેર કરવામાં આવ્યું છે. અત્યાર સુધી અધિકારીઓને 16900 રૂપિયા અને અન્ય રેન્ક વાળાઓને 9700 રૂપિયા Risk અને Hardship Allowance મળી રહ્યાં હતા.

આ લોકોને મળે છે Risk અને Hardship Allowance

કેન્દ્રીય અર્ધં સૈન્ય દળોના જવાનોને દુર્ગમ ક્ષેત્રોમાં નિયુક્ત થવા પર Risk અને Hardship Allowance મળે છે. આમાં જમ્મુ-કાશ્મીર અને નકસલગ્રસ્ત વિસ્તારોનો સમાવેશ થાય છે. જમ્મુ-કાશ્મીરના બડગામ, પુલવામા, અનંતનાગ, બારમુલા, કુપવાડા, કુલગમ, શોપિયાં, કિશતવાડ, ડોડા, રામબન, ઉધમપુર જીલ્લાનો સમાવેશ થાય છે.

નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં સુક્મા, દંતવાડા, બિજાપુર, નારાયણપુર, બસ્તર (છત્તીસગઢ), લાતેહાર (ઝારખંડ), ગઢચિરોલી (મહારાષ્ટ્ર), મલ્કાનગિરી (ઓડિશા) અને તેલંગણાના એક જીલ્લાનો સમાવેશ થાય છે.

2 વર્ષથી પેન્ડિંગ હતો નિર્ણય.

અર્ધં સૈન્ય દળોનું Risk અને Hardship Allowance વધારવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 2017 માં એક સમિતિની રચના કરી હતી. ત્યારથી જ આ કામ પેન્ડિંગ ચાલી રહ્યું છે. કેટલાક અધિકારીઓ પ્રમાણે, પુલવામામાં 40 જવાનો શહીદ થયા બાદ ગૃહ મંત્રાલયને છેલ્લી ઘડીએ Risk અને Hardship Allowance વધારવાનો નિર્ણય લીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here