સર્જિકલ સ્ટ્રાઇક / હવે સર્જિકલ સ્ટ્રાઇક-2 ની તૈયારી, સેનાએ 150 યુદ્ધ વિમાન કર્યા તૈનાત, કાર્યવાહી માટે તૈયાર PM મોદીએ પણ સેનાને આપ્યો છુટ્ટો દોર, કહ્યું-સમય અને જગ્યા તમે નક્કી કરો, સરહદ પર તણાવની સ્થિતિ.
જમ્મુ કાશ્મીરના પુલવામા સીઆરપીએફના જવાનો પર થયેલા આતંકી હુમલા બાદ સેના પણ કડક વલણ અપનાવી રહી છે. સેનાએ 150 યુદ્ધ વિમાન પશ્ચિમ દિશામાં તૈનાત કર્યા છે અને કાર્યવાહી કરવા માટે તૈયાર છે. વડાપ્રધાન મોદીએ પણ આર્મીને છૂટો દોર આપ્યો છે અને કહ્યું છે કે સમય અને જગ્યા નક્કી કરીને બદલો લો.સાથે જ કહ્યું છે કે લોહીના દરેક ટીપાનો હિસાબ જોઇએ.
ભારત વળતો જવાબ આપવા માટે તૈયાર.
સેનાના 150 યુદ્ધ વિમાનોમાં જગુઆરથી લઇને મિરાજ 2000 સુધી સામેલ છે જેનું પ્રદર્શન શક્તિ અભ્યાસ દરમિયાન કરવામાં આવે છે પરંતુ આ વિમાન કાર્યવાહી માટે તૈયાર છે. એલઓસી પર પાકિસ્તાન દ્વારા મોકલવામાં આવતા આતંકીઓને પાઠ ભણાવવા માટે મિસાઇલ હુમલા અને તોપના ઉપરના સ્તર પર જમીની કાર્યવાહી માટે ભારત આ વિમાનોનો ઉપયોગ કરશે. ઉરી હુમલા બાદ જે રીતે કાર્યવાહી સેનાએ કરી હતી તે વિકલ્પ સિવાય કોઇ અન્ય વિકલ્પ નજરે પડતો નથી. પીઓકે ભલે પાકિસ્તાનનો ભાગ હોય પરંતુ વર્તમાન સમયમાં પાકિસ્તાન પર કડક કાર્યવાહી કરી દબાણ બનાવવાનો જ એકમાત્ર વિકલ્પ છે.
પાકિસ્તાનને પાઠ ભણાવવો જરૂરી.
આતંકીઓ સિવાય પાકિસ્તાની સેના પર કાર્યવાહીથી પાકિસ્તાન સેનાને પણ શીખ મળશે.રિટાયર્ડ જનરલ ડીએસ હુડ્ડાનું કહેવુ છે કે પાકિસ્તાનને આ વાતનો અહેસાસ કરાવવો પડશે કે ભારતમાં આતંક મચાવવો યોગ્ય નથી. હવાઇ હુમલા અથવા બ્રમ્હોસ મિસાઇલથી હુમલો કરવો એક વિકલ્પ બની શકે છે, જેનાથી એલઓસી પર દબાણ બનાવી શકાય છે અને દુશ્મનોને જોરદાર જવાબ આપવામાં આવી શકે છે. રજૌરી અને પુંછમાં પહેલાથી દબાણ બનાવવામાં આવ્યુ છે.
સરહદ પર પહેલાથી તૈનાત જવાનો દ્વારા ગોળીબારના જવાબની ઘટના સામે આવતી રહે છે, જેને કારણે સરહદ પર તણાવ જારી છે. સરહદ પર મોટી કાર્યવાહી કર્યા પહેલા એલઓસી પર સુરક્ષા વધશે અને ઘુંસણખોરી અટકશે. સરહદ પારથી આતંક રોકવા માટે અંતિમ વખત 2003માં ફેન્સિંગ કરવામાં આવી હતી. આ સિવાય આતંકીઓના શંકાસ્પદ ઠેકાણા અને પોસ્ટને નિશાન બનાવી કાર્યવાહી કરવામાં આવી શકે છે.
આ જગ્યા છે ખતરનાક.
આ સિવાય સેના દ્વારા ખતરનાક વિસ્તાર જૈસ ભીમબર ગલીમાં આવી કાર્યવાહી કરી આ જગ્યાને વધુ સુરક્ષિત બનાવવામાં આવી શકે છે. પુંછ અને ઉરીને જોડનારા હાજી પાસ સેના માટે સૌથી ખતરનાક સાબિત થતી આવી છે. 1965 માં ભારતે આ જગ્યા પર કબજો જમાવ્યો હતો પરંતુ યુદ્ધ બાદ સમજૂતીમાં ભારતે આ જગ્યા પાકિસ્તાનને પરત આપી દીધી હતી. જોકે, સેનાના અધિકારીઓનું કહેવુ છે કે આવા ઓપરેશનથી તણાવ વધી શકે છે.
જમ્મુ-કાશ્મીરમાં ભારતના ઈતિહાસનો સૌથી મોટો હુમલો, CRPF ના 44 જવાન શહીદ.
શ્રીનગર-જમ્મુથી શ્રીનગર જઈ રહેલી CRPF ની 78 ગાડીઓના કાફલા પર કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ આત્મઘાતી હુમલો કર્યો છે. અધિકારીઓએ જણાવ્યાં મુજબ હુમલામાં 44 જવાન શહીદ થઈ ગયા છે, જ્યારે અનેક ઘાયલ છે. આ કાફલામાં 2547 જવાન સામેલ હતા. જૈશ-એ-મોહમ્મદે હુમલાનીજવાબદારી લીધી છે.
આદિલ 2018 માં જૈશમાં સામેલ થયો હતો. જૈશના આતંકી આદિલ અહેમદ ઉર્ફે વકાસ કમાન્ડોએ ગુરૂવાર બપોરે 3-15 વાગ્યે ફિદાયીન હુમલો કર્યો. તેને એક ગાડીમાં વિસ્ફોટક ભરી રાખ્યો હતો. જેવાં જ CRPF નો કાફલો લેથપોરાથી પસાર થયો આતંકીઓએ પોતાની ગાડી જવાનોથી ભરેલી બસ સાથે અથડાવી દીધી. ઓક્ટોબર 2001 માં કાશ્મીર વિધાનસભા અને જાન્યુઆરી 2004 માં સુરક્ષા દળોએ કાફલા પર આ પ્રકારે જ હુમલો કર્યો હતો. પુલવામાના કાકાપોરાનો રહેવાસી આદિલ 2018માં જૈશમાં સામેલ થયો હતો.
જૈશના આત્મઘાતીએ તાલિબાન જેવી પદ્ધતિથી કર્યો હુમલો, 10 દિવસ પહેલાં કરાચીમાં જૈશની રેલી થઈ હતી.
જમ્મુ કાશ્મીરનુ પુલવામામાં અવંતીપોરાના ગોરીપોરા વિસ્તારમાં સિક્યોરિટી ફોર્સના કાફલા પર થયેલાં આતંકી હુમલાની જવાબદારી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે આ હુમલાની જવાબદારી લીધી છે. આ હુમાલો CRPF જવાનોના એક કાફલા પર થયો જેમાં લગભગ ડઝન ગાડીઓમાં 2500 જેટલાં જવાન બેઠાં હતા. આતંકીઓએ આ હુમલો તાલિબાન પદ્ધતિથી કર્યો હોવાનું જાણવા મળ્યું છે.