ભારતને આઇએએએફ ટ્રેક સ્પર્ધામાં ગૉલ્ડ મેડલ મળ્યું છે. ભારતની હિમા દાસે ગુરુવારે ફિનલેન્ડના ટેમ્પેરેમાં ચાલી રહેલી આઇએએફ વર્લ્ડ અંડર-20 ચેમ્પિયનશિપની મહિલાઓની 400 મીટર સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતીને ઇતિહાસ રચી દીધો છે.
હિમા દાસના આ કારનામાએ ભારતને એ ભૂખને પણ શાંત કરી દીધી જે ભારતના લેજેન્ડ મિલ્ખા સિંહ અને પીટી ઉષા પર ન હતાં કરી શક્યાં.
હિમા દાસ પહેલા ભારતની અનેક મહિલા અને પુરુષ ખેલાડી જુનિયાર કે સીનિયર કોઇપણ સ્તર પર વિશ્વ ચેમ્પયનશિપમાં ગૉલ્ડ કે કોઇ મેડલ નથી જીતી શક્યા.
હિમા દાસે પહેલા સૌથી સારુ પ્રદર્શન મિલ્ખા સિંહ અને પીટી ઉષાએ કર્યું હતું, પીટી ઉષાએ 1984 ઓલિમ્પિકમાં 400 મીટર હર્ડલ રેસમાં ચૌથું સ્થાન મેળવ્યું હતું.
મિલ્ખા સિંહ 1960 રૉમ ઓલિમ્પિકમાં 400 મીટર રેસમાં ચોથા સ્થાને રહ્યાં હતાં. આ બન્ને ખેલાડીઓ ટ્રેક ઇવેન્ટમાં મેડલની નજીક પહોંચી શક્યા છે.
હિમાએ રાટિના સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં 51.46 સેકન્ડનો સમય રહેતાં જ જીત મેળવી લીધી હતી. આની સાથે જ તે ચેમ્પિયનશિપમાં બધા એજગ્રુપમાં ગૉલ્ડ જીતનારી ભારતની પહેલી મહિલા બની ગઇ છે.
એથલેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ પણ હિમા દાસને શાનદાર સફળતા માટે અભિનંદન પાઠવ્યા છે.
બુધવારે રમાયેલ સેમિ ફાઇનલમાં પણ શાનદાર પ્રદર્શન કરતાં 52.10 સેકન્ડનો સમય બાકી રહેલા તે પહેલા સ્થાને પહોંચી ગઇ હતી.
પહેલા રાઉન્ડના હીટમાં પણ 52.25 સમયની સાથે તે પહેલા સ્થાને રહી હતી. આમ તેને મિલ્ખા સિંહ અને પીટી ઉષાના ગૉલ્ડના સપનાને સાકાર કર્યું છે.