ખેડૂતની દીકરી પહોંચી વિશ્વ ના સૌથી ઊંચા શિખર ઉપર, તસવીરો જોઈ રુંવાડા ઉભા થઇ જશે

ખેડૂતની દીકરી પહોંચી વિશ્વના સૌથી ઊંચા શિખર પર, તસવીરો જોઈ રુંવાડા ઊભા થઈ જશે

મન હોય તો માળવે જવાય

સિહોરના ખેડૂતની દીકરીના સપના આકાશને આંબવાના, ધરતીના સૌથી ઊંચા શિખર સુધી પહોંચવાના, માઉન્ટ એવરેસ્ટ સર કરવાના હતા. મન હોય તો માળવે જવાય આ કહેવતને ખેડૂત પુત્રી મેઘાએ સાર્થક કરી છે. પર્વતારોહક રત્નેશ પાંડેના માર્ગદર્શનમાં મેઘાએ પર્વતારોહણની ટ્રેનિંગ શરૂ કરી. 2018 માં માઉન્ટ એવરેસ્ટ સર કરવાના દ્રઢ નિશ્ચિય સાથે નીકળેલી મેઘાની પરીક્ષા કરવાનું કદાચ કુદરત નક્કી કરીને બેઠી હતી. 8100 મીટર સુધી પહોંચ્યા બાદ પરિસ્થિતિ મેઘાના ડગ રોક્યા પરંતુ તેનું મનોબળ નહીં.

કરોડરજ્જુનું હાડકું તૂટ્યું મનોબળ નહીં

મેઘાએ હાર ના માની અને ફરીથી તેણે વધુ જુસ્સાથી ટ્રેનિંગ લીધી. આ દરમિયાન તે ટ્રેનિંગ માટે મનાલી ગઈ. જ્યાં ઉંચાઈ પરથી પડવાના કારણે તેના કરોડરજ્જુમાં ત્રણ જગ્યાએ ઈજા પહોંચી. તેના હાડકાં ભાંગ્યા પરંતુ દ્રઢ મનોબળ ના તૂટ્યું.

ડૉક્ટરે પહાડ ચડવાની ના પાડી દીધી

ડૉક્ટરે પહાડ ચડવાની ના પાડી દીધી હતી. પરંતુ મેઘાએ ધગશ રાખી અને પોતાની સંપૂર્ણપણે તંદુરસ્ત બનાવી. 2019 માં ફરીથી ચડવાનું શરૂ કર્યું અને 22મી મેની સવારે 5 વાગ્યે માઉન્ટ એવરેસ્ટ સર કરનારી મધ્યપ્રદેશની પહેલી મહિલા બની.

ભાવના ડેહરિયાએ પણ સર કર્યો માઉન્ટ એવરેસ્ટ

આ જ દિવસે મધ્યપ્રદેશની અન્ય એક યુવતી ભાવના ડેહરિયાએ પણ માઉન્ટ એવરેસ્ટ સર કરી રાજ્યનું ગૌરવ વધાર્યું.

રત્નેશ પાંડે ના ચડી શક્યા

મેઘાના માર્ગદર્શક રત્નેશ પાંડેના ઓક્સિજન માસ્કમાં ખરાબી આવી હોવાથી એવરેસ્ટ શિખર પર પહોંચાવાના 300 મીટર પહેલા જ યાત્રા રોકવી પડી. રત્નેશ પાંડે એવરેસ્ટ સર કરવામાં તો નિષ્ફળ રહ્યા પરંતુ બે લોકોને નવી જિંદગી આપવામાં સફળ રહ્યા.

બે લોકોની જિંદગી બચાવી

પાછા ફરતી વખતે કેમ્પ 4 માં પોતાના બે સાથીઓનું જીવન રત્નેશ પાંડએ બચાવ્યું. મેઘાની માઉન્ટ એવરેસ્ટ સર કરવાની તસવીરો સામે આવી છે.

માઉન્ટ એવરેસ્ટ પર ટ્રાફિક જામ

માઉન્ટ એવરેસ્ટ પર જ્યારે ટ્રાફિક જામ થાય છે ત્યારે એક સમયે ઘણા પર્વતારોહકો પર્વતારોહણ પર નીકળ્યા હોય છે. એવામાં ખાસ કરીને 8000 મીટરથી વધુ ઊંચાઈ ખરતનાક સાબિત થાય છે. આ ઊંચાઈ ‘ડેથ ઝોન’ તરીકે ઓળખાય છે. માઉન્ટ એવરેસ્ટ અભિયાનમાં અત્યાર સુધી ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. જાણકારી મુજબ તેમાં ભારતીયોનો પણ સમાવેશ થાય છે.

જુઓ મેઘાની તસવીર

માઉન્ટ એવરેસ્ટ સર કરનાર દેશની દીકરી

દ્રઢ મનોબળ હોય તો કંઈ પણ શક્ય છે

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here