મસાલા કંપની એમડીએચના ચેરમેન મહાશય ધર્મપાલ ગુલાટી જીવીત છે અને તે સંપૂર્ણ પણે સ્વસ્થ્ય છે. રવિવારે તેમના નિધનની અફવા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ હતી. કંપની અને સંબંધીઓને સતત ફોન આવવા લાગ્યા હતા જેના પછી કંપની તરફથી એક વીડિયો રજૂ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં ગુલાટી ગાયત્રી મંત્રનો પાઠ કરતા નજર આવ્યા હતા. આ વીડિયોમાં તેઓ હાથ ઉઠાવીને જણાવી રહ્યા છેકે તેઓ ઠીક છે.
કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ અને મીડિયા પ્રભારી રાજેન્દ્ર કુમારે કહ્યું કે, તેઓ ગુલાટી સાથે જમી રહ્યા હતા ત્યારે તેના નિધન અંગેનો તેમના ઉપર ફોન આવ્યો હતો. તેમણે જણાવ્યું કે ગુલાટીએ આ અફવાને ખુબજ ગંભીરતાથી લીધી નથી અને કહ્યું કે, આવી અફવા આવતી રહે છે. મારી ઉંમર વધારે વધી ગઇ છે.
મહાશિયા દી હટ્ટી જેને એમડીએચ નામથી લોકો જાણે છે. ભારતમાં મસાલાની લોકપ્રિય બ્રાન્ડ છે. અને ગુલાટી છેલ્લા અનેક વર્ષોથી જાહેરાતોમાં કંપનીના પ્રતિષ્ઠિત ચહેરો બની ગયા છે. ‘મહાશય જી’ ના નામથી પ્રસિદ્ધ ધર્મપાલ ગુલાટીનો જન્મ વર્ષ 1919માં પાકિસ્તાનના સિયાલકોટમાં થયોહતો. અહીંથી જ તેમણે વ્યવસાયની શરૂઆત કરી હતી.
ધર્મપાલ મહાશયની ઉંમર 96 વર્ષની છે. તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે. મોતની અફવા એવા સમયે ઉડી હતી જ્યારે કોઇએ ધર્મપાલજીના પિતા ચુન્નીલાલજીની તસવીરની સાથે તેમના મોતના સમાચાર ચલાવી દીધા હતા. અફવા ઉડ્યા બાદ પરિવારજનોએ નજીકના સંબંધીઓ દ્વારા વીડિયો બનાવી આ સમાચારનું ખંડન કર્યું.
આપને જણાવી દઇએ કે ધર્મપાલ ગુલાટીનો જન્મ પાકિસ્તાનના સિયાલકોટમાં 1922માં થયો હતો. દેશના ભાગલા બાદ તેમના પિતા મહાશય ચુન્ની લાલ ગુલાટી 1947મા દેશની વહેંચણી બાદથી દિલ્લી જતા રહ્યા અને અહીં વસ્યા હતા. 1959મા ધર્મપાલ ગુલાટીએ એમડીએચ મસાલા ફેકટરી, જેને મહાશિયન દી હટ્ટી પણ કહેવાય છે તેની સ્થાપના દિલ્હીના કીર્તિનગરમાં કરાઇ હતી.
આજે આ મસાલાનું નામ દેશમાં જ નહીં આખી દુનિયામાં છે. 2016-17 દરમ્યાન ધર્મપાલ ગુલાટીએ 21 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જે ગોદરેજ કન્ઝ્યુમરના આદિ ગોદરેજ અને વિવેક ગંભીર, હિન્દુસ્તાનના યુનિલીવરના સંજીવ મહેતા અને આઇટીસીના વાઇ.સી.દેવેશ્વરની કમાણી કરતાં કયાંય વધુ હતી.