માયો બન્યો માયાભાઈ આહીર – ગુજરાતીઓને કેમની લગાડી માયા જાણો

300 રૂપિયાના પગારે ટેક્ટર ચલાવતો માણસ કેમનું બન્યો માયાભાઈ આહીર અચૂક વાંચો…

જેમ જેમ આપણે 21 મી સદી તરફ આગળ વધી રહ્યા છે તેમ તેમ આપણે થોડાક અંશે ધર્મથી પાછળ પણ જઇ રહ્યા છે, ત્યારે આવા સંજોગોમાં હાસ્ય સાથે આપણાને ધર્મ સાથે જોડી રાખનારા કલાકારો ખુબજ ઓછા છે.

ત્યારે આજે આપણે આવા જ એક કલાકાર શ્રી માયાભાઈ આહીર વિશે વાત કરીએ..

આજે ધર્મ-હાસ્ય અને ખાસ તો કૃષ્ણ ભગવાન વિશેની વાતો જાહેર મંચ ઉપરથી કરી ને આગવી ઓળખ મેળવનાર માયા ભાઈ આહીર પેહલા મહિના ના 300 રૂપિયા ના પગારે ટેક્ટર ચલાવતા હતા, પણ મનથી કરેલું કામ તમને 100% સફળતા અપાવે એ વાત માયાભાઈ એ ધ્યાનમાં લીધી હતી તેઓ દિવસ ના 10 રૂપિયા ના પગારે પણ 16-16 કલાક ટેક્ટર ચલાવતા.

માયાભાઈ આહીર નો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાનું એક નાનકડું ગામ કુંડવી ખાતે થયો, તેમના પરિવાર નું મૂળ વતન બોડવી ગામ છે જે કુંડવી ની નજીક જ આવેલ છે. માયાભાઈ ના પિતા અને મામા એ જમીન જ કુંડવી ખાતે લીધી હતી જેથી એ કુંડવી ગામ માં જ રહેતા હતા, તેમના પિતા ને લોકો ભગત તરીકે જ ઓળખતા હતા, કુંડવી ખાતે કોઈ સાધુ- સંત આવે ત્યારે એમનો ઉતારો માયાભાઈ આહીર ના ત્યાં જ હોઈ.

માયાભાઈ આહીર ના પિતાજી ને ધાર્મિક પુસ્તકો અને ધાર્મિક કાર્યક્રમો જોવાનો એક શોખ કે ગમતું કામ કહી શકાય તેમ હતું, એટલે જ માયાભાઈ ને પણ ધાર્મિક પુસ્તકો વાંચવાનું શોખ થયો.

તેમના ગામ માં રામકથા કે ભાગવત નો કોઈ કાર્યક્રમ હોઈ તો માયાભાઈ ખુબજ રસ લેતા, માયાભાઈ 1 થી 4 સુધી નું શિક્ષણ કુંડવીમાં જ લીધું છે,તેઓ કુંડવી ખાતે વાડી માં રહેતા જ્યાંથી તેમની સ્કૂલ 1-દોઢ કિલોમીટર દૂર હતી અને રસ્તો કાચો અને કાંટાળો હતો, તો પણ માયાભાઈ ચાલી ને રોજ સ્કૂલ જતા. આવી જીગર ના લીધે જ તેમના શિક્ષક નટુભાઈ તેમને જિગરીઓ કહી ને બોલાવતા હતા.

ત્યારબાદ તેમને 5 થી 9 નું શિક્ષણ બોરડા ગામમાં લીધુ, આવા જ એક સમયે તેમને એવી લાગણી થઈ કે મારે મારા પિતા જોડેથી કઈ લેવું નથી પણ જે કરું એ માતાપિતાના આશીર્વાદ થી જ કરું અને જાતે મેહનત કરી ને કરું.

સ્કૂલ નો સમય 11 થી 5 નો હતો ત્યારે તેઓ સવારે વહેલા ઉઠી ને ગાયો ચરાવવા જતા હતા, ત્યારબાદ તેઓ મુંબઈ ના હીરા ઘસવાનાં કારખાના માં નોકરી કરવા ગયા,ત્યાં તેમને એક વર્ષ નોકરી કરી, પછી પાછા ઘરે આવી ગયા અને ધોરણ 10 નો અભ્યાસ કરવા ભાવનગર પાછા આવી ગયા.

આ પછી તેઓ રમઝાન શેઠના ત્યાં મહિને 300 રૂપિયાના પગારે ટેક્ટર ચલાવવા લાગ્યા.અહીં તેઓને જ્યારે નવરાશનો સમય મળે ત્યારે કવિ કાગ-ઝવેરચંદ મેઘાણી ની લખેલ પુસ્તકો વાંચતા તેમના વિસ્તારમાં ગમે ત્યાં કલાકારોનો પ્રોગ્રામ હોઈ ત્યા માયાભાઈ સાંભળવા જતા, આમ ધીમે ધીમે તેઓ સાહિત્ય તરફ વધ્યા.

સ્કૂલમાં જ્યારે તમામ બાળકોને પૂછતાં કે તમે શું બનશો..તો કોઈ ડોક્ટર, એન્જીનીયર કેહતા પરંતું માયાભાઈ આહીર કેહતા કે મારે તો ફક્ત માયાભાઈ આહીર જ બનવુ છે. માયાભાઈ નો પ્રથમ પ્રોગ્રામ વર્ષ 1996માં હનુમાન મંદિર, શહિદ ચોક કુંભારવાળા ખાતે હતો, આ સ્ટેજ પ્રોગ્રામ કરવા માટે માયાભાઈ પોતાનું સુઝુકી બાઈક લઈને ગયા હતા.

આ બાદ માયાભાઈ નાના-મોટા પ્રોગ્રામ કરવા લાગ્યા પરંતું ખરો ચાન્સ તેમને તલ ગાજરડા ખાતે મોરારીબાપુ ની કથામાંથી મળ્યો તેમ કેહવાય છે. કેહવાય છે કે સુરતમાં એક પ્રોગ્રામ થયો જ્યાં માયાભાઈ એ વીર રસ છેડયો અને લોકોએ પોતાના પેહરેલ ઘરેણાં દાન આપ્યા.

હાલ માયાભાઈ આહીર જ્યાં જ્યાં વિશ્વમાં ગુજરાતી રહે છે ત્યાં ત્યાં પ્રખ્યાત છે, હાલ ગુજરાત સહિત દેશ અને વિદેશમાં કિર્તીદાન ગઢવી અને માયાભાઈ આહીરની જોડી ધૂમ મચાવે છે.

હું તો એમ પણ કહું છું, જ્યારે તમે દુનિયાથી કંટાળી ગયા હોય અથવા કોઈ ખરાબ કામ તમને કરવાનું મન થયું હોય એની પહેલા તમે ફક્ત 20 મિનિટ માયાભાઈ આહીર ના પ્રોગ્રામ યૂટ્યૂબ પર સાંભળજો. તમારા મનમાં રહેલ ખરાબ વિચાર કયા ભાગી જશે એની તમને ખુદને પણ ખબર નહિ પડે..

માયાભાઈ ના કૃષ્ણ લીલાઓના પ્રોગ્રામ સાંભળજો, તમને એક અનેરો આનંદ થશે. જય શ્રી કૃષ્ણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here