શનિદેવનું નામ આવતાંની સાથેજ લોકો તેમના પ્રકોપ થી ડરતા હોય છે શનિનો દોષ સાડાસાતી અને અન્ય કારણને લીધે લોકો હંમેશા એવીજ ઈચ્છા રાખતાં હોય છે કે તેઓ આ પ્રકોપ થી બચે અને શનિદેવ ની તેમના પર કૃપા થાય તો આજ માટે અમે આજે એક ઉપાય લઈ ને આવ્યા છીએ.હિન્દુ ધર્મ ગ્રંથોમાં શનિદેવને ન્યાયાધીશ કહેવામાં આવ્યા છે.એટલે કે મનુષ્ય સારાં-ખરાબ કર્મો કરે તો તેનું ફળ આપવાનું કામ શનિદેવનું છે.
જેની જન્મકુંડળીમાં શનિદેવ પ્રતિકૂળ સ્થાનમાં બેઠા હોય તેને આખી જિંદગી કોઈ ને કોઈ પ્રકારની મુશ્કેલીઓ કે કષ્ટોનો સામનો કરવો પડે છે.જ્યોતિષ તથા તંત્રશાસ્ત્રમાં શનિદેવને પ્રસન્ન કરવા માટે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે.તેમાંથી કેટલાક પ્રાચીન ઉપાયો આજે પણ કારગર છે જેના વિશે આપણે આજે વાત કરવાના છીએ તો આવો જાણીએ તે તમામ ઉપાયો વિશે વિગતવારે.
મિત્રો જાણીએ હવે પેહલાં ઉપાય વિશે આગળ પણ અનેક ઉપાય છે અહીં દર્શાવેલ કોઈપણ ઉપાય માંથી તમે તમારી મુજબ કોઈપણ ત્રણ ઉપાય કરીશકો છો.કોઈ પણ શનિવાર અથવા શનિશ્વરી અમાસના દિવસે સૂર્યાસ્ત સમયે એટલે કે સાંજે જે ભોજન બનાવ્યું હોય તેને પત્રાળામાં લઈને તેના પર કાળા તલ નાખીને પીપળાની પૂજા કરવી તથા તેનો નૈવેદ્ય ધરાવવો અને આ ભોજન કાળી ગાય અથવા કાળા કૂતરાને ખવડાવી દેવું.જેથી તમારા ઘરમાં અને તમારી પર શનિદેવ ની કૃપા થતાં ની સાથે અનેક અન્ય લાભો પણ થશે.
મિત્રો આ ખાસ ઉપાય કરતાં પેહલાં હમેશાં તન તો ચોખ્ખું રાખવાનું જ છે પરંતુ ખાસ મન પણ ચોખ્ખું રાખવાનું છે.યાદ રાખો જ્યારે શનિદેવ માટે ઉપાય કરતાં હોઈએ છીએ ત્યારે ચામડાની કોઈ વસ્તુ નો ઉપયોગ ન કરવો અને પહેરેલી પણ ના હોવી જોઈએ. તેલનું પરોઠું બનાવીને ગોળ અથવા કોઈ મીઠાઈ સાથે ગાયના વાછરડાને ખવડાવવું. આ ઉપાય ખૂબ જ કારગર અને સરળ છે.કાંસાની વાટકી કે પાત્રમાં તેલ ભરીને તેમાં પોતાનો પડછાયો જોવો અને આ તેલનું કોઈ ગરીબને દાન કરી દેવું.શનિદેવને પ્રસન્ન કરવાનો આ ખૂબ જ પ્રાચીન અને ઉત્તમ ઉપાય છે.આ ઉપાયને છાયાદાન તરીકે પણ ઓળખવામાં આવે છે.આ ઉપાય થી ઘરમાં બરક્ત બની રહે છે અને સમસ્યાઓ નો અંત થાય છે.
મિત્રો ખકસ કરીને શનિદેવની પાસે માફી માંગવા અથવાતો તેમના દોષ થી છુટકારો મેળવવા તમારે કજસ આ ઉપાય કરવાનો છે તો આવો જાણીએ તેના વિશે વિગતે.સરસવના તેલમાં લોખંડની ખીલી નાખીને તેનું દાન કરવું અને પીપળાના મૂળમાં આ તેલ ચઢાવવું.આ ઉપાયથી શનિદેવ જલદી પ્રસન્ન થાય છે સાથે-સાથે મનોકામના પણ પૂર્ણ કરે છે.શનિવાર અથવા શનિશ્વરી અમાસના દિવસે શનિદેવની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવી અને પોતાનાં જાણતાં-અજાણતાં થયેલાં પાપકર્મોની ક્ષમાયાચના કરવી.મિત્રો અમુક સૂચન જે અમે તમને આપી છે તમારે તેનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.કોઈપણ કામ કરતાં પેહલાં શનિદેવ ની પ્રાર્થના કરો તો પણ ખુબજ સારું ફદ મળી શકે છે.