માત્ર 16 વર્ષની નીલાંશી એ પોતાનાં વાળને કારણે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, જાણીલો વિગતે

આજે આપણે વાત કરવાના છે ગુજરાત ના ગૌરવ નીલાંશી પટેલ વિશેની કેહવાય છે કે જો દ્રઢ નિર્ણય હોય તો કોઈ પણ કામ અશક્ય નથી જેની જીવંત ઉદાહરણ ધોરણ 10 માં ભણતી કીશોરી. જે પ્રખ્યાત થઇ પોતાના લાંબા વાળ માટે તેમણે પોતાનું નામ લિમ્કા બુ ક ઓફ રેકોર્ડમાં પણ નોંધાવ્યું. આ યુવતી એ પોતાના દ્રઢ નિયમ કરીને તેના પર અ મ લ કર્યો હતો.

અને વાળ ની ખાસ કાળજી રાખીને પોતે પોતાના વાળ લાંબા કર્યા હતા. વાળએ મહિલા ઓની સુંદરતામાં વધારો કરે છે. લગભગ દરેક સ્ત્રીની એવી ઈચ્છા હોય છે કે તેના વાળ લાંબા હોય સાથે સાથે સાઈની અને ભરાવદાર પણ હોય.

મિત્રો લાંબા વાળ સ્ત્રીના માથા પરનું એક આભૂષણ ગણાય છે. ધોરણ 10 માં અભ્યાસ કરતી આ કિશોરી નીલાંશી પટેલના એ પોતાના વાળ ની ખુબજ કાળજી રાખી કગે ત્યારે જય ને તેને આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

વાત કરી નીલાંશી વિશે તો તે અરવલ્લીના શાયરા ગામમાં રહે છે. અને તેના વાળની લંબાઈ વિશે જાણીએ તો તેના વાળ પોણા છ ફૂટ લાંબા છે એટલે કે 1.65 મિટર લાંબા વાળ રાખીને એક રેકોર્ડ બનાવ્યો છે.

સામાન્ય વ્યક્તિ પાંચ ફૂટની ઉંચાઈ ધરાવે છે ત્યારે આ યુવતી એ તો પોતાના વાળની લંબાઈ તેના કરતાં ઓણ વધારે કરી નાખી. આટલુંજ નહિ આ યુવતીના વાળ ખુબજ આકર્ષિત સુંદર અને સાઈની છે.

ચળકતા સુંદર વાળ જોઈ ને સૌ કોઈ તેની પાસે સેલ્ફી ની માંગ કરે છે તે જણાવે છે કે તે પોતાના વાળ ની ખુબજ કાળજી લે છે તેના વાળ વધારવામાં ઘણી નાની મોટી મુશ્કેલી ઓ થઈ હતી.

જોકે એક વસ્તુ એ પણ ખાસ છે કે તેના આટલા લાંબા વાળ હોવા છતાં પણ રમત ગમત અને અન્ય પ્રવૃતિમાં ખુબ જ એક્ટીવ રહે છે. સામાન્ય રીતે માથે આટલું બધું વજન લેવું અને પછી કોઈ કામ કરવું ખુબજ કઠિન થઈ શકે છે.

આટલા લાંબા વાળની સાથે પણ તે ટેબલ ટેનીશ જેવી રમત રમે છે તેમજ સ્વીમીંગ પણ કરે છે. હવે તમને થતું હશે કે આ કિશોરી એ આટલા લાંબા વાળ કેવી રીતે કર્યા તેણે એવુંતો શું કર્યું તો આવો જાણી લઈએ એ ખાસ રાજ વિશે.

આ યુવતી પોતાના લાંબા વાળ નું રાજ જણાવતાં કહે છે કે તેમના લાંબા વાળમાં સૌથી મહત્વપૂર્ણ મદદરૂપ તેમના માતા પિતા બન્યા છે. ખાસ કરીને તેમના માતાની કે જે ની લાંશીના વાળની દેખરેખ રાખવામાં ખુબ જ મદદ કરે છે. યુવતી માથે આટલું વજન લઈ ને પણ પોતાની રોજિંદા લાઈફ એકદમ સરળ રીતે જીવે છે.

આ યુવતીના પિતા બ્રિજેશ ભાઈ પટેલ જણાવે છે કે તેમની એક માત્ર પુત્રી નીલાંશી પટે લ છે તેઓનું કહેવું છે કે નીલાંશી તેમના માટે તેમનુ ગૌરવ છે જેથી તેમણે નીલાંશીનું ના મ લિમ્કા બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ તેમજ બેસ્ટ ઓફ ઇન્ડિયામાં નોંધાવ્યું છે ત્યારે આ યુવતી ની માતા પણ જણાવે છે કે આટલા લાંબા વાળ હોવા એ એક સિદ્ધિ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here