મિત્રો આ દુનિયામાં દરેક લોકો પૈસા પાછળ ભાગે છે. આજના મોંઘવારીના જમાનામાં બધા વધારેમાં વધારે પૈસા કમાવવા માગે છે. આજ કારણે લોકો પૈસાના જુગાડ માં અલગ અલગ રીતના કામ કરે છે. પરંતુ કેટલીક વાર ખૂબ મહેનત કર્યા પછી પણ તેનું સારું ફળ નથી મળતું. અમુક બાબતોમાં તો લોકોની કિસ્મત એટલી ખરાબ હોય છે કે ઘરમાં રાખેલા પૈસા પણ ખર્ચ થઈ જાય છે.
આ સ્થિતિમાં પૈસાની આવકને રાખવા માટે તમે વસ્તુના ઉપાય ટ્રાય કરી શકો છો. વાસ્તુ શાસ્ત્રને ભારતમાં ખૂબ મહત્વ અપાય છે. વાસ્તુની સહાયતાથી તમે ઘરમાં સકારાત્મક ઊર્જાના સ્તરને હદ સુધી વધારી શકો છો.
આ વાતને ધ્યાનમાં રાખતા આજ અમે તમને મની પ્લાન્ટના આધારે ઘરમાં પૈસાની આવક વધારવા એક સરસ ઉપાય બતાવા જઇ રહ્યા છે. તમારામાં કેટલાક લોકો તેમના ઘરમાં પહેલાથી જ મની પ્લાન્ટ લગાવતા હશે.વાસ્તુની માને તો ઘરમાં મની પ્લાન્ટ રાખવાથી પૈસાની આવક વધતી જાય છે.
હા કે કેટલીક વાર ખોટી રીતથી મની પ્લાન્ટ રાખવાથી કે કોઈ અન્ય કારણોથી તેનો અસર નથી થતો અને ઘરમાં પૈસાને લઈને કોઈ પણ વૃદ્ધિ થતી નથી. આવી સ્થિતિમાં તમારા મની પ્લાન્ટને બુસ્ટ કરવાનું હોય છે. તેના માટે તમે નીચે બતાવેલ ઉપાય ટ્રાય કરી શકો છો.
મની પ્લાન્ટ માં આ ખાસ વસ્તુ બાંધો અને જુઓ તેની અસરઆ ઉપાય શુક્રવારના દિવસે કરો. તેનું કારણ એ છે કે શુક્રવારે હિંદુ ધર્મના અનુસાર ધનની દેવી લક્ષ્મીનો દિવસ ગણાય છે. અમારા આ ઉપાયમાં લક્ષ્મીજીની પૂજા પણ કરવી જે આ શુક્રવારના દિવસે કરવાથી વધુ ફાયદો મળશે. શુક્રવારના દિવસે તમે બજારથી એક સફેદ રંગનો દોરો લઈ આવો. આ દોરાને થાળીમાં મૂકી લક્ષીજીના સામે મૂકી દો.
હવે લક્ષ્મીજીના સામે એક ઘી નો દીવો પ્રગટાવી દો.ત્યાર બાદ તેમની આરતી કરો.હવે પહેલી આરતી લક્ષ્મીજીને આપો પછી આ દોરાને આપો. હવે સિંદુરમાં થોડું પાણી ઉમેરો અને આ મિશ્રણ થી સફેદ દોરાને રંગી લાલ કરી દો.ત્યાર બાદ દોરાને સુકાવા દો.
જ્યારે આ સુકાય જાય તો આ લાલ દોરાને ઘરમાં લગાવેલ મની પ્લાન્ટ ની ડાળી પર બાંધી દો. આ વાતનું ધ્યાન રાખો કે તમે આને સારી રીતે બાંધો એટલે આ નીચે જમીન પર ન પડે.
સાથેજ ઘરમાં બધાને જણાવી દો કે આને ક્યારેય મની પ્લાન્ટ થી ખોલે નહિ. આને તમારે આ મની પ્લાન્ટ પર ઓછામાં ઓછું ત્રણ મહિના સુધી લગાવી રાખવું. આને વધારે સમય સુધી પણ લગાવી શકો છો. આ ઉપાયથી તમારા ઘેર ધીરે ધીરે પૈસાની આવક વધવા લાગશે.
તમને નવા નવા સંસાધનોથી અને વધારે પૈસા કમાવાનો અવસર મળશે.એટલું જ નહિ તેનાથી તમારા ભાગ્યમાં પણ અસર થશે. ઘરમાં રાખેલા પૈસા સરળતાથી ખર્ચ નહિ થાય. તેનાથી તમારું બેંક બેલેન્સ પણ વધશે.