અડગ મનનો માનવી: બાળપણમાં પગ ગુમાવ્યા તો છેલ્લા 20 વર્ષથી હાથ વડે ચાલીને કામ કરવા જાય છે આ વ્યક્તિ

ઉત્તર ચીનના શાન્ક્સી પ્રાંતના લિન્ફેનનો લિયુ ગે નામનો આ યુવક કાળા માથાનો માનવી ધારે તો મક્કમ મનોબળના જોરે પોતાની વિકલાંગતાની ઐસી-તૈસી કરીને ધાર્યા કામ પાર પાડી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ છે.

લિયુ બાળપણમાં તેના બન્ને પગ ગુમાવ્યા બાદ છેલ્લા 20 વર્ષથી હાથ વડે ચાલે છે. શરૂઆતમાં સ્કૂલમાં અન્ય વિદ્યાર્થીઓ તેની મશ્કરી પણ કરતા પરંતુ તેણે એ તરફ ધ્યાન આપ્યા વિના વ્હીલચેરનો ઉપયોગ કરવાનું કે માતા-પિતાની મદદ લેવાનું ટાળીને હાથ વડે ચાલવાનું ચાલુ જ રાખ્યું.

લિયુને આ રીતે ચાલવામાં શરૂ-શરૂમાં તો બેલેન્સ જાળવવામાં ઘણી તકલીફ પડી પણ હવે તેને આમ ચાલવામાં સારી ફાવટ આવી ગઇ છે.

તે અટક્યા વિના આ રીતે 200 મીટર ચાલી શકે છે અને થોડી-થોડી વારે વિરામ લઇને તો પાંચ-છ કિ.મી. સુધી ચાલી શકે છે

નવરાશના સમયમાં તેના વૃદ્ધ માતા-પિતાને ખેતીકામમાં પણ મદદ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here