નોકરી માંગવા ગયેલા આદિવાસીને અભણ કહીને અધિકારીઓએ કાઢી મૂક્યો, આજે એક દીકરી છે ટીચર-બીજી પોલીસ કોન્સ્ટેબલ

6 બાળકોમાંથી એક દીકરી આજે સરકારી ટીચર છે અને બીજી પોલીસ કોન્સ્ટેબલ છે.

રાઘૌગઢ 32 વર્ષ પહેલા ગેલ ઇન્ડિયામાં નોકરી માંગવા ગયેલા જે સહરિયા આદિવાસીને અધિકારીઓએ અભણ કહીને અપમાનિત કરીને કાઢી મૂક્યો હતો, તેણે મહેનત-મજૂરી કરીને પરિવારને પાળ્યો અને પોતાના બાળકોને ભણાવી-ગણાવીને કાબેલ બનાવ્યા. તેના 6 બાળકોમાંથી એક દીકરી આજે સરકારી ટીચર છે અને બીજી પોલીસ કોન્સ્ટેબલ છે.

રાઘૌગઢના વોર્ડ 5, લાલાપુરામાં રહેતા 54 વર્ષીય કલ્લુરામ સહરિયા આશરે 32 વર્ષ પહેલા ગેલ ઇન્ડિયા લિમિટેડમાં નોકરી માંગવા માટે ગયા હતા, જ્યાં અધિકારીઓએ તેમને કહ્યું- તું અભણ છે, તું કોઇ કામને લાયક નથી. આ અપમાન ભરેલા શબ્દો સાંભળીને તેણે તે જ દિવસે સોગંદ લીધા કે હું મારા તમામ બાળકોને ભણાવી-ગણાવીને ઊંચા મુકામે પહોંચાડીશ. તે પછી તેમણે પત્ની કસૂલલને કહ્યું- હું મારા તમામ બાળકોને નોકરી કરતા જોવા માંગું છું.

મોટી દીકરી ટીચર બની તો વધ્યો ઉત્સાહ

કલ્લુએ પત્નીની સાથે મહેનત-મજૂરી કરીને પોતાની 4 દીકરીઓ અને 2 દીકરાઓને ભણાવ્યા. મોટી દીકરી રેખા સહરિયા 12 ધોરણ સુધી ભણ્યા પછી 2010માં તેનું સંવિદા ટીચરમાં સિલેક્શન થયું. 2018માં મધ્યપ્રદેશ પોલીસમાં થયેલી અનામત ભરતીઓમાં બીજી દીકરી જ્યોતિનું સિલેક્શન થયું. તેનાથી પરિવારનો ઉત્સાહ વધ્યો.

દિવસે કરતા હતા મજૂરી, સવાર-સાંજ બનાવી બીડી

દંપતીએ પોતાના બાળકો માટે કરેલા સંઘર્ષનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કલ્લુરામ અને તેની પત્ની દરરોજ મજૂરી પર તો જતા જ હતા પરંતુ સાથે જ સાંજે સમય કાઢીને બીડી બનાવવાનું કામ પણ કરતા હતા, જેથી પરિવારનું ગુજરાન ચલાવવાની સાથે જ 4 દીકરીઓ અને 2 દીકરાના ભણતરનો ખર્ચ પણ કાઢી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here