બેઇજિંગ- ચીનમાં એક અનોખો મામલો સામે આવ્યો છે. અહીં એક માણસ કાર ખરીદવા માટે બીએમડબ્લ્યુ શોરૂમમાં પહોંચ્યો. જો કે, તેમણે 4,80,000 યુઆન, એટલે કે, 50 લાખ 64 હજાર રૂપિયા માટે નવી બીએમડબલ્યુ કાર ખરીદી. પરંતુ આ પછી શોરૂમના માલિકની સમસ્યાઓ વધી.
ખરેખર, જે માણસ નવી કાર ખરીદવા આવ્યો હતો, તે ટ્રકમાં 900 કિલો સિક્કા લઇને આવ્યો હતો. આટલા સિક્કાઓ જોઈને શોરૂમ મેનેજરની આંખો ફાટી નીકળી અને તેણે બેંકને ફોન કર્યો, ત્યારબાદ 11 કર્મચારીએ સિક્કાઓની ગણતરી કરવા આવી પહોંચ્યા.
સિક્કા ગણતરીનું મશીન પણ લાવવામાં આવ્યું હતુ. આશરે 10 કલાકની મુશ્કેલીઓ બાદ, બેંકના કાર્યકર્તાઓએ 900 કિલોગ્રામના દોઢ લાખ સિક્કાઓની ગણતરી પૂરી કરી.
આશ્ચર્યજનક થઇ ગયો સ્ટાફ..
હકીકતમાં, ચીનના ટોંગ્રેન શહેરમાં એક વ્યક્તિ ટ્રક લઇને બીએમડબલ્યુ કાર શોરૂમમાં પહોંચ્યો હતો. શૉરૂમના સ્ટાફ તે સમયે આશ્ચર્ય થઇ ગયો જ્યારે તેણે કહ્યું કે ટ્રકમાં 1,50,000 સિક્કા છે અને તેનાથી તે નવી કાર ખરીદવા માંગે છે.
બસ ડ્રાઈવર રહી ચુક્યો છે માણસ
એવું જાણવા મળ્યુ છેકે આ વ્યક્તિ કાર ડ્રાઇવર રહી ચુક્યો છે તેમણે હંમેશા એક લક્ઝરી કાર ખરીદવાનું સપનું જોયુ હતુ. તેના માટે તે પૈસા ભેગા કરી રહ્યો હતો. રસપ્રદ વાત એ છે કે તેમણે માત્ર સિક્કા એકઠા કર્યા અને ધીમે-ધીમે 50 લાખ રુપિયાથી વધુ રકમ ભેગી કરી લીધી.