તમે પણ ઘરે બનાવો શ્રાવણમાં, ફરાળી મુઠીયા – બોવજ ટેસ્ટી લાગશે આ ફરાળી આઈટમ

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ભક્તો ભોળાનાથ ની કૃપા તેઓ પાર થાય તે માટે ઉપવાસ કરતા હોય છે. ખાવાના શોખીન લોકો ને અવનવું ખાવા ની ઘણી ઇચ્છ થતી હોય છે પરંતુ ઉપવાસ ને લીધે તેઓ ફરાળી ખાવા નુજ ખાઈ શકતા હોય પરંતુ હવે તમારે ચિંતા કરવા ની કોઈ જરૂર નથી અને તાનારા માટે લઈને આવ્યા છીએ એક નવી ફરાળી ડીશ. ખાસ કરીને લોકો ઉપવાસમાં અવનવી વાનગીઓ બનાવતા હોય છે.

તો આજે અમે તમારા માટે વધુ એક નવી વાનગી લઇને આવ્યા છીએ. મુઠીયા ખાવાના શોખીન હવે ઉપવાસમાં પણ મુઠિયા ખાઇ શકશે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ફરાળી મુઠિયા જે ખાવામાં સ્વાદિષ્ટ અને ઝટપટ બની જાય છે.

સૌથી પહેલા બટાકા ને બાફીને છીણી લો. ત્યારબાદ તેમાં પલાળેલા સાબુદાણા, રાજગરા નો લોટ, દહીં અને શીંગ નો ભૂકો ઉમેરી બરાબર મિક્સ કરી લો.

હવે તેમાં સિંધવ, આદુ અને મરચા નાખી હલાવી મુઠીયા નો શેપ આપી ગ્રીસ કરેલી કાણા વાળી ડીશ માં મૂકી ૧૦ -૧૨ મિનીટ માટે વરાળે બાફી લો.

તૈયાર મુઠીયા ઠંડા થાય એટલે કટ કરી લો. હવે એક પેન લો તેમા તેલ ગરમ કરી લો. તેમા જીરૂ અને તલ ઉમેરી લો.

તેમા તૈયાર મુઠિયા ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તૈયાર છે ગરમા ગરમ મુઠીયા. તેને કોથમીરથી ગાર્નિશ કરી શકો છો. તેની પર છીણેલા કોપરું ઉમેરી લો.અને હવે આ સ્વાદિષ્ટ મસાલાથી ભરપુર મુઠીયા તૈયાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here