અહી હેલિકોપ્ટરમાં વિદાય લઈને સાસરે પહોંચી એક મજૂરની દીકરી, પિતાએ કહ્યું – “મારી લાડકી આવી રીતે વિદાય લેશે નહોતું વિચાર્યું”
હેલિકોપ્ટરમાં વિદાય લઈને સાસરે પહોંચી મજૂરની દીકરી, પિતાએ કહ્યું- લાડકી આવી રીતે વિદાય લેશે નહોતું વિચાર્યું.
વરરાજાથી વધારે ભણેલી છે કન્યા, છોકરના પિતાએ રાખી હતી એક શરત.
હરિયાણાના હિસારના સંજયે સંતોષ સાથે દહેજ લીધા વગર માત્ર એક રૂપિયો શુકનનો લઈને લગ્ન કર્યા છે. કન્યાને પણ હેલિકોપ્ટરમાં લઈ ગયા. સંજયના પિતા સતબીરનું કહેવું છે કે, દહેજ વગર લગ્ન કરવા પાછળનો હેતુ ‘બેટી બચાઓ’ નો સંદેશ આપવાનો હતો.
જેથી લોકો દીકરીને ભારરૂપ ના સમજે. ગ્રામજનોનું કહેવું છે કે, ગામમાં પહેલીવાર આવા લગ્ન જોવા મળ્યા છે, જેમાં ના તો દહેજ લેવામાં આવ્યું અને દીકરીએ લગ્ન બાદ વર સાથે હેલિકોપ્ટરમાં વિદાય લીધી સતબીરે જણાવ્યું – છોકરી પિતાની સામે માત્ર એક જ શરત રાખી હતી કે દહેજ નહીં લઈએ અને શુકનમાં માત્ર એક રૂપિયો જ હશે. છોકરીના પરિવારજનોની સંમતિ બાદ લગ્ન માટે તૈયાર થયા હતા.
તેમને એક જ દીકરો છે. એટલા માટે તેમની ઈચ્છા હતી કે, તે હેલિકોપ્ટરમાં લગ્ન કરવા જાય અને વધૂને હેલિકોપ્ટરમાં લઈને આવે. દુલ્હન સંતોષ બીએ પાસ છે જ્યારે વરરાજા સંજય બીએ ફાઈનલમાં છે. દુલ્હન વરરાજા કરતા વધારે ભણેલી છે. હેલિકોપ્ટર 10 ફેબ્રુઆરીના રોજ સવારે લગભગ સાડા અગિયાર વાગ્યે હસનગઢ ગામમાં ઉતર્યું હતું.
પિતાએ કહ્યું- હેલિકોપ્ટમાં જશે એમ નહોતું વિચાર્યું.
હસનગઢ રહેવાસી સતબીર યાદવે જણાવ્યું કે, તે મજૂરી કેર છે. ત્રણ બાળકો છે. સંતોષ મોટી છે. પુત્રીના લગ્નને લઈને કાયમ ચિંતા રહેતી હતી. ભગવાનની કૃપા અને દીકરીના ભાગ્ય જ છે કે, તે આજે હેલિકોપ્ટરમાં વિદાય લઈ રહી છે. ક્યારેય નહોતું વિચાર્યું કે, દીકરી હેલિકોપ્ટરમાં વિદાય લેશે.
એક ખુબજ સુંદર વાત અહીં સતબીર એ કહી – હું કદાચ ભલે ભણેલો ઓછું હોય પણ મારી વાઈફ વધુ ભણેલી છે એનો મને ગર્વ છે.
આ ઉપરાંત અહીં હાજર તમામ જે લોકો હતા એમ મોટાભાગના લોકો મજૂરી કરી ને ગુજરાન ચલાવે છૅ, પોતાના વિસ્તારની અને સાથીબંધુ મજૂરની યુવતીને લેવા હેલિકોપ્ટર આવ્યું એ વાત થી જ તમામ ની છાતી 56 ઇંચ ની થઈ ગઈ.
સાથે સાઠે આ પણ વાંચી લો.
મંડપમાં દુલ્હનને જોતા જ ગાંડો થઈ ગયો વરરાજા, કારણ વગર જ કન્યાની બેનને ચડાવી દીધો જોરદાર લાફો, આ નજારો જોઈ અવાક રહી ગયા લોકો.
વરરાજાનો લાફો અને એક સવાલ પછી લગ્ન વગર પરત ફર્યા બન્ને પક્ષના લોકો વસંત પંચમી પર રવિવારે માંગલિક ભવનમાં મુખ્યમંત્રી કન્યાદાન યોજના હેઠળ સામૂહિક વિવાહની તૈયાર જોરશોરથી ચાલી રહી હતી. મોટી સંખ્યામાં વર-કન્યા પક્ષના લોકો પહોંચ્યા હતા. ત્યારે ત્યાં એવી ઘટના બની કે લોકો સુન્ન રહી ગયા. 40 જોડાના લગ્ન થવાના હતા. લગ્ન માટે જોડા તૈયાર થઈ રહ્યા હતા, પરંતુ એક જોડું તૈયાર નહોતું. જોકે, વધૂ પક્ષના લોકો સમયસર પહોંચ્યા નહોતા.
મોડી આવેલી કન્યા અને તેના પરિવારજનોને જોકા વરરાજા ગાંડો થઈ ગયો. તેણે કારણ વગર જ બધો ગુસ્સો કન્યાની બહેન પર ઉતારી દીધો. કન્યા પાસે ઉભેલી બહેનને છોકરાએ જોરથી લાફો ચડાવી દીધો અને પૂછ્યું આટલી વાર કેમ લગાડી. છોકરીને થપ્પડ પડતો જોઈ બન્ને પક્ષના લોકો એકબીજા સાથે લડી પડ્યા. વિવાદ એટલો વધી ગયો કે, લગ્ન કર્યા વગર બન્ને પક્ષના લોકો પાછા જકા રહ્યા.
પ્રત્યક્ષદર્શીઓ પ્રમાણે, બપોરે 12 વાગ્યે કન્યા પક્ષથી કન્યા જ્યોતિ (શિવપુર) તેના પરિવાર સાથે આયોજન સ્થળે પહોંચી. કન્યાને જોતા જ વરરાજા ધર્મેન્દ્ર ભડકી ગયો. દુલ્હનની બહેનને લાફો મારીને પૂછ્યું કે, કેમ મોડા આવ્યા. ત્યારે બન્ને પક્ષોમાં અફરા તફરી મચી ગઈ. બન્ને પક્ષોમાં વિવાદ મારામારી સુધી આવી ગયો. આખરે બન્ને પક્ષ લગ્ન વગર જ પાછા આવી ગયા. આ મામલે હાલ કોઈ પણ પક્ષે કેસ દાખલ કરાવ્યો નથી. વસંત પંચમી પર મુખ્યમંત્રી કન્યા વિવાહ યોજના હેઠળ કુલ 260 કન્યાએ લગ્ન કર્યા.