મહેંદી લગાવતા પેહલાં જાણીલો આ વાત, ક્યાંક તમે તો નથી કરતાં ને આ ભૂલ

મોટાભાગે સ્ત્રીઓ તેમનાં વાળને સુંદર અને સિલ્કી બનાવવા માટે તેમાં ખાસ મહેંદી નો ઉપયોગ કરે છે. પરંતુ શું તમેં જાણો શુ તમે જાણો છો કે વાળમાં મહેંદી નાખ્યા પછી પણ ઘણી વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. મોટાભાગના લોકો આ વસ્તુઓ નું ધ્યાન રાખતાં નથી અને પરિણામ ખુબજ વિપરીત આવે છે. તો આવો જાણી લઈએ આ વાતો વિશે વિગતે.

વાળ ની દેખરેખ રાખવા માટે મહેંદી ખરેખર ખુબજ સારી વસ્તુ છે પરંતુ આ નો ઉપયોગ કરતાં પેહલાં અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. વાળમાં ​​મહેંદી લગાવવાથી વાળ મુલાયમ અને સાઈની બને છે. પરંતુ વાળમાં ઘણી વાર મહેંદી લગાવવાથી પણ નુકસાન થતાં હોય છે.

તેનું કારણ છે કે તમે મહેંદી લગાવતી વખતે થોડી ભૂલો કરો છો. આજે આપ ણે આજ ભૂલો વિશે વાત કરવાના છીએ આ ભૂલો ખુબજ ગંભીર પરીણામ પણ લાવી શકે છે. મિત્રો સૌથી પહેલા તો મહેંદી ને પલાડતાં પેહલાં તમારે ઘણું ધ્યાન રાખવું જોઈએ જ્યારે પણ વાળમાં મહેંદી લગાવવામાં આવે ત્યારે તેને સાદા પાણીમાં બિલકુલ પણ ન પલા ળવી જોઈએ.

મહેંદીને હંમેશાં ચા અથવા કોફીવાળા પાણીમાં જ પલાળી રાખો અને ત્યાર બાદ જ તેને વાળ પર લગાવો. આમ કરવાથી તમારા વાળ પરનો રંગ પણ વધે છે. અને વાળ માં ચળકાટ પણ ખુબજ સરસ આવે છે. ખાસ કરીને જો તમે આ નથી કરતા આજથી જ કરી લો.

મિત્રો ભૂલથી ઓણ ક્યારેય મહેંદી અને ઈંડા નો પ્રયોગ એક સાથે ના લરવો જોઈએ. મહેંદી માં રહેલ પ્રોટીન ઇંડાના પ્રોટિન સાથે જોડાય જાય છે. જે તમારા વાળને યોગ્ય રીતે પોષણ આપતા નથી. પરીણામ તમારા વાળ બળછટ બની જાય છે.

ઘણાં લોકો મહેંદી માં સાથે લીંબુ રસ ઉમેરતા હોય છે પરંતુ આવું કરવાથી તમને જ નુક શાન થાય છે. લીંબુનો રસ તમારા વાળને રેશમી બાનવવા કરતા વધુ સૂકા બનાવી દે છે. લીંબુમાં બ્લીચિંગ પ્રોપર્ટી હોય છે જે મહેંદી સાથે જોડાવાથી વાળને સુકા બનાવી દે છે.

પરિણામે તમારાં વવાળ હલકા બની જાય છે અને તૂટવા લાગે છે. ક્યારેય પણ તેલ વાળા વાળ પર મહેંદી ના લગાવી જોઈએ. વાળમાં તેલ લગાવવાથી વાળ પર એક આવરણ બની જાય છે. જે મહેંદીના  રંગને વાળ પર ચડતા અટકાવે છે. માટે જો તમે આ ભૂલ કરતાં હોય તો ચેતી જજો.

અતમાં અમુક ટિપ્સસ તમારાં માટે ખાસ છે અને આ ટિપ્સ મુજબ જો તમે મહેંદીના ફાયદાઓ મેળવવા માંગતા હોવ તો તેને રેગ્યુલર તાપમાન પર 8 થી 9 કલાક સુધી પલાળી રાખો.જેટલી વધુ પલાળેલી હશે તેટલી વધુ તે અસર કરશે. જો તમે ટૂંકા સમય માટે જ મહેંદીને પલાળો છો તો પછી તમારા વાળ પર તેનો કોઈ ફાયદો થશે નહીં.

હંમેશાં મહેંદીને રાત્રે પલાળી રાખો અને તેને સવારે વાળ પર લગાવો. આમ કરવાથી તમને ચોક્કસ તેનું પરિણામ મળશે. જો તમે આ બધા નિયમ અનુસર શો તોજ તમે મહેંદીની સારી અસર તમારાં વાળ પાર જોઈ શકશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here