આપણે દરેક લોકો આપણા ધાર્મિક ગ્રંથો જેવાકે રામાયણ, મહાભારત, ભાગવત જેવી પૌરાણિક કથાઓ આપણે જોઈ અને વાંચી હશે. મહાભારતમાં એવી ઘણીબધી વાત હોય છે કે જે આપણે જાણતા હોઈએ છીએ પરંતુ ઘણી એવી વાત હોય છે કે આપણે તેના વિષે જાણતા નથી. મહાભારતમાં અધર્મનો નાશ કરવા માટે દ્વાપરયુગમાં યુદ્દ કરવામાં આવ્યું હતું. જેમાં કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થયુ હતુ.
સત્યનો વિજય કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ યુદ્ધમાં આવ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મનો વિજય કરવા માટે યુદ્ધ માં આવ્યા હતા. અને પાંડવો નો સાથ આપીને ધર્મનો વિજય કર્યો હતો. એવું કહેવાય છે કે દ્વાપરમાં પાંડવોનો મૃત્યુ પછી કળિયુગમાં પાછુ ફરી જન્મ લીધો હતો. તો ચાલો જાણીએ શા માટે અને ક્યાં પાંડવો એ કળીયુગમાં જન્મ લીધો હતો.
મહાભારતમાં અશ્વત્થામાએ પાંડવોના દરેક પુત્રનો વધ રાત્રિના સમયે દરેક લોકો સુતા હતા ત્યારે કર્યો હતો. અશ્વત્થામાએ ભગવાન શિવને પ્રસન્ન કરી અને દરેક પાંડવોને ના પુત્રને રાત્રે તલવારથી વધ કરી નાખ્યો. ત્યારબાદ જયારે પાંડવોને ખબર પડી કે તેને દરેક પુત્રનો વધ થયો છે. અને અશ્વત્થામાને ભગવાન શિવે આશીર્વાદ આપ્યા હતા ત્યારે પાંડવો યુદ્ધ કરવા માટે ભગવાન શિવની પાસે આવે છે. અને ભગવાન શિવ પાસે જ્યારે આવે છે ત્યારે શિવ બધા જ શસ્ત્રો તેની પાસે લઈ લે છે.
પાંડવોના આવા વર્તનથી શિવ ખૂબ જ ક્રોધિત થઈ ગયા. પરંતુ પાંડવોએ ભગવાન કૃષ્ણના ખૂબ જ પ્રિય ભક્તો હતા. એટલે શિવજીએ આ જન્મમાં જ તેના કર્મનું ફળ આપવાની બદલે પુનર્જન્મમાં લેવાનો શ્રાપ આપ્યો હતો. એટલે એવું કહેવાય છે કે, ભગવાન શિવનાં શ્રાપને કારણે પાંડવો કળિયુગમાં ફરીથી જન્મ લેશે. કળીયુગમાં ફરીથી જન્મ લેશે અને તેની સજા ભોગવશે.
ભવિષ્યપુરાણ અનુસાર એવું કહેવામાં આવે છે કે, કળિયુગમાં અર્જુનનો જન્મ પરીલોક નામના રાજા તરીકે થયો હતો. જેનું નામ પાછળથી નામ બ્રહ્માનંદ હતું. યુધિષ્ઠિર વત્સરાજા નામના રાજાના તરીકે થયો હતો. અને કળિયુગમાં તેનું નામ મલખાન હતું. ભીમ નો જન્મ વિરમ નામે થયો હતો. અને નકુલ નો જન્મ કાન્યકુબજ તરીકે થયો હતો.