મહાભારત માં આપણે ઘણી બધી અજાણી વાતો આપણે જાણી જ નહીં હોય. આજે અમે તમને એક એવા જ સત્ય વિશે કહેવાના છીએ. કર્ણ એક એવું પાત્ર છે જે દરેક ને કઈક ને કઈક યાદ અપાવતું હોય છે. દાનવીર કર્ણ તરીકે જાણીતા છે. તેની પાસે કઈક પણ માગે તો તે આપી દેતા હતા.
તેમ છતાં મહાભારતમાં સૌથી ઉપેક્ષિત પાત્ર કર્ણ હતું. જેમ હરિશ્ચન્દ્ર સત્યપ્રિય, રામ પ્રતિજ્ઞાપાલન પ્રિય હતા એમ કર્ણ દાન-ધર્મનું પ્રતીક છે.એણે તો પોતાના પ્રતિપક્ષને પણ દાન આપ્યું છે. ઇન્દ્ર કવચ કુંડળ દાનમાં માંગવા આવે છે એ પૂર્વે કર્ણને સ્વપ્નમાં સૂર્ય આ વાતની જાણ કરી ગયા હોવા છતાં કવચ-કુંડળ ઇન્દ્રને આપ્યા ત્યારે ફક્ત કવચ કુંડળ જ નહીં પણ સાથે-સાથે પોતાના પ્રાણ પણ દાનમાં આપી દીધા હતા.
છેલ્લે મરતા-મરતા પણ ખુદ પરમેશ્વરને દાન દઈને ઇતિહાસમાં પોતાનું નામ અમર કરનાર કર્ણ હતા. કર્ણની આ દાતારીની પરીક્ષા લેવામાં ભગવાન જેવા ભગવાન પણ એની દાનવૃત્તિ સામે હારી ગયા. ભગવાન પ્રસન્ન થઈ ને તેને એક વરદાર મગવાનું કહ્યું. ત્યારે કર્ણ એ કહ્યું કે મારુ અવસાન થાય પછી મારા અગ્નિસંસ્કાર એક એવી જમીન પર થાય જે જમીન કુંવારી હોય છે.
કર્ણ એ કહ્યું કે હું કુંવારી માતાનું સંતાન છું એટલે મૃત્યુ પછી મારો અગ્નિસંસ્કાર કુંવારી ભૂમિ પર કરવામાં આવે એવી મારી આખરી ઈચ્છા છે.એ કુંવારી ભૂમિ આખા વિશ્વમાં માત્ર એક સૂર્યપુત્રી તાપી નદીના તટે એક સોઈની અણી ખૂંપે એટલી મળી આવી. અને વર્ષોથી ચાલી આવતી એક દંતકથા પ્રમાણે એક તીરની અણી પર કર્ણનું શવ રાખીને કર્ણનો તાપી તટે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો.
પાંડવોના મનમાં આ જમીન ને લગતી બાબત માં પ્રશ્ન થતાં તેને ભગવાન કૃષ્ણ ને પૂછ્યું, ત્યારે પરમાત્માએ કર્ણને પ્રકટ કર્યો અને આકાશવાણી થકી કર્ણ દ્વારા કહેવડાવ્યું કે ‘અશ્વની અને કુમાર મારા ભાઈઓ છે અને તાપી મારી બહેન છે. મને કુંવારી ભૂમિ પર જ અગ્નિદાહ આપવામાં આવ્યો છે.તમે જેના પર સંદેહ કરો છો એ સાક્ષાત પરમાત્મા છે’ ત્યારે પાંડવોએ કૃષ્ણને કહ્યું કે ‘પ્રભુ,અમને તો ખબર પડી ગઈ કે દાનવીર રાજા કર્ણનો અહીં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો છે પણ આવનાર યુગોને એ કેવી રીતે ખબર પડશે?’
ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું ‘અહીં ત્રણ પાનનો એક વડ થશે જે બ્રહ્મા,વિષ્ણુ અને મહેશના પ્રતિકરૂપી હશે. અને જે લોકો તેને માનશે તેની દરેક મનોકામના પૂર્ણ થશે. અને આ ભૂમિ એ ગુજરાત માં આવેલું સુરત શહેર છે. અને સુરત માં અશ્વિનીકુમાર નામનું એક સ્મશાન છે.
આ માન્યતા પ્રમાણે જે લોકો ને આ ત્રણ વડ ને પૂજે છે અથવા તો તેને માને છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને જે લોકોનું મૃત્યુ થાય પછી તેનું અગ્નિ સંસ્કાર અશ્વિનીકુમારી માં કરવામાં આવે છે તેનો પ્રાણ સ્વર્ગ માં જાય છે અને ભગવાન તેને શાંતિન આપે છે આવી એક માન્યતા છે.